મિત્રો જયારે તમે તમારા વિચારોની શાંતિથી ત્રાસો છો , ત્યારે તમે બોલો છો . અને બોલવાની કે રજુ કરવાની તક નામળે ત્યારે વિચારો પાંખો ફફડાવે છે પરંતુ એનો સહેલો ઉપાય એક જ છે જે ઘણા વર્ષો પહેલા (૧૭ મી સદી મધ્ય)માં એક કવિએ અપનાવ્યો હતો જેનું નામ હતું અખા ભગત -અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. મૂળ વાત પર આવું આપણા બે એરિયાના અખા એટલેકે દાવડા સાહેબ મોર્ડન સમાજની પીઠ પર સરસ ચાબખા માર્યા છે.અને વાસ્તવિકતાને સરસ રજુ કરી છે….હા એમના વિચારોને હવે વિહરવા મળ્યું છે તો જોઈએ દાવડા સાહેબ કેટલા છપ્પા લખે છે ?પણ અત્યારે તો જેટલા લખ્યા છે એને માણો।… .
સંબંધોના છપ્પા
દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,
સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,
રોજે રોજ સંબંધ બદલાય, મૂળ સંબંધમાં લાગી લાય.
કાકા મામા અંકલ થયા, મામી માસી આંટીમાં ગયા,
કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,
દાવડા સંબંધોની ચોખવટ, લાગે સૌને ફાલતુ ઝંઝટ .
દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,
અર્ધા ભાઈ ને અર્ધી બહેન, હવે નથી એ મારો વહેમ,
બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.
સંબંધની વ્યાખ્યા બદલાઈ, નથી જરૂરી કોઈ સગાઈ,
સંબંધો સગવડિયા થયા, નફા તોટાના હિસાબે રહ્યા,
સંબંધોની ન રહી કોઈ જાત, નાત જાતને દીધી માત.
ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,
દાવડા સરકારી કાયદો ફરે, પાંચ વર્ષનો કરાર જે કરે,
ઇન્કમ ટેક્ષમા છૂટ અપાય, જેથી થોડા સંબંધ સચવાય.
-પી. કે. દાવડા
***************************************************