કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-

કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-

તમે ફૂલની જેમ ખીલો ,પક્ષીની જેમ ખુલ્લા ગગનમાં વિહરો ,રાધાની ધારા બની ખળખળ ઝરણાની જેમ વહો  અને ચાતકની જેમ ચહેકો એવી “બેઠક”ની,દરેક સર્જકોની, વાચકોની આપને જન્મદિવસની શુભ કામના,
આખો દિવસ, આખું વરસ અને આખું આયખું સદૈવ છલકી રહો, 
 
અને હા મારા તરફથી જન્મદિવસનો આ શબ્દોનો ગજરો 
અમે હોઠે મલક્યાં ને ત્યાં તમે છલકી ઉઠ્યા
ને પછી જન્મદિવસની મુબારકનું  બોલવું જ શું ?
અમણે શબ્દો વિણ્યાને તમે મહેકી ઉઠ્યાં
ને પછી  અમે કવિતા ગુંથી એમ બોલવું જ શું ?
પક્ષીઓ ઉડયા ને ચાતક પણ ચહેકી ઉઠ્યા
ને પછી આજ પ્રેમ છે પ્રેમ એમ બોલવું જ શું ?
તમે ફેસબુક પર રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠ્યા 
બેઠકની રાધા,ને ધારા પણ તમે એમ બોલવું જ શું  ?
Kalpana Raghu
આ સાથે કલ્પનાબેનની એક સુંદર રચનાને માણો…
એમની ઉમંર શું છે. એ હું નહિ કહું પણ આમાં તમે ઘણું બધું સમજી જશો.. 

(5)થાવ થોડા વરણાગી

વ્હાલ કરે છે, વ્હાલ કરે છે,

એક ડોસી ડોસાને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસી ડોળ કરે છે… વ્હાલ કરે છે…

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,

આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,

ઘૂમટાને હટાવી જુઓ સાડી પહેરે છે,

સલવાર કમીઝમાં ડોસી શોપીંગ કરે છે… વ્હાલ કરે છે…

ડોસો પણ જુઓ કમાલ કરે છે,

સૅલફોન, ફેસબુક પર ચોંટી રહે છે.

ગાર્ડનમાં મોર્નિગ વૉક ને નાઇટમાં પાર્ટી,

ડોસો છે રંગલો, ડોસી છે રંગલી… વ્હાલ કરે છે…

આઇ લવ યુ બોલીને પ્રેમી પંખીડા,

હાય અને બાય કહેતા ફરે છે.

ડોસો પણ ડોસીને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસો ડોળ કરે છે… વ્હાલ કરે છે…

વ્હાલ કરે છે વ્હાલ કરે છે,

ડોસો ડોસી આપસમાં વ્હાલ કરે છે… વ્હાલ કરે છે…

કલ્પના રઘુ

 

17 thoughts on “કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-

 1. પ્રગ્ન્યાબેન,તમારા પ્રશંસાના ગજરાની મહેક આંસુના મોતીડા બનીને વિખરાઈ ગઈ.ઈશ્વર તમારા શબ્દો સાકાર સ્વરુપ આપે તેવી પ્રાર્થના.’બેઠક’ના તમામ મિત્રોનો આભાર.

  Like

 2. પ્રિય કલ્પનાબેન ,
  વર્ષગાઠ નાં અભિનંદન. પ્રેમ,આનંદ અને સાસ્થ્યપુર્ણ દીર્ઘ આયુષ્ય પ્રભુ આપને અર્પે .
  ફૂલવતી શાહ.

  Like

 3. પ્રજ્ઞાબેને જન્મદિવસની શુભેચ્છા બહુજ સુંદર રીતે પાઠવી છે. સુંદર કૃતિ !

  Like

 4. Happy Birthday Kalpanaben and many more to come. Enjoyed reading yours and Pragna’s poetry.
  You two look very happy together. Congratulations.

  Like

 5. Pingback: (5)થોડા થાવ વરણાગી-કલ્પના રઘુ | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.