“શુભેચ્છા સહ”-(10)પ્રજ્ઞા દાદભાવાળા

 • શુભેચ્છા-માથા પરનો હાથ..
 • ઈચ્છા અને શુભેચ્છા ને ખુબ સંબંધ છે.
 • શુભેચ્છા એજ તો ઈચ્છાનું સર્જન છે.
 • અને ઈચ્છાપુર્તીનું સાધન છે.
 • શુભેચ્છા માનવતાનું ઉદાહરણ છે.
 • મંગલસૂચક છે.,કલ્યાણની ભાવના છે.
 • શુભેચ્છા ના મૂળ અને ફળ શુભ, મધુર અને મંગલકારી છે
 • અમીની દૃષ્ટિ  છે..
 •  શુભેચ્છા સ્વસ્તિવચન છે.
 • તુષ્ટિવચન છે,
 • પ્રભુનો સ્પર્શ છે.
 • માનવીના બે ખુલા હાથોમાં શુભેચ્છા આવે ત્યારે ખોબો ભરાય જાય છે.
 • મેઘધનુષ્ય રચાય છે.ડુંગરા ઓળંગી જવાય છે.
 • જીવન વહેવા માંડે છે.શરીર ઉર્જા થી ભરાય છે.
 • શુભેચ્છા પોષણ આપે છે.કરુણાનો દીપક પ્રગટાવે છે.
 • સંવેદના ની સરવાણી ફૂટે છે.
 • શુભેચ્છા માનવીની તાકાત છે.
 • ઉજળા ભવિષ્યનો આવાહન છે.
 • કુદરતને પડકાર છે.
 • પોતીકો વિશ્વાસ છે.
 • હ્ય્દયમાંથી નીકળતી અભિવ્યક્તિ છે.
 • માનવને અહેસાસ કરાવે છે.કે તમે એક જીવંત,ધબકતા માનવી છો.
 • શુભેચ્છા સાંભળવી કાનને ગમે છે.આંખો ને વાંચવી ગમે છે.
 • માનવી શુભેચ્છા નો ભુખ્યો છે.
 • માનવીના હ્ય્દયને, સખત થતું અટકાવે છે.માનવતા ને પ્રજ્જવલિત રાખે છે,
 • શુભેચ્છા માનવીના જીવનનો ઔંશ છે.જીવનમાં અભિન્નપણે ગૂંથાયેલી છે.
 • શુભેચ્છા શબ્દો દ્વારા અભિવ્યક્તિ પામે છે.ક્યારેક કાર્ડ તો ક્યારેક ફુલો બની આવે છે.
 • દિવાળીમાં સાથીયા ને તોરણ જ શુભેચ્છા બને છે,તો  શુભ: લાભ: ઘરના ઉંબરા ને વધાવે છે.
 • ભેટ પણ શુભેચ્છાનું સ્વરૂપ છે.વિદ્યાર્થી માટે શુભેચ્છા બળ છે.
 • દર્દી શુભેચ્છાથી જીવે છે.માંના હાલરડામાં શુભેચ્છાનો  સંકેત છે.
 • શુભેચ્છા આંખની ભીનાશ રૂપે ટપકે છે.રાખડીમાં  બંધન જ શુભેચ્છા છે.
 • “અખંડ સૌભાગ્યવતી” શુભેચ્છા છે.જે કુમ કુમ ભાગ્ય લાવે છે.
 • અચાનક ખરતો તારો શુભેચ્છા બને છે.
 • હ્ય્દયના ઊંડાણમાંથી ફૂટી નીકળતી મંગળ ભાવના છે.
 • શુભેચ્છા મેળવતો માનવી ભાગ્યશાળી છે.
 • પણ હવે દુર્લભ કેમ  થઈ રહી છે.?ક્યાંય દેખાતી નથી,
 • શબ્દો છે,ફુલ છે,સાથીયા અને તોરણ પણ છે.
 • હાર્દિક શુભેચ્છા હવે ,માત્ર શુભેચ્છા છે.
 • અંદરની ભીનાશ વિના શુભેચ્છા કોરી છે.
 • sms ,email ,કાર્ડ બધું મોનોટોનસ છે.
 • ટેપરેકોર્ડ માં વાગતા હાલરડામાં સંવેદનાની ખામી છે.
 • શુભેચ્છા હવે સમાજ,વ્યવહાર,દેખાવ અને વેપાર છે.હા માત્ર વેપાર છે.
 • communication ,અને formality છે.
 • શુભેચ્છાએ કાર્ડના વાઘા પહેર્યા છે.
 • હાથ હવે ફુલ બની ને આવે છે.
 • જય શ્રી કૃષ્ણ નું સ્થાન હવે માત્ર good morning પ્રણાલી છે.
 • લુપ્ત થતી શુભેચ્છા હવે Best of luck  છે.
 • માત્ર અભિવાદન છે.
 • અને “શુભેચ્છા” હવે “સહ”ને થઇ આવે છે.
 •                         with best compliments છે.બધું ફોર્મલ ફોર્મલ છે. ……..                    
 •    પણ માથા પરનો હાથ…
 • બોલ્યા વગર ઘણું કામ કરે છે.
 • સાચા હૃદયથી એક લાગણી
 • એક હૃદય ની શુભ સંવેદના
 • રૂ -બ- રૂ જોડાણ છે   
 • એજ શુભેચ્છા છે.
 • અને એજ સાચી શુભેચ્છા છે.
 • પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

3 thoughts on ““શુભેચ્છા સહ”-(10)પ્રજ્ઞા દાદભાવાળા

 1. Pingback: શુભેચ્છા સહ ૧૦** પ્રજ્ઞા દાદભાવાળા | સહિયારું સર્જન – ગદ્ય

 2. પ્રજ્ઞાબહેન વિચારો સળંગ મીટરમાં છે.ક્યારેક અંગ્રેજી શબ્દો તેમાં ક્ષતિ કરે છે પણ સુંદર રચના છે આ રીતે જરુર લખતા રહો પણ મને જે સુચન પ્ર. સુમન અજમેરી પાસે થી મળ્યુ હતુ તે કહેવાનું હું રોકી નથી શકતો આપનું ગદ્ય પરનું પ્રભુત્વ વધુ સારુ છે. નવા વિષયો પર લખવુ તે સર્જકતા છે. અને તેથી ય વધુ જરૂરી છે સહકલમ કારો પાસે લખાવવું. અભિનંદન

  – વિજય શાહ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.