અહેવાલ -બેઠક ​-કવિ કલાપી યાદી ઝરે છે આપની …..

_DSC05911-દર્શના નાટકરણી

_DSC0633

કવિ કલાપી યાદી ઝરે છે આપની …..
25મી જુલાઈ ના ઇન્ડિયા કોમયુનિટી  સેન્ટર મિલ્પીટાસ  કેલીફોર્નીયા ખાતે મળેલી બેઠકે કલાપી ના અક્ષર દેહને જીવિત કર્યો …,………
(જયવંતીબેન  પટેલ ,કલ્પના શાહ ,પ્રજ્ઞાબેન દાદભાવાળા  રાજેશ શાહ)

_DSC0607જિંદગીએ કવિ  કલાપી સાથે ભલે અન્યાય કર્યો અને ટુકું જીવન આપી નાની ઉંમરે જિંદગી સમેટી લીધી પરંતુ તેમના અક્ષર દેહ થી તેઓ ચિરંજીવ રહશે ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે,
બેઠક અંતમાં માં એક વાત બધાના હૃદયમાં નીકળતી હતી કે કવિ કલાપી ને માણવા  આ સમય ઓછો પડ્યો।. રાજવી કુળમાં જન્મેલા સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ  ને  એમની રચનાઓએ કલાપી બનાવ્યા , એમની સાથે સંકળાયેલી ત્રણ સ્ત્રી અને પ્રણય ત્રિકોણ  અને  બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા પરંતુ બેઠકના સર્જકોએ જાણે કલાપીને યાદ કરી તેમને જીવિત કર્યા।..
શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને આવકાર આપ્યો હતો, કલ્પના બેને નિયમ મુજબ પ્રભુ વંદનાથી કરી અને રાજેશભાઈ એ કલાપી ના જીવન અને કવન વિષે રજૂઆત કરી કવિ ને હાજર હજૂર કર્યા ત્યારબાદ એક પછી એક રજૂઆતે બેઠકને જાણે કલાપી મય બનવી દીધા,પદ્મા બેન શાહ,પી.કે.દાવડા સાહેબ ,દર્શના નાટકરણી, કુમુદભાઈ રાવલ ,જયવંતીબેન પટેલ ,પિનાક દલાલ, વગેરેએ કવિતા ના આસ્વાદ રજુ કરી
કલાપીને શબ્દોના માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો,કુંતાબેન એમની  નાજુક તબિયતના હિસાબે હાજર ન રહ્યા પરંતુ તેમણે  કલાપીની એક રચના ફોન પર ગાઈ  સંભળાવી,કલ્પના બેને  પોતાની રજૂઆતમાં ભાવ અને વૃતિના ઉછાળા લાવી બધાને જાણે ઝબોળી દીધા અને કવિ કલાપીની કવિતા જાણે જીવંત થઇ.કોઈ પણ વ્યક્તિ લખવાનો નો સાચો હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  જયવંતીબેને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. 
કલાપીના સંદર્ભ માં પ્રજ્ઞાબેને કહેતા કહ્યુકે કવિ કલાપીને લખવા માટે કલમ સહજ હતી,લાગણી નો ધોધ એમના દિલમાંથી નીકળતી સંવેદના શબ્દ્સ્વરૂપ લેતી હતી અને એણે કયારેય બીજા વાંચે માટે લખ્યું જ ન હતું,એમના લખેલા પત્રો એટલા સાચુકલા અને દિલમાંથી હતા કે વાંચતા સ્પર્શી જતા અને સમય જતા સાહિત્ય બની ગયા,એમના સાહિત્યના મૂળ જાણે પત્રો દ્વારાજ નખાણા,કવિએ પ્રકૃતિનો સહારો લઇ લખવાની શરૂઆત કરતા અને પછીતો પ્રેમ નું માત્ર એક માધ્યમ બનતું પ્રેમ પ્રકૃતિ અને પરમેશ્વર એમના કવન વિષય હતા એમણે રાગ તરફથી ત્યાગ તરફની ગતિને અક્ષર રૂપ આપી  જિંદગી સમેટી લીધી,હાજર રહેલા પ્રક્ષ્કોને પ્રશ્ન પૂછાતા પ્રજ્ઞાબેને કહ્યું તમે હું આપણે સૌ રોજ પારેવડા કે પક્ષીને જોઈએ છે શું આપણે કવિતાની બે પંક્તિ કયારેય લખી છે ?બસ આજ ફરક છે એક સામાન્ય અને અનુભવી કવિમાં,…. માટે જ સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ એક રાજવીને ને એમની રચનાઓએ કવિ  કલાપી બનાવ્યા,આગળ બેઠકનો દોર રાજેશભાઈ અને કલ્પનાબેનને સોપી પ્રજ્ઞાબેને  કામસર રજા લીધી પરંતુ કલાપી જાણે પ્રેક્ષકોના મન પર છાઈ ગયા ,રેડિયો જિંદગી વાળા જાગૃતિબેન અને નૈમેષ જેવા સ્વયંસેવક બેઠકનું બળ બન્યા તો રામજીભાઈ પ્રોત્સાહન,અને તેની યાદોને વાગોળવા રઘુભાઈ જાણે ફોટોગ્રાફર બની નીમ્મિત બન્યા,બેઠકના કર્યો વાંચન અને સર્જન સાથે ભાષાના ને સાચવવાનો પ્રયત્ન અમદાવાદથી આવેલ કુમુદભાઈ રાવલને સ્પર્શી ગયો કે  કુમુદભાઈ એ હૃદય સ્પર્શી બેઠકમાં જાહેરમાં એકરાર  કર્યો। ..ને પ્રેક્ષકો એ તાળીથી વધાવ્યો …આમ બેઠકનો એક નાનો નમ્ર પ્રયત્નએ  માતૃભાષાનું ઋણ ચુકવ્યું। .. 
​ ​

