અરર આ મારા માસીનું શું થાશે ?(8)-પ્રજ્ઞા દાદભાવાળા

     pragnaઅરર આ મારા માસીનું શું થાશે ?

 

મિત્રો ઘણી વાર આપની આજુબાજુ એવી વ્યક્તિઓ રહેતી હોય છે જેને આપણે ભૂલી શકતા જ નથી। …….હા આવા છે મારા બાજુવાળા માસી। .. મિત્રો મારે તો આજે  તમને મારા બાજુવાળા માસીની વાતો અને અરર શબ્દના પ્રયોગની વાત કરવી છે  આમ તો મારા માસી ખાસ ભણેલા નથી પરંતુ અરર શબ્દ નો વારંવાર પ્રયોગ  કરે છે એમના દરેક હાવભાવ ,લાગણી ,સંકેતો  ચેષ્ટા ,ભાષા જે કહે તે અરર જ છે  અને તેમના દરેક વાક્ય એમના અરર શબ્દ્થીજ શરુ થાય..એટલું જ નહિ ઊંઘમાં પણ અરર બોલે છે અને જબકીને જાગે ત્યારે અરર જ ઉદગાર નીકળે છે…   એટલે અરર માસી તરીકે જ ઓળખાય છે.. …સવારથી સાંજ સુધી વિવિધ ઉપયોગ કરી અરર શબ્દને એમણે ખુબ કસીને વાપર્યો છે અને હજી વાપરે છે.સવાર ન પડે ત્યાં દુધવાળા ને કહે છે અરર રોયા  આટલો મોડો કેમ આવે છે ?આ તારા કાકા ચાની રાહ જોઈ ને બેઠા છે !અને જેવું તપેલું આપે કે તરત તાડુંકે અરર અલ્યા પાણી કેટલું નાખે છે ? અને જેવા પૈસા આપે કે બડબડ કરે અરર આ મોઘવારી  એ તો માજા મૂકી છે આ નરેન્દ્રભાઈ કૈક કર તો સારું ! અને બસ સવારના અરર ના ઘંટ નાદ આખી સોસાયટીમાં  સંભળાય છે..  એમના આ અરર ના ઘંટ નાદ થી આખી સોસાયટી ત્રાસી છે,… એના છોકરાવ ઉઠે નહિ એટલે મંડે બુમો પાડવા।. અરર હજી તમે સુતા છો? ભણશે કોણ ? અને કાકા ને બુમો મારતા કહે છાપુ જ વાંચશો તો અરર  કામે કોણ જશે ?  ચા નાસ્તો કરતા કે રસોઈ બનાવતા એ બધાને અરર થી નવાજે છે ,અરર આ શાકવાળા તો જુઓ લુંટવા જ બેઠા છે ,અને અરર આ ચોખામાં કાંકરા  કેટલા છે ? એમના બધાજ ઉદગારનો એક જ શબ્દ છે અરર …..એટલે થી ન અટકતા માસી ખુશી પણ અરર થી વ્યક્ત કરે છે.ઘણી વાર અરીસામાં જોઈ ને પોતાના વખાણ કરતા કહે .અરર લે તમે તો આજે એવા લાગો … એવા લાગો .કહી હરખાય   હવે ગઈ કાલની જ વાત કરું  મને કહે અરર હુંય કેવી છું  તને મારી નવી સાડી દેખાડું , અને કાકા સાથે જગડે ત્યારે પોતાનો ગુસ્સો પણ માસી અરરથી જ  વ્યક્ત કરે થી જ કરે…. મને કહે અરર મારા નસીબ ફૂટયા કે હું હજી આંમની  સાથે છું..માસીની સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,બાજુવાળાની છોકરી ટુંકા કપડા પહેરે એટલે કહે અરર આ લાજ શરમતો નેવે મૂકી છે, અને કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.