અરરરર ! (2)-પદ્માબેન કનુભાઈ શાહ

અરરરર !

કૌરવ   અને  પાંડવ  જુગટુ રમતા દાવ પર દાવ હારજીતમાં ચડસે ચડ્યા,દુર્યોધન મામા શકુની ની ચાલબાજી પ્રમાણે કાવાદાવાથી રમવામાં એક પછી એક દાવ જીતતો ગયો અને પાંડવો દાવ હારવા લાગ્યા, પાંડવો એમના રાજવી પોષાક,એમના પહેરેલા જરઝવેરાત હાર્યા અને છેલ્લે એમણે એમની પત્ની દ્રૌપદી ને હોડમાં મુકી ,છેવટે તેઓ દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા.

મહારથી  દાદા ભિષ્મ પિતામહ તેમજ અન્ય ભાઈઓ કાકા મામા અને વડિલ ગુરુઓ થી ભરેલી સભામાં અહંકારી દ્દુષ્ટ દુર્યોધન એના ક્રૂર સ્વભાવ મુજબ એણે દુર બેઠેલી દ્રૌપદીને સભા વચે ખેંચી લાવવા દુશાસનને હાંક મારી ‘હે દ્રૌપદી! તારા પાંચ પતિઓ તને હોડમાં હારી ગયા છે હવે તુ મારી દાસી છે ”

પાંડવ પત્ની દ્રૌપદી રજસ્વલા હોવાથી એકબાજુ પર બેસી એમના પતિના સામુ જોઈ રહી હતી.બાણાવળી અર્જૂન એને સહાય જરૂર કરશે તેવી આશા હતી, દાદા ભિષ્મ પણ દુર્યોધનને એના વર્તાવ માટે રોકશે એમ માનેલુ,પણ દાદા પણ કાઈ બોલ્યા નહિ કારણ કે તેઓ દુર્યોધનનું લૂણ ખાતા હતા ,દુર્યોધન ભરી સભામાં સતી દ્રૌપદીને બીભત્સ ગાળો દેવા લાગ્યો,સાથળ ઠોકિને ખોળામાં બેસવાનુ કહેવા લાગ્યો,”હવે  તો તું મારી દાસી છે ”આ શબ્દો સાંભળી દુશાસન ભારીસભા મધ્યે દ્રૌપદી ને ખેચી લાવ્યો,સતી દ્રૌપદી નિસહાય બની ચીસો મારી.

હે કૃષ્ણ !હે કૃષ્ણ !હે મારા વીર !ભાઈ!તમારી બેન દ્રૌપદી ની વ્હારે આવો,હે  મારા તારણહાર ભાઈ !આ દુષ્ટ કૌરવ દુશાસન થી મારી લાજ બચવો,અરરરર ભરી સભામાં સૌના મુખેથી ઉદગાર નીકળ્યા,સૌ નિસહાય થઇ આ દ્રશ્ય જોઈ રહ્યા,કોઈનો  પણ વિરોધ નો અવાજ ના નિકળ્યો ,પાષાણની  માફક ભરી સભા સ્તબ્ધ બની ગઈ,

અને ત્યાંજ સૌએ કૌતુક ભરી દ્રષ્ટિથી નિહાળ્યું કે બેન દ્રૌપદીની પોકાર ભાઈ કૃષ્ણએ સાંભળી,બેન દ્રૌપદીની સાડી જેમ જેમ દુશાસન  ખેચતો ગયો ખેચતો  ગયો તેમ તેમ સાડી વધવા લાગી,ભાઈ શ્રી કૃષ્ણ એ બેન દ્રૌપદીને નવસો નવ્વાણું ચીર પહેરાવ્યા,બેન દ્રૌપદી ની લાજ બચાવી,દુશાસન નવસો નવ્વાણું ચીર ખેંચતા ખેચતા થાકી ગયો, પરસેવા થી રેબઝેબ થઈ ગયો,એના હાથમાંથી સાડી સરકી ગઈ,થાકી જઈ બેસી પડ્યો, ભરી સભામા સૌના મોંમાથી ચિત્કાર નિકળ્યો,અરરરર ધિક્કાર છે આ દંભી કૌરવોનો પિતા ધૃતરાષ્ટ્ર  છે જે આખે અંધ અન્યાયી અને લોભી પિતા,આંખે દેખવા છતાં પાટા બાંધી અંધ રહેનાર માતા ગાંધારી ના પુત્રો સૌ કપટ કરનારા બુધ્ધી મા અંધ નિકળ્યા,અરરરર !

 

પદ્માબેન  કનુભાઈ   શાહ

સનીવેલ

 

4 thoughts on “અરરરર ! (2)-પદ્માબેન કનુભાઈ શાહ

  1. Padmaben, I am impressed with your choice of topic for Ararara… . My congratulations ! You have described the event in such a realistic details that you should be given a Ph.D. in Narration. It is an art to describe something accurately and unambiguously. You are master of it ! With best wishes and warmest regards,

    Like

  2. પાંડવો પૈસા, રાજપાટ બધું હારી ગયા પછી, દ્રૌપદીને જુગારના દાવમાં મુકી એ તો બધા જાણે છે, પણ, સામે પક્ષે જુગાર રમતા દુર્યોધને શું મુક્યું……… તેની પત્ની મુકી હતી કે નહીં, દાવમાં તો સરખે સરખું હોયને…!!!! તે ક્યાંય વાંચ્યું પણ નથી અને કોઈ ભાગવત કથાકાર પાસેથી સાંભળ્યું પણ નથી…….!!!!!! કોઈ પ્રકાશ પાડશો….????

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.