“શબ્દોનું સર્જન ” બ્લોગ માટે ખાસ તૈયાર કરીને સુખ-દુખ વિશેની મારી એક
કાવ્ય રચના સૌ પ્રથમ આપને મોકલું છું. મને આશા છે આપને અને વાચકોને
એ ગમશે।
સાર, સસ્નેહ,
સુખ – દુખ નું કાવ્ય ….. વિનોદ પટેલ
જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ
ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે
ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે
પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે.
જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જોવાય છે
તો ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.
સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે
જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે
દુખના અંધકારમાં આભમાં તારાઓ દેખાય છે
તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે
સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે
દુઃખમાં તારાઓ ભાવી સુખની નિશાની છે .
જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે
સુખ યા દુખ એ જીવન સિક્કાની બે બાજુ છે
સુખી થયા , ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.
દુખી થયા , દુખ ના કરો, દુખ પણ કાયમી નથી.
વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા
જીવન ખરેખર ચગડૉળ જેવું જ છે. વિનોદભાઈએ ખરેખર સારી સરખામણી કરી છે. સુખ-દુખને ધુપ-છાંવ અને વરસાદ-દુકાળ સાથે પણ લોકોએ સરખાવ્યા છે પણ ચગડોળ વધારે બંધબેસ્તી કલ્પના છે.
LikeLike
ભાઈ શ્રી વિનોદભાઈ
ખુબ સારી સરખામણી કાવ્યમાં કરી છે. સુખમાં ગર્વ ના કરવો અને દુ:ખમાં મુંઝાઈ ના જવાય એ જ યાદ રાખવાનું છે.
ફૂલવતી શાહ
LikeLike
જીવનનું સત્ય સરસ સમજાવિયું છે.
LikeLike
jeevan toh maya hai ; aati jaati chhaya hai …
kabhie sukh toh kabhie dukh,
ise kaun samajh paaya hai !
jisne bhi santosh ki alakh jagai hai,
jeene ka maza usne hi paaya hai…
naa dukh ka karo ghum ; naa hi khushi pe itraao
yeh chalenge dhoop-chhaon ke jaise
jisne bhi yeh maana woh sayana hai…
LikeLike
સમય જતાં ભૂયકાળના દુઃખનાં ઘા રૂઝાઈ જાય પણ ઘાની નિશાની હંમેશાં દુઃખની યાદ અપાવતી રહે અને આજના સુખની ખરી કિંમત સમજાય.
LikeLike
dukhma tarao bhavi sukhni nishani che.evo hakaratmk abhigm saday rahe.
LikeLike