દીકરી

10891729_10205086687862403_3646118357294668551_neha
આજે મારી દીકરીના  લગ્નનો પ્રસંગ ઉજવી અમેરિકા પાછી તો આવી ગઈ છું પરંતુ કોણ જાણે પાછળ કૈક છુટી ગયું છે એમ કેમ અનુભવું છું….તો વારંવાર એક પ્રશ્ન મને જાણે કોરી ખાય છે કે  દીકરી મોટી કેમ થાય છે ?
ઝાંઝરી પહેરી રમતી દીકરી 
ઉંબર ઓળંગતા અળગી થઇ જાય છે. 
દીકરી મોટી કેમ થાય છે ?
કંકોતરીમાં છાપેલું નામ ,દીકરીની  
જાણે નવી ઓળખ થઇ જાય છે. 
દીકરી મોટી કેમ થાય છે ?
મહેમાનને ચા -પાણી પિરસતા 
એકાએક દીકરી મહેમાન થઇ જાય છે 
દીકરી મોટી કેમ થાય છે ?
વરરાજા અને જાન પૈડું સિચતા 
મારી “જાન”ને લઇ થઇ જાય છે 
દીકરી મોટી કેમ થાય છે ?
માં બાપના ધબકારા બોલતા નથી
હોશ-આંસુ થઇ જાય છે

દીકરી મોટી કેમ થાય છે ?
ઘર એનું એજ છે પણ ​
આગણું સુનું થઇ જાય છે 
દીકરી મોટી કેમ થાય છે ?
 
pragnaji-
 

 

4 thoughts on “દીકરી

  1. દીકરો તારે એક જ કુળ,બે બે કુળને તારવવા દિકરી મોટી એમ થાય છે.સૃષ્ટિમાં નવું સર્જન કરવા દિકરી મોટી એમ થાય છે.તમારા દીધેલ સંસ્કારની સુવાસને ફેલાવવા દિકરી મોટીએમ થાય છે.બાળપણમાં ઘરઘર રમતા રમતા ઘર માંડતા એ શીખી જાય છે,દિકરી મોટીએમ થાય છે. ઈશ્વર એટલેએક જ સ્વરૂપ ઈશ્વર.પણ શક્તિના અનેક સ્વરૂપ છે.એ સ્વરૂપના દર્શન કરાવવા દિકરી મોટી એમ થાય છે.

    Like

  2. Dear Pragnaji,
    Thank you for sharing beautiful thoughts about DIKARI. These thoghts are more of a mother than a poet. I am sure every mother associate with your words & feelings.

    Regards.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.