
કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-
તમે ફૂલની જેમ ખીલો ,પક્ષીની જેમ ખુલ્લા ગગનમાં વિહરો ,રાધાની ધારા બની ખળખળ ઝરણાની જેમ વહો અને ચાતકની જેમ ચહેકો એવી “બેઠક”ની,દરેક સર્જકોની, વાચકોની આપને જન્મદિવસની શુભ કામના,
આખો દિવસ, આખું વરસ અને આખું આયખું સદૈવ છલકી રહો,
અને હા મારા તરફથી જન્મદિવસનો આ શબ્દોનો ગજરો
અમે હોઠે મલક્યાં ને ત્યાં તમે છલકી ઉઠ્યા
ને પછી જન્મદિવસની મુબારકનું બોલવું જ શું ?
અમણે શબ્દો વિણ્યાને તમે મહેકી ઉઠ્યાં
ને પછી અમે કવિતા ગુંથી એમ બોલવું જ શું ?
પક્ષીઓ ઉડયા ને ચાતક પણ ચહેકી ઉઠ્યા
ને પછી આજ પ્રેમ છે પ્રેમ એમ બોલવું જ શું ?
તમે ફેસબુક પર રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠ્યા
બેઠકની રાધા,ને ધારા પણ તમે એમ બોલવું જ શું ?

આ સાથે કલ્પનાબેનની એક સુંદર રચનાને માણો…
એમની ઉમંર શું છે. એ હું નહિ કહું પણ આમાં તમે ઘણું બધું સમજી જશો..
(5)થાવ થોડા વરણાગી
વ્હાલ કરે છે, વ્હાલ કરે છે,
એક ડોસી ડોસાને વ્હાલ કરે છે,
વરણાગી બનવાનો ડોસી ડોળ કરે છે… વ્હાલ કરે છે…
મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,
આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,
ઘૂમટાને હટાવી જુઓ સાડી પહેરે છે,
સલવાર કમીઝમાં ડોસી શોપીંગ કરે છે… વ્હાલ કરે છે…
ડોસો પણ જુઓ કમાલ કરે છે,
સૅલફોન, ફેસબુક પર ચોંટી રહે છે.
ગાર્ડનમાં મોર્નિગ વૉક ને નાઇટમાં પાર્ટી,
ડોસો છે રંગલો, ડોસી છે રંગલી… વ્હાલ કરે છે…
આઇ લવ યુ બોલીને પ્રેમી પંખીડા,
હાય અને બાય કહેતા ફરે છે.
ડોસો પણ ડોસીને વ્હાલ કરે છે,
વરણાગી બનવાનો ડોસો ડોળ કરે છે… વ્હાલ કરે છે…
વ્હાલ કરે છે વ્હાલ કરે છે,
ડોસો ડોસી આપસમાં વ્હાલ કરે છે… વ્હાલ કરે છે…
કલ્પના રઘુ
HAPPY BIRTH DAY TO YOU KALPANABEN
MANY HAPPY RETURNS OF THE DAY
LikeLike
Thanks Vinodbhai
LikeLike
પ્રગ્ન્યાબેન,તમારા પ્રશંસાના ગજરાની મહેક આંસુના મોતીડા બનીને વિખરાઈ ગઈ.ઈશ્વર તમારા શબ્દો સાકાર સ્વરુપ આપે તેવી પ્રાર્થના.’બેઠક’ના તમામ મિત્રોનો આભાર.
LikeLike
પ્રિય કલ્પનાબેન ,
વર્ષગાઠ નાં અભિનંદન. પ્રેમ,આનંદ અને સાસ્થ્યપુર્ણ દીર્ઘ આયુષ્ય પ્રભુ આપને અર્પે .
ફૂલવતી શાહ.
LikeLike
happy birthday to kalpnaben…pragnaben really nice poetic vadhai..enjoyed..
LikeLike
ફુલવતી બેન,આપના આશીર્વાદ બદલ આભાર.
LikeLike
Happy birthday Kalpanaben
LikeLike
પ્રજ્ઞાબેને જન્મદિવસની શુભેચ્છા બહુજ સુંદર રીતે પાઠવી છે. સુંદર કૃતિ !
LikeLike
Thanks Hemaben
LikeLike
Happy Birthday Kalpanaben and many more to come. Enjoyed reading yours and Pragna’s poetry.
You two look very happy together. Congratulations.
LikeLike
Thanks Jayvantiben
LikeLike
Happy Birthdy Bahen.
LikeLike
Thanks bhai
LikeLike
Ben Kalpnaben, Hardik shubhechhao ane Abhinandan. Prabhu krupa varasti rahe. Padmaben…..
LikeLike
Pingback: (5)થોડા થાવ વરણાગી-કલ્પના રઘુ | સહિયારું સર્જન – ગદ્ય
આભાર પદ્માબેન,આપના આશીર્વાદ બદલ.
LikeLike
pragnaben ni kavita khubj manne aanandit kari muke che. abhinandan ………Pandmaben K.Shah.
LikeLike