ગૌતમ બુધ્ધ્ની વાર્તા “સુખીનું પહેરણ” હૈયામાં કોરાઇ ગઇ છે. દુનીઆમાં ખરેખર સુખી કેટલાં હશે? બિલ ગેટ્સ, વોરન બફે, મધર ટેરેસા, જેવા ગણ્યા ગાંઠ્યા લોકો જે પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દે અને આપવામાં જ ધર્મ સમઝે અને ખુશી રહે. દુનીઆમાં કેટલાં તવંગરો, જૂના ઘરમાં રહે છે અને જૂની કાર ચલાવે છે? મધર ટેરેસા જેવા કેટલાં છે જે નિસ્વાર્થે સેવા કરે અને એ જમાનામાં લેપ્રસી ચેપી રોગ કહેવાતો, એની પણ એમણે પરવાહ કદી ના કરી. એમને પણ કદી શારીરિક વ્યથા થઇ હશે અને સગા વ્હાલા, મિત્રો જોડે મતભેદ થયા હશે, છતાં તેઓ લક્ષ્ય પર જ ધ્યાન રાખી સ્વયમ સત્ચિત્ત,આનંદ બની જીવી રહ્યા.
એક સાધુની વાત યાદ આવે છે. એક યજમાને સાધુને ભિક્ષામાં ૫ રોટલા આપ્યા. જ્યારે સાધુ ખાવા બેઠા ત્યારે એક ભુખ્યા માણસને પડી રહેલો અને કણસતો જોયો એટલે એમણે ૨ રોટલા એને ધર્યા. પોતે ૩ આરોગ્યા. યજમાને આ જોયું અને સાધુની પ્રમાણિકતાની પરીક્ષા લેવાનું એમને મન થયું. યજમાને સાચુને પુછ્યુ “તમે કેટલા રોટલા ખધા?” સાધુએ કહ્યુ “૨”. યજમાન તો ગરમ થઇ ગયા. “અરે! સાધુ થઇને તમે જૂઠ્ઠૂ બોલો છો? મારી નજરે મેં જોયુ કે તમે ૩ રોટલા ખાધા.” “ભાઇ, મારા ખાધેલાને બીજી વાર ભુખ લાગે ત્યારે હું ભુલી જઇશ કે કેટલા ખાધેલા, પણ આ ગરીબ માણસ, જીવન ભર મેં એને ૨ રોટલા આપેલા એ હકિકતને યાદ રાખશે. જેમ તમે મને ૫ આપેલા એ હું પણ કદી નહીં ભુલુ.” આટલું કહી, સાધુ પોતાની મસ્તિમાં અલખ નિરંજન લલકારતા, રસ્તે આગળ વધ્યા.
સુખની ઓળખાણ દુઃખ, અને દુઃખની ઓળખાણ સુખ. જેમ રાત અને દિવસ, ઉન્નતી અને પડતી, ર્મિલન અને વિરહ, આકાશ અને ધરતી, પહાડ અને ખીણ. જન્મ અને મ્રુત્યુ, બેઉ એક બીજાના પુર્ણક. એકલું દુઃખ જ અનુભવ્યુ હોય તો સુખ કેવુ હશે તેની કલ્પના પણ કેવી રીતે કરાય? બેઉ સાથે જ ચાલે. તેથી, તટસ્થ રહીએ તો આનંદમાં જ વિહારાય.