પણ ચોર કોટવાલને દાટે ની જેમ માસી કહેશે અરર આ ક્રિકેટે તો બસ દાટ વળ્યો છે મારી બારીના એકય કાંચ રહેવા નથી દીધા…. કહી બધા પાસેથી હવાલદારની જેમ પૈસા ઉઘરાવે।..કોઈ પણ વેપારી પાસે ભાવતાલ કરવવામાં માસી હોશિયાર છે અને હિન્દી બોલવાના ભારે શોખીન પણ। .ખૂબીની વાત એ છે કે અરર શબ્દને એ હિદી વાક્ય રચનામાં વાપરી શકે છે… અરર “મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”; અને પછી થોડા કુણા પડી ને કહે.. અરર પણ  થોડા ઘણાં તો વાજબી દો ..બાજુમાં ઉભા કાકા  અને બાળકો હશે એટલે માસી કહેશે  અરર। .કયા કરું  મુઝે ઝ્યાદા હિન્દી બોલને કી ટેવ નહિં હૈ ના, ઇસીલિયે યહ બચ્ચે લોગ દાંત કાઢતે હૈ!!”  અરર યે આડી અવળી બાત જાને દો  હો… પહેલા ભાવ કિતના ઓછા કર્યા એ કહો। ..એ તમારા કાકા બસ મેરે પર મજાક કરનેકા બહાના ચાહીએ ,અરર કહું છું  ક્યારે શુધરશો ? હા માસીને  એમના પતિ સાથે સાત ફેર લીધા પછી પણ સાત જન્મનું જાણે વેર જ છે એમને કાકાની ચા ,કાકાનું છાપું એટલુજ નહિ મૌન સાથે પણ વાંધો  છે…કાકા ઘરમાં ઝગડાને ટાળવા ટી વી.જોવે  ન  બોલે તો કહે છે અરર હવે મૂંગા  રહેશો કે વાત પણ કરશો। . અરર...તમને શરમ નથી આવતી!! આ ઉમરે છોકરીઓના લટુડા પટુડા જોયા કરો છો …. સત્યાનાશ જાય એ સિનેમાવાળાઓનું.”  અરર મારે તો કોની સાથે વાતો કરવી ,અને ઉભરો ઠાલવતા કહે છે.. અરર હું કોની સાથે બોલું એમને તો વાતો કરવાની ટેવ જ નથી  અને કાકા જો બોલ્યા તો માર્યા જ સમજો।.. પટ કરતા માસી કહે હવે મુંગા રહો તો સારું। ……માસીની ઉમર હવે મોટી થતી જાય છે દાદરા માંડ માંડ ચડે પણ ચડતા બોલતા જાય અરર  આ ઢીચણ નો ધુખાવો તો બસ ખુબ ત્રાસ આપે છે..એમાં એક દિવસ એવું થયું કે કાકાને શું સુજ્યું કે એક કુતરો પાળ્યો । કુતરો આવતા વેત માસીની ની જાણીતી ટેવની જેમ કુતરાનું સ્વાગત… અરર આને કોણ લાવ્યું ?….કહી માસી એ કર્યું ,કાકા કહે શાંતિ રાખ  પણ માસી તો આ અરરથી  બુમરાળ માંડી કાકા બિચારા માસીને સમજાવે કે આ  તો બિચારૂ મૂંગું જાનવર છે પડ્યું રહેશે તને શું આડું આવે છે. ..પણ માસી એકના બે થાય નહિ  માસી કહે…. અરર આ અને અહી….. કોઈ હિસાબે નહિ  …બસ પછી તો ઝગડો શરુ। .માસી એ  જયારે જાણ્યું કે  આ કુતરો રૂ. ૩૦૦૦ નો આવ્યો છે ત્યારે તેણે કાકાને , આ કુતરાને અને આ ઘરને, ત્રણેયને માથે લીધા. એ એમ કે’વા લાગ્યા કે અરર ‘હું ત્રણ વર્ષથી 200 રૂપિયાની સાડી માટે ટળવળું છુ ને તમે આ ૩૦૦૦નુ બામજનાવર લઇ આવ્યા’ એમ કહેતા માસી ચાલુ થઇ ગયા .