“શુભેચ્છા સહ”(10)પલક આશિષ વ્યાસ

Slide11મિત્રો  ,આપ સહુ નિહારીકાબેન થી તો પરિચિત છો અને એમની અભિવ્યક્તિ પણ ખુબ સુંદર હોય છે ,તો આજે એમની દીકરી પલક જે બે એરિયાની ખુબ જાણીતી ગાયિકા છે જે  બેઠકમાં પણ આવી છે  અને એણે  સંગીતની સુંદર રજૂઆત કરી છે એના વિચારોની અભિવ્યક્તિ આજે આપ માણો।.. અને વાચ્યા પછી જરૂરથી કહેશો કે કહે છે ને મોરના ઈંડા ને ચિતરવા ન પડે….. 

શુભેચ્છા સહ…….

 

માલવણ નામના ગામ માં વિધવા શાન્તાબહેન રેહતા હતા. તેઓ ભણેલા નહિ હોવાથી ગામ માં લોકો ના ઘર ના કામ કરી ગુજારો કરતા હતા. તેમની એક દીકરી મીના પણ તેમને કામ માં મદદ કરતી અને ભણતી. મીનાએ ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી અભ્યાસ છોડી તે માતા ને કામ કરવામાં મદદમાં રેહતી. દીકરી મીના ને જુવાન થયેલી જોઈ શાંતાબહેન તેના લગ્ન ની ચિંતા કરતા હતા. મા- દીકરી તેજ ગામના ભીખુભાઈ શેઠને ત્યાં કામ કરતા. ભીખુભાઈ તેમના પત્ની અને દીકરો આમ ત્રણ નું સુખી જીવન હતું.

મીના નો સુશીલ સ્વભાવ જોઈ ભીખુભાઈ ના દીકરા નવીન ને તે પસંદ પડી ગઈ. નવીને તેના માતા- પિતાને મીનાને  પસંદ કરી અને લગ્ન માટે હા પાડી પરંતુ શાન્તાબહેન પાસે લગ્ન કરવા માટે રૂપિયા ન હતા તેથી તેઓ ખુબ દુઃખી હતા. આ વાત ની ખબર તેજ ગામમાં રેહતા ગંગાબા ને પડી. તે સામાન્ય સ્થિતિના હતા. તેઓ એ ૫૦૦૦ રૂપિયા એમની પાછલી જિંદગી માં અણધારી જરૂરિયાત માટે બચાવેલા હતા. તેમણે મીનાને ઘેર બોલાવી હાથમાં કવર આપ્યું. મીનાએ માતાને કવર આપ્યું. શાન્તાબહેને કવર ખોલ્યું તો તેમાં ૫૦૦૦ રૂપિયા હતા અને ચબરખી માં લખ્યું હતું કે શુભેચ્છા સહ  સ્વીકારશોજી.

પલક આશિષ વ્યાસ

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in “શુભેચ્છા સહ”, પલક આશિષ વ્યાસ and tagged , , , , . Bookmark the permalink.

3 Responses to “શુભેચ્છા સહ”(10)પલક આશિષ વ્યાસ

  1. padmakshah says:

    SHORT AND SWEET.KHUB SRS,PALAKBEN

    Like

  2. PK Davda says:

    વાહ બેટા પલક, શુભેચ્છા સહ નૂં આનાથી વધારે સારૂં ઉદાહરણ બીજું કયું હોઈ શકે? અભિનંદન, બસ હવે લખતી રહેજે અને ગાતી રહેજે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s