અહેવાલ-“બેઠક”માં ​”​સુખ​”​છલકાણું-09/26/2014

 

26th

બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ બોલાવેલી “બેઠક”માં

​”​સુખ​”​છલકાણું”

બેઠક” ​છવ્વીસ મી સપ્ટેમ્બર ​ના ​ઇન્ડિયા કોમુયુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે યોજાઈ​.આ બેઠકનો વિષય હતો ​”સુખ એટલે “​આવા ​ગમતા વિષયને સર્જકોએ ખુબ વધાવ્યો.પ્રજ્ઞા દાદભવાળા​ એ બેઠકનું આયોજન કરી​,​રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન​ ​રઘુ શાહ​ના ​સહકાર સાથે ​સમગ્ર બેઠકનું સંચાલન કર્યું.શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને કવિતા દ્વારા આવકાર આપ્યો હતો.

આ બેઠકનું  ખાસ આકર્ષણ અને મહેમાન જયશ્રીબેન મર્ચન્ટ રહ્યા, તેમણે એક એક સર્જકની રજુઆતને બારીકાઈથી સાંભળી સચોટ અભિપ્રાય આપી પ્રોત્સાહિત કર્યા ,પ્રતભાઈ પંડ્યાએ   પુસ્તક પરબને પુસ્તક આપી નીવ તો નાખી પરંતુ માત્ર દાતા ન રહેતા બેઠકનું બળ બની રહ્યા,સર્જકોને માત્ર વાંચવાનું નહિ પણ સર્જનાત્મક લખવાનું પ્રોત્સાહન આપ્યું ,તેમજ ટુચકાઓ થી વાતાવરણ ને હળવું રાખ્યું ,મહેન્દ્રભાઈ મહેતાએ બેઠકમાં હાજરી આપી અને અંત સુધી બેસી શાંતિથી સર્જકોને સાંભળ્યા અને વચ્ચે વચ્ચે દાદ આપી લેખકોને વખાણ્યા આ સાથે જયશ્રીબેને અને પ્રતાપભાઈ પંડ્યાએ મનુભાઈ પંચોલી “દર્શક”  ની જન્મશતાબ્દી ની ઉજવણી બે એરિયામાં ઉજવાશે અને સહુ સાથે ઉજવશે એમ કહી સર્વે ગુજરાતી પ્રજાને લાભ લેવા આમંત્રણ આપ્યું ,આપણી ભાષા અને સાહિત્યનો આવો ઉત્તમ ઉત્સવ સહુ સાથે મળી ઉજવીએ તો જ લેખે ગણાય.આના અનુસંધાનમાં પ્રજ્ઞાબેને કહું મનુભાઈ પંચોળી ગુજરાતના એક સંસ્કૃતિ પુરુષ હતા,જેમના જીવનભરના કામ અને સાહિત્યએ ​દરેક ​ગુજરાતી નું સંસ્કાર સિંચન કર્યું છે અને ​ચિરંતન કરશે,આપ સહુ આ પ્રસંગે હાજરી આપી લાભ લઇ જ્ઞાન સાથે વૃદ્ધિ પામશો​.​