માસી બુમાબુમ કરે અરર આને કોઈ કાઢો મને ક્યાંક કરડી ખાશે।..  અરર મને હડકવા થશે તો.?.. મારે આ સાત ઇન્જકશન  લેવા પડશે એતો વધારાના ,હું કહું છું  આને ક્યાંક મૂકી આવો। .એક્વારતો કાકાને માસી એ ધમકી પણ આપી કે આ અહિ  રહેશે તો હું નહિ। …પણ કાકા એકના બે થાય નહિ અને કાકી મુંગા રહે નહિ …કાકાને તો મિત્ર મળી ગયો , કાકા એ ધોતિયું છોડી જીન્સ પહેરવા માંડ્યા ,તમે સમજી જ ગયા હશો કેમ ? (આ ટોમી મોઢામાં ધોતિયું ખેચે તો શું થાય )પણ માસી કહે અરર… તમને આ ઘરડે ઘડપણ શું સુજે છે જરાય શોભતા નથી. હવે કાકાને વાતો કરવા મિત્ર મળ્યો ..એક દિવસ કાકા કુતરાને કહે  આને શું હડકવા થવાનો અખો દિવસ ભસ  તો કરે છે હડકવા હોય અને થોડા થતા હશે , ટોમી દોસ્ત તું જલસા કરને એની સામે ન જોતો ,આ જો 42 વર્ષથી સાથે રહું છુ ને એમ તું પણ ટેવાઈ જઈશ માત્ર એને  વતાવતો નહિ…માસી આ કુતરાને સ્વીકારવા તૈયાર થાય નહિ અને મુંગા  રહે તો  એ “અરર” માસી કહેવાય  નહિ.. .. અને કાકા કુતરાને ભેગોને ભેગો રાખે…. હવે રોજ સવારે છાપુ ઉઠાવીને ,કૂતરો કાકાને આપે કાકાને તો ફાવતું જડ્યું ,કુતરો હવે તો  આ ફૂલફટાક તે ડૉગી બની ગયો છે કુતરા નુ માન સન્માન દિવસે દિવસે વધતુ જતુ  હતું  ..માસીની વેણી ને બદલે કુતરા માટે ખાસ બ્રાન્ડની બિસ્કીટ આવવા માંડી  માસીને હવે પોતાનું સિહાંસન ડોલતું દેખાવા માંડ્યું છે …ધીરે ધીરે કુતરાએ પોતાનું સ્થાન જમાવી  લીધું કે વાત ન પૂછો। .તમને ખબર છે હવે..તો ટોમી  કાકા સાથે પલંગમાં પણ સુવા માંડ્યો છે..એટલુજ નહિ શીયાળાની રાત્રીએ ઠંડીથી બચવા  કાકા કુતરા સાથે જ  ગોદડા ઓઢીને સુતા હતા અને મીઠી નીંદ્રાની મોજ માણતા હતા…બગીચામાં પણ કાકા કુતરો સાથે ચાલે અને માસી બીચાળા પાછળ બડબડ કરતા પાછળ ઘસડાય  ..અને બોલતા જાય અરર મારી તો શું હાલત કરી છે આ કુતરાએ।..ભૂલી ગયા  પરણ્યા પહેલાં તમે મારી પાછળ પાછળ ફરતા હતા… ટોમી રોયા જોજે તારોય વારો આવશે।…પણ કહે છે ને કે વીનાશકાળે વિપરિત બુધ્ધી. માસીની મતી ફરી ગઈ હતી.અને એક દિવસ લાગ જોઈ કાકા બહારગામ ગયા એટલે માસી કુતરાને લઇ દુર જંગલમાં મૂકી  આવ્યા અને હરખાતા હરખાતા  નિરાંતે હીંચકે બેસી સપના જોવા લાગ્યા ,કાકા સાજે એ આવશે અને અમે નિરાતે હિચકે બેસ્સું ,અમારી વચ્ચે પેલો ટોમીડો નહિ હોય….  એ વેણી લાવશે અને હું અને મારાએ ગીતો  ગાશું।…