 

 

 

5 thoughts on “અહેવાલ -બેઠક ​-કવિ કલાપી યાદી ઝરે છે આપની …..

 1. Pingback: કવિ “કલાપી”ને માણ્યો મીલીપીટાસ ખાતે યોજાતી માસિક બેઠક્માં… | વિજયનું ચિંતન જગત-

 2. પ્રજ્ઞાબેન ,

  તા। 27/06/2014 ના રોજની બેઠકમાં ગુજરાતી ગીત-સંગીત -કવિતાના સફળ અને સુંદર કાર્યક્રમના
  આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન, આવા કાર્યક્રમના સઘન પ્રયત્નોથી આપના ગુજરાતી ભાષા ના
  પ્રેમની અભિવ્યક્તિ થાય છે ,ગુજરાતી સાહિત્ય અંને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાના આપના
  પ્રયાસો સ્તુત્ય અંને પ્રશંશનીય છે “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ” ઉક્તિને આપ
  સાર્થક કરો છો, અગાઉ આપે કરેલ ” નરસૈયા ” ના કાર્યક્રમની ભવ્ય સફળતા પણ અત્રે ઉલ્લેખનીય છે,
  ઉત્તરોત્તર આવા કાર્યક્રમો દ્વારા નવોદિત કવિઓ , કલાકારો, અને સાહિત્યપ્રેમીઓને પ્રોત્સાહન
  આપીને તેમની કલાને વિકસવાની યોગ્ય તક પૂરી પાડીને ગુજરાતી સાહિત્યની સેવા કરતા રહો એવી

  હાર્દિક શુભેછા અને વત્સલ આશીર્વાદ ,

  કુમુદભાઈ રાવલ

  Like

 3. ભાઈશ્રી કુમુદભાઈ

  આપ બેઠકમાં પર આવ્યા બદલ આભાર ,અને ભારતથી આ જ રીતે આપના લખાણ મોકલતા રહેજો જેથી “બેઠક”ના સંપર્કમાં રહો,આપ હવે બેઠકના સર્જક બનો તોમારી મહેનત લેખે ગણાશે

  Like

 4. ખુબ સુંદર કામ થઈ રહ્યું છે…પ્રવાહ ચાલુ જ રાખશો… મારી શુભેચ્છાઓ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.