બેઠકની શરૂઆત સરસ્વતી વંદના કલ્પનાબેને ગાઈ​ને ​કરી,વિજયભાઈ શાહે હુસ્ટન  થી ફોન પર વાત કરી બધાને અભિનંદન આપ્યા​,​તો જયશ્રીબેને અને પ્રતાપભાઈ એ બેઠકના સર્જન કાર્યને નવાજ્યું ,કલ્પનાબેને સુખની ને પોતાના મૈલિક વિચારો દ્વારા બધાજ દર્ષ્ટિકોણથી સુખને રજુ કરતા,શાસ્વત આનંદ એજ સુખ છે, એમ કહી સુખ પીરસ્યું ,બ્યાસી વર્ષના પદ્મામાસીએ સુખના ઓડકાર સંતોષથી ખાધા,તો કુન્તાબેને સુખને છુટો પાડી પ્રકાર આપી વર્ણવ્યો ,દાવડા સાહેબે નાનીવાર્તા કહી સુખને સમજાવ્યું ,રાજેશભાઈએ સુખને કવિતામાં વર્ણયું,જયવંતીબે​ને ​​સુખને ​ખુબ સુંદર ઉદારણ દ્વારા સમજાવી અને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. વસુબેને સુંદર પંક્તિઓ ગાઈ વાતાવરણ ને સંગીતમય બનાવ્યું. તો સુબોધભાઈ ત્રિવેદીએ શાહબુદ્દીન રાઠોડ ​ને  યાદ કરી હાસ્યના દ્વારા સુખ પીરસ્યું ..દિનેશભાઈ પટેલે સચોટ રીતે લેખને રજુ કર્યો ,તો દિલીપભાઈની વાતમાં મૈલિકતા વર્તાણી ,પીનાકીનભાઈએ સુખને કર્મનું ફળ કહી સ્વીકાર્યું ,જયોત્સનાબેને શીઘ્ર ​કવિની જેમ ત્યાને ત્યાં લખીને રજૂઆત કરી,​ઉર્મિલાબેને દુઃખને બેંકમાં મુકવાનું કહી સુખની ચાવી  વહેંચી,સતીશભાઈ માં  છુપાયેલી આવડત બહાર આવી,કોઈ પણ વ્યક્તિ લખવાનો  સાચા હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  આમ નવા લેખકોએ પહેલીવાર હિમત કરી ઉંબરા ઓળંગ્યા ​અને કલમ ઉપાડી અને પ્રેક્ષકોએ એમને તાળીઓથી વધાવ્યા,જયશ્રીબેન મર્ચન્ટે ​તેમની પોતાની લખેલી “સુખની વિલા ની વાર્તાની રજૂઆત કરી ​.પરંતુ કહેછે ને કે દુઃખ ના અનુભવ વગર સુખ નો અહેસાસ નથી થતો એ વાત વાર્તામાં પુરવાર થઇ.સમય આગળ વધતો હતો પણ બધા જ અંત સુધી માણતા હતા,​રેડિયો જિંદગી વાળા જાગૃતિ બેને ​ પોતાની હાજરી આપી, વડીલોના આશિર્વાદ લઇ સુખ મેળવ્યું ​ અને “આવો મારી સાથેને” બદલે “હું તમારી જ સાથે” વાતને પુરવાર કરી પ્રેમને મુકતી ગઈ.નાસ્તાપાણી ની ઉજાણી ,ફોટા ,અભિવાદન સાથે સહુ છુટા પડ્યા,સાથે “પુસ્તક પરબના” પુસ્તકો ​ ​હોંશે ​હોંશે  ઘરે લઇ ગયા,સહુ સભ્યો  ઉત્સાહ સાથે આવ્યા અને સુખને સાથે લઇ ગયા અહી સુખ વાંચન બનીને આવ્યું તો કોઈને રજુઆતમાં સુખ વરતાણું , ​આમ શુક્વારની સાંજે બેઠકમાં સૌએ પોતાના સુખને શોધ્યું અને મેળવ્યું,અંતે બધે સુખ અને સુખ  વરતાણું .​એમ કહો કે સુખ છલકાણું …

અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા

બેઠકનું આયોજન -પ્રજ્ઞા દાદભાવાળા, અતિથિ વિશેષ= જયશ્રીબેન મર્ચન્ટ .
બેઠકનું બળ- પ્રતાપભાઈ પંડ્યા,વિશેષ મહેમાન -મહેદ્રભાઈ મેહતા.
બેઠકનું સંચાલન -પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.
તસ્વીર -રઘુભાઈ શાહ અને રાજેશભાઈ શાહ (news media )
રેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ sound -દિલીપભાઈ શાહ .
ભોજન -જયશ્રી શાહ ,વસુબેન શેઠ ,કુંતા શાહ ,નિહારીકાબેન શાહ ,ગૌરી ,જ્યોત્સના બેન.
_DSC0126

  સર્જક મિત્રોને પણ ખુલ્લુ આમંત્રણ

આવતા મહિનાના વિષયો – 

બેઠકનો  વિષય છે  ….“શુભેચ્છા સહ” ....

માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…..વાર તહેવારે શુભકામનાઓ પાઠવામાં આવે છે ને ? કોઈ ને શુભેચ્છા પણ વ્યક્ત કરવા શું  શું  કરો છો ? …તો આ શુભેચ્છા છે શું.?…બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send  કરી મોકલો।….. pragnad@gmail .com

તો મિત્રો આપની રજૂઆત 450 શબ્દો સુધી કરશો. –રજૂઆત માં સમય મર્યાદા છે. જે હાજર ન રહે તે પોતાનો લેખ 500  અથવા વધુ શબ્દો લખી મોકલશે  જે “શબ્દોનાસર્જન” પર મૂકી શકાશે,
ટાઈપ  કરી pragnad@gmail.com મોકલી શકેછે

.https://shabdonusarjan.wordpress.com/ 

તો મિત્રો સમજી ગયા ને  આપણા આવતા મહિનાનો બેઠકનો  વિષય છે  …
 “શુભેચ્છા સહ” ..….
Sahiyaru sarjan -Topic for October 2014
જુની આંખે નવા ચશ્મા – By Hemaben Patel
Article size is 1000 words Minimum
Last date to submit october 25, 2014
Please send typed matter in word document in shruti font 12 number
                                                         Please visit www.gadyasarjan.wordpress.com
                                                                  please send your article to
pragnad@gmail.com
 
                                                       
                                                                 Thanks
 
 
 

1 thought on “અહેવાલ-“બેઠક”માં ​”​સુખ​”​છલકાણું-09/26/2014

  1. ખરેખર !બેઠકે સુખને એક અવસર આપ્યો! જે આવ્યા તેણે માણ્યો. ..અને સુખનું સરનામુ લઈને ઘરે ગયા…એક યાદગાર સમય બની ગયો…વાગોળવાની મઝા આવેછે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.