“ના હોય”-(4)સાક્ષર હરીશભાઇ ઠક્કર

 

Sakshar Thakkar's profile photo

શબ્દોનું સર્જનનાં આ મહિનાના વિષય “ના હોય” માટે મારી લઘુકથા.

“ના હોય”

તાપમાં મહેનત કરવાને લીધે પરસેવાથી લથબથ એવો શંભુ એની ઝુપડીમાં આવીને દીવાલના ટેકે બેઠો. ત્રિકમ, પાવડો અને બીજા ખેતીના સાધનો રસ્તામાં થી લઇને ખૂણામાં મુકતા એની પત્ની ઉમાએ કહ્યું, “આ બધું રસ્તામાં કેમ નાખ્યું છે, ગણપત ત્યાં આગળ જ રમે છે એ જો રમતા રમતા આ બાજુ આયો તો એને વાગી જશે”

“અલી,  મેલું છું હવે થોડો શ્વાસ તો લેવા દે”

“હઉ, લઇ લો લઇ લો શ્વાસ લઇ લો…થોડો”

ખુલ્લું પડેલું “ખેડું મિત્ર” છાપાનું પાનું  જોયું અને જોરથી વાંચ્યું,

“દરેક જગ્યાએ પાણી ભરપુર, મધ્યપ્રદેશમાં પુર”

અને ચુલા પર કંઈક વઘાર કરતી ઉમાને કહ્યું,

“અલી તું આવું બધું કેમ વાંચે છે, અહીંયા પાક થતો નથી, લેણદારો પાછળ પડ્યા છે, આટલો દુકાળ છે ને તું પુરના સમાચાર વાંચે છે, કેમ હેરાન કરે છે!”

“ના રે ના, એવું બધું કંઈ નથી વાંચતી, આ તો, એ પાનાંમાં નીચે જુઓ નવી વાનગી આવી છે, દુકાળ પેસ્યલ વાનગી…એની રીત વાંચતી હતી, વઘાર થઇ ગયા પછી શું લખ્યું છે, જરા વાંચીને કહો” ઉમા એ પૂછ્યું.

” ‘દુકાળ પેસ્યલ’ એમ ને… હા… મળ્યું…કે’ છે કે સમારેલી બધી શાકભાજી નાખ…ને પછી થોડી વાર બધું વઘારમાં શેકી અને પાણી નાખ…અને પછી ૧ ચમચી હળદર નાખ અને મીઠું નાખ”

ઉમાએ બધી શાકભાજી નાખી…

“કેટલું મીઠું નાખવાનું છે?”

“એક મિલીટ…વાંચીને કહું… હા… સ્વાદાનુસાર મીઠું”

“પછી?” ઉમા એ પૂછ્યું.

“હવે ૨ મિનીટ હલાવી અને પછી ઝેર”

ઉમાએ આજે જ બજારમાંથી લાવેલી ઉંદર મારવાની દવા નાખી અને આખી તપેલી સાણસીથી ઊંચકી શંભુ પાસે લઇ આવી અને કહ્યું,

” લો ચાખી ને જરા કહો તો કેવું બન્યું છે, પછી આપણે ત્રણે પી લઇએ”… એમ કહીને એણે ગણપતને બોલવા બુમ પાડી, “અલ્યા ગણપત આમ આય તો…. કશું આપું જો તને”

શંભુ એ કહ્યું, 

“એમાં શું ચાખવાનું અલી, આ તો ઘટઘટાઈને પી જવાનું, પેલું હું કે છે હાંભ્ળ્યું નહિ,

ઝેરના પારખા……”

– સાક્ષર

સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

 

5 thoughts on ““ના હોય”-(4)સાક્ષર હરીશભાઇ ઠક્કર

 1. સુંદર સોચ,અદભૂત કથા બીજ.આવી વર્તા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો?તે જાણવામાં રસ ખરો.

  Like

  • Thank you 🙂
   “ના હોય” વિષય પરથી સૌથી પહેલા મને “ઝેરના પારખા ના હોય” સુઝ્યું, અને એના પછી મેં એવું વિચાર્યું કે ભલે વિષય “ના હોય” એવો છે, હું જે પણ કથા લખું એમાં ક્યારેય “ના હોય” નહિ વાપરું અને આ રીતે શરુઆત કરી કલ્પનાઓ ના ઘોડા દોડાવવાના ચાલુ કર્યા એના પરથી “ખેડૂતોની આત્મહત્યા” નો વિચાર મગજમાં આવ્યો, પણ સાથે સાથે કથાને બહુ heavy નહોતી બનાવવી એટલે overall mood light જ રાખી ને ક્યાંય directly suicide નો ઉલ્લેખ નથી કર્યો.

   Like

   • ખૂબ સુંદર,લખતા રહેજો।તમારી કલમનો લાભ મળે.નવી સોચ.શીર્ષકને ગર્ભિત રાખીને કથાબીજ વિકસાવવું એક કળા છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.