ડાળી પર કોયલ અને કોયલના ટહુકા। …

અને ટહુકે ટહુકે જાણે પ્રીતમની પધરામણી। .

અને અરર ભાઈ હું કેવી રે શરમાણી। …

ત્યાં તો ડોર બેલ વાગે છે ,માસી હોશે ગયા દરવાજો ખોલવા  અને દરવાજો ખોલતા સામે કાકા સાથે ટોમી ઉભો ભાળ્યો અને માસી બરાડ્યા અરર રોયા તું કેમ પાછો આવ્યો? , કોઈ કહે એ પહેલા તો કુતરો એ છાતી ફુલાવી પોઝીસન લીધી બે પગ પાછા વાળી કરી ઉભો રહ્યો જીભ સળવળી જડબા ખોલ્યા, માસીના મનમાં દ્રાસકો પેઠો માસીને પસીના વળવા માંડ્યા થરથરી ગયા છાતી હાંફવા માંડી અને તરડાતે અવાજે બોલ્યા અરર માંડી કોઈ બચાવો।..કાકા કહી કહે કે કરે  તે પહેલા  નારાજ  ટોમીએ . ભો….ભો…. ભો….ભો…. ભો….ભો…. ભો….ભો…. તેણે  ત્રણે લોક અને દશ દિશાઓ તેના સુરીલા અવાજ થી ગજવી દીધા અને કાકા કહી કહે તે . પહેલા ટોમીએ માસીને કરડી ખાધા। ..  માસીએ બુમાબુમ કરી મૂકી। અરર ..અરર.. થી ઘર ગાજી ઉઠ્યું ..હું કહું છુ કોઈ ડો. ને બોલાવો અને અરર આ કુતરાને બાંધો તો ખરા !  કાકા એ ડૉ ને ફોન કર્યો અને કુતરાને ખેચી રૂમમાં પૂરતા બોલ્યા  તને કહું હતું ને શાંતિ રાખજે।….અને કોઈદી ન બોલનારા કાકા ના મોઢામાંથી શબ્દ સરી  પડ્યો અરરર.. ટોમી દીકરા તે આ શું કર્યું। ..અરર  તે આ શું કર્યું ? તને કહું હતું  ને એના થી દુર રહેજે। .કરડતો  નહિ લે હવે ખા સાત ઇન્જકશન નહિ તો તનેય એની જેમ હડકવા થશે ….ત્યાં તો માસી બરાડ્યા .અરર .મારું તો કૈક કરો। .અરર  હવે મારું શું થશે……

 

pragnaji -પ્રજ્ઞા દાદભાવાળા

13 thoughts on “અરર આ મારા માસીનું શું થાશે ?(8)-પ્રજ્ઞા દાદભાવાળા

 1. વાંચવાની ખુબ મઝા આવી ગઈ.માસી નું શબ્દ ચિત્ર બહુ રમુજી છે. માસી સો વર્ષ નાં થશે.
  ફૂલવતી શાહ

  Like

 2. માસી સો વર્ષ નાં થશે! વાંચવાની ખુબ મઝા આવી ગઈ.માસી નું શબ્દ ચિત્ર બહુ રમુજી છે.
  ફૂલવતી શાહ

  Like

 3. પ્રગ્ન્યાબેન,દરેક વાંચકને અરર! માં ડુબાડી દીધા,હવે અરર! વિષે આ માસીએ કંઈ બાકી રાખ્યું નથી.અરર!શું થશે બીચારા બેઠકવાળા નું?

  Like

 4. વાહ, મજા આવી ગઈ . ઘણા સમયે હાસ્ય દરબાર માં પહેલાં જેવું નિર્મળ હાસ્ય ખીલી ઉઠ્યું !

  પ્રજ્ઞાબેનને એક સાહિત્યના જીવ તરીકે હું બરાબર જાણું છું .એમની સાથે ફોનમાં અવાર નવાર વાત પણ થતી હોય છે ,

  પરંતુ એમનામાં અરરર હાસ્યનો કીડો પણ સળવળે છે એ એમનો આ લેખ વાંચ્યા પછી ખબર પડી.

  એમનો આ હાસ્ય લેખ વાચ્યા પછી યુ-ટ્યુબમાં પ્રખ્યાત પેલાં કેનિયા માસી યાદ આવી ગયાં .

  આ લેખનો અંત મજાનો છે અને એમાં પતી-પત્ની સંબંધ વિશેનો કટાક્ષ પણ છે .

  કુતરો લાવ્યા એટલે કાકાને ધોતિયું કાઢીને જીનનું પેન્ટ પહેરવા તો મળ્યું !

  Like

 5. હાસ્યરસ, શૈલી, મૌલિકતા વગેરે સુંદર. અભિનંદન! જોડણી અને ફકરા યોગ્ય કરો તો સાહિત્યના ઉચ્ચ કક્ષાના સામયિકમાં પ્રગટ થઈ શકે તેવો હાસ્ય લેખ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.