આ મુંબઈ છે ….11 –પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો મારા અનુભવનો આ અગ્યાર મો અંક “આ મુબઈ છે “

હું મુંબઈ ગઈ હતી। ..રસ્તામાં ધરાવી પર થી પસાર થઇ। .આગળ જુલુસ હતું ટ્રાફિક જામ ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી અને બારી બાર હું ધારાવીની લાઈફ જોઈ શક્તિ હતી..સ્ટ્રીટ લાઈટ માં લોકો સપના જોતા હતા ,ટ્રાફિકનો અવાજ જાણે તેમનું બળ હતું ,અહીના રસ્તા જાણે તેમનો વિશ્વાસ હતો હું કદાચ ચાલવા જાઉં તો ખાડા ટેકરામાં પડી જાવ। ..અહી જિંદગીના ભય અને મૃત્યુના ડરને લોકોએ ગળી ખાધો છે  .અહીના દરેક રસ્તા કોઈની એક મંજીલ હતી ,દરેકની પોતાની ઓળખ….. હું ચાવાળો ,મારી પાસે પાનનો ગલ્લો ,મારીપાસે નાની દુકાન અને છાપરા વાળું ઘર। .. ઘર હતા પણ ઉઘાડા।.. નાની ઓરડી, રસોડું, ત્યાં જ પાણી કોઠી, બાથરૂમ પડદાની પાછળ ,ઘરમાં વૃદ્ધ માબાપ  બાજુમાં ડાલડા ના ડબ્બામાં નાનો છોડ ઓટલા ઉપરજ જાણે બગીચો।..પાડોશી જ જાણે પરિવાર। ..બધું જ ઢાંકયાં વગર આંખની સામે છે ,આવતા ને આવકારતું અને જતાને જા  ન કહેનારું આ શહેર મુંબઈ।..અહી ઉણપ છે માટે લોકો આવે છે પણ ઉણપ અહી ઈર્ષા નથી ઓછુ હોય તો પણ વેહેંચી ને ખાય છે.બધા ખુશ છે…મુંબઈ જાગે છે કારણ મુંબઈ ક્યારેય સુતું નથી માત્ર ધબકે છે અહી કોયલનો ટહુકો નથી પણ મુલ્લાજી ના કુકડાની બાંગ છે ,ધારાવી માનવીની આવડતને લલકારે છે. મુબઈ એને આવકારે છે અને અણઆવડતને પડકારે છે। .માણસ અહી ઘોંઘાટમાં એકાંત માણે છે ,ભીડની ભરચકતા માં માનવી પોતાને પામે છે અને મુંબઈના મહ્લલામાં થનગને છે ,દરેક માણસ અહી વ્યસ્ત છે,આ શહેર ક્યારેય નિરાશ નથી એની રોમરોમમાં ધગસ છે   મન કહેતું હતું શું આજ જીવન છે.આ જ જિંદગી .ક્યાંથી આવ્યા એ ખબર નથી. જિંદગી પૂરી થઈ જાય પછી ક્યાં જવાના છીએ એ ખબર નથી……પણ જવાબ હતો દરેક પાસે જીવવા માટે એક કારણ છે દરેકે પોતાની જિંદગીનો મતલબ ગોતી ચાલ્યા જ કરે છે…નાની રૂમમાં રહેનારા પાસે પોતાના સપના છે…અહી એક વાત દરેકની આંખો કહેતી હતી કે મારી પાસે જીવન છે ,હું જીવન છું .

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા ​

તસ્વીર માટે ગુગલનો આભાર   

મિત્રો “આ મુબઈ છે” ના બધા અંક વાંચવા અહી ક્લિક કરશો તો વાંચી શકશો 

Posted in , આ મુબઈ છેપ્રજ્ઞા દાદભાવાળા | Tagged 

.
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to આ મુંબઈ છે ….11 –પ્રજ્ઞા દાદભાવાળા

  1. P.K.Davda says:

    સરસ નિરીક્ષણ.

    Like

  2. Padmaben shah says:

    kharer

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s