સુખ એટલે-(10)જયવંતીબેન પટેલ

jayvantiben” સંતોષી નર સદા સુખી ”    સુખ  એટલે સંતોષ, સ્નેહ, સરળતા, શાંતિ, સ્થિરતા, સૌમ્યતા, સુમેળ  અને સાધુતા, ક્યાંય મનની અશાંતિ ન હોય  ત્યાં સુખ.
ઘણી વખત ઘરમાં ખૂબ જાહોજલાલી હોય છતાં મન દુઃખી રહેતું હોય, તો એ જાહોજલાલી શું કામની? માણસનું મન ઉદ્પાદીયું છે, કંઈક ને કંઈક શોધી કાઢે અને તેની આડમાં દુઃખી થયા રાખે.દરેક માનવીએ મનને ખરેખર કેળવવાની જરૂરત હોય છે.  આપણને મળેલી કુદરતી શક્તિઓને આપણે  જ મર્યાદિત કરી દઈએ છીએ.  અભ્યાસથી એક માણસ અથવા મજુર પાંચ મણનો બોજો પીઠ પર નાખી ફર્લાંગ બે ફર્લાંગ જઈ શકે છે  અને આપણે દસ કીલો વજન ઉચકવાનું હોય તો થાકી જઈએ છીએ, કારેણકે આપણે શરીર પાસેથી, એ રીતનું કામ નથી લીધુ,  પણ તેની પાસેથી કામ લેવા માંડીએ તો એ ચોકકસ કરી શકે.  શરીરનું છે તેવું મનનું છે, બુદ્ધિનું છે, ચિતનું છે, ઇન્દ્રીઓનું છે. એક વિદ્યાર્થી સિનેમાના ઘણાં બધા ગીત યાદ રાખી શકે છે,  પરંતુ પાઠ્યપુસ્તકની કવિતાઓ  કે સંતોના પદો, પ્રાથનાઓ, શ્લોકો યાદ રહેતા નથી, કારણકે તે માટે જે ઊત્સાહ, ખંત, લગન જોઈએ તે તેની પાસે નથી  – તેને તેમાં રસ નથી,  એની શક્તિને એવે માર્ગે વાળવાનો તેને દૃઢ ભાવ થતો નથી કે જે માર્ગ તેને શાંતિ, આનંદ, સંતોષ, અને સ્થિરતા આપી શકે,  જીવનને  સુખી બનાવવું હોય તો આટલી વસ્તુ જરૂર કેળવવી પડે.

એક નાની વાત કહું!   એક ભાઈએ માનતા રાખી અને તે પૂરી કરવા અમુક ભૂખ્યા ગરીબ લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ – મીઠાઈ વાળાની દુકાનેથી બુંદીના લાડુ અને ગાઠિયાના 51 પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડયો. થોડાંક પડીકાં રસ્તામાં આવતાં જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણકે ત્યાં અથવા મંદિર પાસે વધારે ભીખારીઓ મળી રહે. ત્યાં લારીઓની થોડેક દુર એક ભિખારણ બે નાના છોકરાઓને લઈને બેઠી હતી. પેલા ભાઈએ તેની નજીક જઈ વ્યક્તિ  દીઠ એક એક એમ ત્રણ પડીકા આપ્યાં અને ચાલવા માંડયું  એટલે પેલી બાઈએ બૂમ પાડી,” ઓ સાહેબ, અરે ઓ શેઠ, ઊભા રહો “પાસે આવીને તેને કહે, કે સાહેબ, તમે ત્રણ જણના ત્રણ પડીકાં આપ્યા, પણ આ મારો નાનકો તો હજુ સાત મહિનાનો થ્યો છે,  ઈ કેમનો ખાઈ શકવાનો? લો આ એક પડીકુ પાછું લઇ જાવ,  કોઈ બિચારા ભૂખ્યાને કામ લાગશે .પેલા ભાઈની આંખમાં આસું આવી ગયા  – કેટલી ઈમાનદારી!  છતાં તેની પરીક્ષા કરવા પૂછયું, ” જો આ પડીકુ તે તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત,  સાંજે તું શું ખાઇશ ?  છોકરાને શું ખવડાવીશ ?તેણે હાથ જોડી જે જવાબ આપ્યો, તે સાંભળીને તેના ચરણસ્પર્શ  કરવાનું મન થઇ જાઇ. તેણે કહ્યું કે શેઠ, સાંજની  કે કાલની ચિંતા કરવાનું કામ મારું નથી, ઉપરવાળાનું  છે. તે જે આપે છે તેટલુંજ  મારું છે. જો મારા નસીબમાં હશે તો, અહીંજ ઝાડ  નીચે બેઠાં  બેઠાં પણ, તમારા જેવા કોઈ ગાડીવાળાને નિમિત બનાવીને પણ અમારું પેટ ભરસે, પણ તે માટે હું બેઈમાની તો નહિજ કરૂ. મારા નસીબનું હશે તેટલું  જ મને મળશે, નહિતર તમે આપેલું આ પડીકું પણ કોઈ કુતરું કે કાગડો આવીને ખુચવી જશે.

કેટલો સંતોષ !.

આને સાચું સુખ કહેવાય –  પ્રમાણિકતા, દીર્ધ સંતોષ  અને ભગવાન પર પૂરી શ્રદ્ધા  – સુખી થવાની ચાવી છે.

જયવંતીબેન  પટેલ

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જયવંતીબેન પટેલ, સુખ એટલે and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to સુખ એટલે-(10)જયવંતીબેન પટેલ

 1. RAJESH SHAH says:

  Really Thought Provoking presentation of subject matter.

  Like

 2. પ્રમાણિકતા, દીર્ધ સંતોષ અને ભગવાન પર પૂરી શ્રદ્ધા – સુખી થવાની ચાવી છે.

  તદ્દન સાચી વાત છે .સંતોષી નર-નારી સદા સુખી .Honesty is the best policy.

  ભગવાન ઉપર શ્રધા રાખનાર કદી દુખી થતો નથી .

  Like

 3. Kalpana Raghu says:

  તમે આપેલું ઉદાહરણ સુખના તમામ લેખોમાં ઉત્તમ છે.એ ગરીબ બાઈ ગુરુ બનવાને લાયક છે.ખુબ ઊંડું ગ્ન્યાન આપી ગઈ.ચરણ સ્પર્શ. ગુરુને કોઈ આશ્રમમાં શોધવાની જરૂર નથી હોતી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s