દિવાળીની શુભેચ્છા

મિત્રો દિવાળીના આ શુભ દિવસે ચાલો આજે ઘરના દ્વાર ખોલી, શુભ લાભના પગલા સાથે આવકાર નો દીપ પ્રગટાવીએ..ચાલો આપણે પણ દરેક ના જીવનને પ્રજવલ્લિત કરીએ  પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દિવાળી ના દિવા જેવુ આપનુ જીવન પ્રકાશિત રહે..દિવાળી ના રંગ, મધુરતા, ઉજાશ, ઉલ્લાસ અને નવા વર્ષના સપનાઓ ચાલો  આપણે સાથે ઝીલીએ…

શબ્દોની  ની આતશબાજી કરીએ…

આપ સર્વેએ મારા નાનકડા દીવડામાં આપના સહકારથી દીપમાળા પ્રગટાવી છે..આખા વર્ષ દરમ્યાન સુંદર લખાણો  નો થાળ અને મધુર પ્રતિભાવોનો  અન્નકૂટ  આપે  પીરસી ને ભાષા ને જાગ્રત રાખી છે. ગુજરાતી સાહિત્યના અદભુત તારામંડળ “શબ્દોનુંસર્જન” બ્લોગમાં આપની  સમક્ષ રજુ કરતા મને પણ ખુબ આનંદ થયો છે  …  શબ્દોનાસર્જન પર આપનું હમેશા સ્વાગત છે.   આપ જ મારો પરિવાર છો માટે આપ સર્વેને ખુબ ખુબ અઢળક વ્હાલભરી દીવડાની જ્યોતભરી ,ઘૂઘરા અને મઠીયામા  પ્રેમભરી,તનક્તારા,ચકરડીમાં  ચકમક ભરી , રંગોળીના રંગભરી, સ્વજનના સંગભરી શુભેચ્છાઅને ખુબ શુભેચ્છા ।..સૌ વ્હાલા સર્જક અને વાચક મિત્રો/શુભેચ્છકો, તમને અને તમારા પરિવારજનો ને હ્રધ્યથી  ખોબલે ખોબલે દિવાળીના આ શુભ પર્વની  શુભકામના।   

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા 

Picture1શુભેચ્છા સહ નૂતન વર્ષાભિનંદન   ૨૦૭૧

બે હઝાર એકોત્તેરનું વર્ષ લાવે ઉમંગ, ઉન્નતિ ને ઉત્કર્ષ

કીર્તિ વળી ને મળે જશ, જન જનને મળે તન્દુરસ્તીની નસે નસ

તન દુરસ્તી મનમાં મસ્તી, લક્ષ્મીની કૃપા દૃષ્ટિ પ્રેમની પુષ્ટિ,

પ્રભુ ભક્તિમાં, ના રહે કોઈ ત્રુટી, પ્રજવલિત રહે હર  દિપની જ્યોતિ

બે હઝાર એકોત્તેરમાં સહુને રાખે હસતી,પંચામૃતની એ શક્તિ!

પરિવાર પ્રેમ  સહિત સહુને  પાઠવતી

અભિનંદન, અભિનંદન, નૂતન વર્ષાભિનંદન

પદમાં –કાન

8 thoughts on “દિવાળીની શુભેચ્છા

 1. Dear Pragnaben and Friends,

  Thank you for your Diwali Greetings and Best Wishes for the New Year.

  I am sending you a poem by Shri Anil Chavda that touched my heart about the spirit of Diwali. I hope it also touches your heart. I found his poems very sensitive and meaningful. I wish you all the best of health, wealth and happiness in the New Year. I have also given the English translation of it. I plan to arrive at India on jan 6, 2015 and will leave on April 6, 2015.

  Dinesh O. Shah

  “લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને; કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ… આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો; ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ? આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.” – અનિલ ચાવડા English Translation of the above poem.

  “Diwali has come again like every year, bu this time! Let us light up our hearts like these Diwali Lamps ! Let us blow away the fire crackers of sadness, Let us bring smiles like sparkling stars ! Let us love everyone without any reason ! Let us light up the world by the light of our hearts!

  There is a shining diamond within everyone’s heart, Let us search for it by reaching into our hearts, There is lots of light trapped within ourselves, Let us bring it out and light up the whole world! For this Diwali let us light up ourselves from within And spread the light like the Diwali Lamps !!!”

  Anil Chavda

  The First Charles Stokes Professor of Chemical Engineering and Anesthesiology and Founding Director Emeritus of the Center for Surface Science and Engineering (1984-2008), 425 Chemical Engineering Dept. University of Florida, Gainesville, FL 32611 USA Email: dineshoshah@yahoo.com Phone (Cell) 352-871-4993 Website: http://www.che.ufl.edu/shah/GroupPublications.html , AND Dinesh O. Shah, Founding Director (2008-Present) Shah-Schulman Center for Surface Science and Nanotechnology, Dharmsinh Desai University, Nadiad, 387001 Gujarat, India Phone: 91- 94290 62293

  Visiting Professor, (2014 – Present) College of Earth and Environmental Sciences Columbia University, New York, NY, USA

  Citation Index: http://scholar.google.co.in/citations?user=j-8lAu0AAAAJ

  “Judge each day not by the harvest you reap but by the seeds you plant “

  Like

 2. Dear Bahen Pragna,Thank you very much for the Diwali Subhecha, very nice way to write and appropriately,  on our this month’s subject:” Subhecha Sah”. Best wishes Jayvanti
  “મિત્રો દિવાળીના આ શુભ દિવસે ચાલો આજે ઘરના દ્વાર ખોલી, શુભ લાભના પગલા સાથે આવકાર નો દીપ પ્રગટાવીએ..ચાલો આપણે પણ દરેક ના જીવનને પ્રજવલ્લિત કરીએ  પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દિવાળી ના દિવા જેવુ આપનુ જીવન પ્રકાશિત રહે..દિવાળી ના રંગ, મધુરતા, ઉજાશ, ઉલ્લાસ ” | |

  Like

 3. સર્વે મિત્રો અને એમના આપ્ત જનોને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભેચ્છાઓ.

  Like

 4. દીપ જલે જો ભીતર સાજન,
  રોજ દિવાળી આંગન.
  કાચું કોડિયું વાત આ જાણે,
  પરમ પુનિત ને પાવન.
  મન-બરતનને માંજીએ સાચ્ચે,
  ચકચકાટ દિલભાવન.
  દીપ જલે જો ભીતર સાજન,
  રોજ દિવાળી આંગન.

  Like

 5. પ્રગ્ન્યાબેન,દિવાળીમાં ફૂટતા ફટાકડા જોઇને ‘શબ્દોનાં સર્જન’નાં લેખકોનાં હૃદયમાં શબ્દો અને શુભેરછા ની સરવાણી ફૂટી હોય તેવું નથી લાગતું? મનેતો બેન,વાંચવાની બહુજ મજા આવેછે. સૌને ઢગલાબંધ શુભેર્ચાઓ।…….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.