સુખ એટલે આનંદની માનસિક ઓળખાણ. કહેવાય છે કે પહેલુ સુખ તે જાતે નર્યા. ભલે શરીરને મનની શક્તિથી કાબુમાં ઘણે અંશે રાખી શકાય પણ ૧૦૦ ટકા તો નહીં જ. પરમ યોગીઓને પણ અનેક જાતની વ્યાધીઓથી પિડાતા જોયા છે પરંતુ તેઓ સમઝે છે કે જેમ આ દેહ નિશ્ચિત સમય માટે મળ્યું છે તેમજ આ વેદના પણ ક્ષણભંગુર છે, અને સુખની પણ એક ઝલક માત્ર જ છે. તેથી સ્થિતપ્રન્ન જીવો સુખનો ગર્વ નથી કરતા અને દુઃખમાં વિશાદ નથી કરતા. આપણું તન અને મન તંદુરસ્ત રાખીએ તો પરાધીન થવાનો વખત ભાગ્યે જ આવે અને સુખનું બીજું સ્વરુપ છે સ્વતંત્રતા.તમારી પાસે શું છે અને શું નથી કે તમે કયા સંજોગોમાંથી પસાર થયા છો એ તમને સુખી કે દુખી નથી બનાવતા, પરંતુ, એ વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને તમે કઇ દ્રશ્ટીએ વિચારો છો તે વિચારો ત્રાજવાંમાં તોલીને સુખ દુઃખની અનુભુતિ આપે છે. આખરે, પોતાના મનની સમતુલા જ આપણને સુખી કરી શકે.
માગ્યા વગર જે મળે તેને જો પ્રભુની ક્રુપા માનીએ તો સુખ. જ્યારે તમે જે વિચારતા હો તે જ તમારા કથન અને કર્તવ્યમાં આવે ત્યારે તમારી સચ્ચાઇ તમારુ પરમ સુખ બને. બીજાની સમ્રુધ્ધી જોઇ ખુશ થાય અને પોતાની લઘુતાને પણ, સંતોષ તથા આનંદથી સ્વિકારે તે સુખી. દરેક ક્ષણમાં જે સારું જુવે તેનો અરિસો સુખ. પોતાની ભુલોનો સ્વિકાર કરી, માફી માંગે અને ફરી એવી ભુલો ના કરે તેની કાળજી કરે એ સ્વભાવની સરળતા અને તે સુખની ચાવી. જ્યારે ઉન્નતીના પથ પર હોઇએ ત્યારે પણ બધા જોડે વિનમ્રતાથી વર્તવુ, કારણ, વિનમ્રતા સુખનું અણમોલ સાધન છે.
સાંભળ્યુ હશે “હસે એનુ વસે” અને “સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઇ”, ફૂટ્સ્ટેપ્સ વાંચ્યુ હશે. કેટલી સાચ્ચી વાત? બધાને પોતપોતાની સમસ્યાઓનો ભાર હોય છે. સ્વજનો અને સાચા મિત્રોમાં વસતા પ્રભુનાં અંશ સિવાય કોઇ તમારા કપરા સમયમાં તમારો સાથ નહી દે. દરેક ઘડીએ જે થાય છે તે સારા માટે જ થાય છે એવી શ્રધ્ધા રાખી અચાનક આવી પડેલી દુઃખદપરિસ્થીતિને પી જવાથી શિવનો અનુભવ થાય છે.
સુખના પ્રકાર ઘણા. ક્ષણિક આનંદ—એક કેંડી મળી.
દિવસનો આનંદ — મનગમતુ ભોજન આરોગ્યુ.
અઠ્વાડીઆનો આનંદ – સરસ કાર્યક્રમ જોયો, લગ્ન થયા – નવી વહુ નવ દિવસ – અઠ્વાડીઆનો પગાર મળ્યો
મહિનાનો આનંદ – સરસ કાર્યક્રમ કર્યો,
વર્શોનાં વર્શોનો આનંદ – બાળકોની પ્રગતિ નિહાળવાનો લ્હાવો
ચિરંજીવી સમયનો આનંદ – જેને આપણે પ્રેમ આપ્યો, મદદ કરી તેઓના સ્મિતની સ્મ્રુતિ.
કુંતા શાહ
સુખનાં પ્રકાર સુંદર રીતે સમજાવ્યા છે.
LikeLike
ઘણા લોકો સુખુ છું સુખી છું કરીને પોતે કેટલો દુખી છે તે કહેવરાવે છે. માનસિક શાંતિ જ સુખને ખેંચી લાવે છે.
સરસ રીતે સુખના પ્રકારો વર્ણવ્યા છે.
LikeLike