અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ-પી. કે. દાવડા

અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ

કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા પછી પહેલો નિર્ણય એ લીધો કે અહીં જો આનંદથી શેષ જીવન ગુજારવું હોય તો અહીંના રીત-રીવાજ, રહેણી-કરણી અને તહેવાર-ઉત્સવો સમજી લેવા જરૂરી છે. અમેરિકન પ્રજા આનંદપ્રિય પ્રજા (Fun loving people) છે. જીવનની પ્રત્યેક પ્રવૄતિમાંથી આનંદના અવસરો શોધી કાઢે છે. આવો એક પ્રસંગ છે, “ચેરી પિકીંગ.”

દરેક પ્રકારના ફળોની અલગ અલગ સીઝન હોય છે. અમેરિકામા ચેરીનો પાક મે-જૂન માં તૈયાર થાય છે. આ સમયને સ્થાનિક લોકો “ચેરી પિકીંગ” નો સમય ગણે છે. શહેરથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલા ચેરી ફાર્મસમા રજાને દિવસે સેંકડો લોકો પોતાના કુટુંબ સાથે “ચેરી પિકીંગ” માટે જાય છે. આવા ફાર્મસ “યુ-પિક” ફાર્મસ તરીકે ઓળખાય છે.

સીઝનમા રજાને દિવસે ફાર્મ તરફ જતા રસ્તાઓ ચેરી તોડવા જતા લોકોના વાહનોથી ભરાઈ જાય છે અને ટ્રાફીક ધીમી ગતિએ ચાલે છે. સવારના આઠ વાગ્યાથી ફાર્મમા જનારા લોકોની ભીડ શરૂ થઈ જાય છે. પ્રત્યેક ફાર્મનું એક મોટું પાર્કિંગ લોટ હોય છે, જેમા ૧૦૦-૨૦૦ ગાડિયો માટે વ્યવસ્થા હોય છે. બીજી અનેક ગાડિયો રસ્તાની બન્ને બાજુ પાર્ક થયેલી જોવા મળે છે.

ફાર્મના પ્રવેશ દ્વાર પર જ તમને બધી જરૂરી માહિતી મળી રહે છે. ફાર્મ એક કુટુંબની માલિકીનું છે કે સહિયારૂં? પાક લેવા કેમિકલ ખાતર વાપરવામા આવે છે કે નહિં? પાકને સુરક્ષિત રાખવા રસાયણો છાંટવામા આવ્યા છે કે નહિં? પ્રવેશ દ્વાર પર તમને પ્લાસ્ટીકની બાલ્દી આપવામા આવે છે. અંદર ફળના ઝાડ એક સરખી લાઈનમા જોવા મળે છે. બે લાઈન વચ્ચે વ્યાજબી અંતર હોય છે. ઊંચી ડાળ ઉપરથી ફળ તોડવા એલ્યુમિનિયમને ફોલ્ડીંગ સીડીઓ ઠેકઠેકાણે પડી હોય છે. તમને ગમે એ ઝાડ ઉપરથી તમને ગમે એ ફળ તોડી તમારી બકેટમા ભેગાં કરો. ફળ મીઠાં છે કે નહિં એ નક્કી કરવા તમને ગમે એટલા ફળ ખાવાની છૂટ હોય છે, શરત માત્ર એટલી જ કે તમે તોડી ને બકેટમા એકઠા કરેલા ફળ બહાર નીકળતી વખતે તમારે ખરીદવા પડે.

ફાર્મની અંદર નાના મોટા બધાને ઉત્સાહભેર ફળ તોડતા જોવાનો એક લહાવો જ કહી શકાય. નાના બાળકો તો ઝાડ ઉપર ચડીને પણ સારા ફળ કબજે કરવાની કોશીશ કરતા જોવા મળસે. એકાદ કલાકમા ફળ ખાવાની અને તોડવાની પ્રક્રીઆ પૂરી કરી, લોકો ઝાડના છાંયામા બેસી, ઘરેથી લાવેલું ભોજન જમે છે. ફાર્મમા ટેંપરરી ટોઈલેટસ અને હાથ ધોવા વોશબેસીન વગેરેની સગવડ પણ હોય છે. વધારે પડતા માણસો એક સાથે ફાર્મમા ભેગા ન થઈ જાય એટલે પ્રવેશ આપતી વખતે ગણત્રી રાખવામા આવે છે. બે ત્રણ કલાક આનંદમા વિતાવ્યા બાદ લોકો ફાર્મમાંથી બહાર આવી, પોતાના વાહનોમા પાછા ફરે છે.

આપણે ત્યાં તહેવારોમા અપવાસ એકટાણા કરવામા આવે છે ત્યારે અમેરિકામા તહેવારોમા લોકો ખાય પિયે છે અને મોજ મસ્તી કરે છે. “હેવ ફન” એ એમનો મહામંત્ર છે.

 

પી. કે. દાવડા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.