ટ્રેન લોકલ હતી, પણ એના હાથ એક્સપ્રેસની સ્પીડમાં ફરતા હતા.૫-૧૦ સેકંડમાં તો પત્તાની ત્રણ થોકડી સુટકેસ પર તૈયાર હતી.
એ લોકો એ દો-તીન-પાંચ રમવાનું ચાલુ કર્યું.
સુટકેસ પર એક પછી એક દાવ રમાતા હતા અને પોતાના બનેલા “હાથ” સુટકેસના પોતાના હિસ્સા તરફ એ લોકો ઉભા-આડા કરીને ગોઠવાતા હતા.
ત્રણેયના ૨-૨(-૨) “હાથ” બની ગયા હતા. દો-તીન-પાંચ ની રમત રસાકસીની ચરમસીમાએ હતી.
જેણે ૨ હાથ કરવાના હતા(અને થઇ પણ ગયા હતા) એનો દાવ હતો, એણે કાળીના ગલ્લાની ચાલ ચાલી. આની પહેલા કાળીની એક ચાલ થઇ ચુકી હતી, પણ એક્કો નીકળ્યો નહોતો.
અને… અને અચાનક બારીમાંથી પવન સાથે વરસાદ આવવાનો ચાલુ થઇ ગયો.
બારીની નજીક જે બેસ્યો તો એણે પહેલા પતરા વાળી બારી બંધ કરવાનો પ્રયત્ન કર્યો.
એ બંધ ના થઇ એટલે કાચ વાળી બારી બંધ કરી, પણ બારી બંધ થઇ એની પહેલા પવન એટલો જોરથી ફૂંકાયો કે સુટકેસ પર પડેલા પત્તાના ૪ “હાથ” બારીની બહાર ઉડી ગયા.
વરસાદ બાજી મારી ગયો.
View original post 4 more words