ચેતનાને પ્રગતિ તથા પ્રસન્નતા પ્રદાન કરનારી વિદ્યાને ‘અધ્યાત્મ’ કહેવાય છે.જે સ્વના અનુભવ દ્વારા જ થાય છે અનુભવ દ્વારા સ્વની ઓળખ એટલે આધાત્મ। .ધર્મ પુરુષાર્થ છે અધ્યાત્મ અનુભવ..દિવેટ, તેલ અને દીપક જ્યોતિ નથી. દીપક માત્ર આધાર અને દિવેટ સંસ્કાર છે. ધર્મ માટે પણ દેહ આધાર અને બુદ્ધિ સંસ્કાર છે.
જ્યોતિ આ બધાંમાં સમાયેલા ગુણોની ચેતના છે.ધર્મ ખુદ ચેતના છે, જેચારિત્ર્યમાં પ્રગટ થાય છે
માંહ્યલામાં ફૂટે છે પાપ પુણ્ય ની વણઝાર
પણ રોજ વાઢ કાપ કરુ છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
સપના અને ઈચ્છા ઓ સાથે સંધી કરું તો
પણ ધર્મ ચુકી જાવ છું, હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
આધ્યાત્મની કેડીએ શોધવો છે આત્મા
પણ ફરી ફરી ભટકી જાવ છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
ચોર્યાશી લાખ ફેરા કેમ કરી ટાળવા
પણ સંસારની કેડીએ,મોક્ષ શોધું છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ ?
માંહ્યલા પરના આવરણ તોડવા છે મારે
પણ ઈચ્છા ને મોહ નું શરીર છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
આધ્યાત્મતા અપાવે છે “કર્મ શુન્યતા ”
પણ બુદ્ધિનો રોજ રોજ ડખો છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
આત્માનું ઉર્ધ્વગમન સ્વના પ્રયાણ થકી
પણ, ભીડમાં હું ભટકી ગયો છું ,હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
અવકાશ જ,થી છે,આંતરિક શક્તિ ચેતનવંત
પણ અતિવ્યસ્ત,અસ્વથ ખળભળ છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
ચેતનાના ઉર્ધ્વીકરણથી પામવો છે આત્મા
પણ કર્મનાં ભારથી ભારે છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી છે
પણ અજ્ઞાનતામાં હજી ફરું છું હો રાજ
ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?
પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા
વાહ!! ખૂબ સુંદર. તમે કોણ છો? ક્યાં છો?એટલું તો જાણો છો.બસ તમારા રાજ પાસે માંગો,પ્રભુ ગ્ન્યાની જીવન દે.ઉત્થાનની સીડી ચઢતા વાર નહિ લાગે.
LikeLike