જાગો ને જશોદાના જાયા !.પ્રજ્ઞા દાદભાવાળા

picture004આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે  શબ્દ અને સાધનાની ધુણી ધખાવી અક્ષરના માધ્યમ થી અંતરના નાદને સંભાળનાર ,વેદ અને ઉપનીષનું પ્રબોધ જ્ઞાન ,સાદી  સરળ ભાષમાં રજુ કરનાર ભક્ત કવિ.ભાવનગર જીલ્લાના તળાજા ગામના સાધારણ નાગર કુટુંબમાં જન્મેલા નરસિંહ માત્ર ગુજરાતના નહિ પરંતુ ભારતના ઉત્તમ સંત કવિની હરોળમાં આવે છે. નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે અને તેથીજ કાળના અવિરત પ્રવાહ સામે આજે પણ ઝળહળતી તેમજ પ્રેરણાના પિયુષ પીવરાવતી  નરસિંહ ની દેરેક રચના અડીખમ ઊભી છે. તેમની રચનામાંથી મળતું સમાજને પોષણ અને સ્પંદનો આજે પણ આપણે અનુભવીએ છીએ.સાધુ સંતોના સંઘમાં સમય વ્યતિત કરતા નરસિંહ સામાન્ય સમાજની વ્યક્તિના સતત સંપર્કમાં રહેતા અને તેથીજ  નરસિંહની કાવ્યબાનીમાં લોકઢાળ ,લોક્લય અને લોકબોલીની અસર દેખાય છે તેમજ ઘરગથ્થુ શબ્દો છલકાય છે. .સામન્ય રીજીંદા વહેવારિક વાતો , શબ્દો કહી નરસિંહ આધ્યાત્મ ને શિખરે લઇ જાય છે..

 • જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚..
 • તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
 • પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚
 • સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
 • પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚
 • સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
 • તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚
 • અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦,
 • સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚
 • પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
 • જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚
 • નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

ક્યારેક વિચાર આવે છે કે નરસિંહ માં આકર્ષણ તત્વ શું ? એની  સચ્ચાઈ ,શ્રધા, નીડરતા કે સહજતા.આમ જોવા જઈએ તો બધુ જ।  સ્વયં અનુભવેલી પ્રભુ સાથેની એક્મ્યતા નરસિંહના પદની લાક્ષણીકતા છે.એની શ્રધા અને  સહજતા પણું એમને ક્યારેક યશોદા તો ક્યારેક રાધા અને ગોપી બનાવતા.ક્યારેક સ્વય સ્ત્રી બની કૃષ્ણ ને પ્રેમ કરતા ,જગડતા, ફરિયાદ કરતા, રીસાતા,આજ પ્રિયસી ભાવ પ્રભુ સાથેનું એકત્વ આ પ્રભાતીયામાં છલ્કાય છે  અને અંતમાં સાધકના ચિત્તને પરિવર્તિત તરફ વાળે છે…. અને આજ નરસિંહનો ઇલ્મ આપણને આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય ની અનુભૂતિ કરાવે છે અને  ચમત્કાર થતા નરસિંહની જેમ  આપણને ગાઢ નિદ્રામાંથી જગાડી દે છે.પોતે જ સ્ત્રી પાત્ર બની શબ્દોમાં નિરૂપણ કરવું.. આટલી  હદ સુધીનું પ્રભુ સાથેનું તાદાત્મય સાધવું એ બહુ ઊંચી કક્ષાની સાધના જ કહી શકાય.આ લીલાજગતમાં આપણે સૌ રત છીએ. મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે.ત્યારે આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું આ કાવ્ય …દરેકને આધ્ત્મના ઊંચા શિખર સર કરાવે છે.. નરસિંહ જેવા જ્ઞાની ભક્ત જ એમાંથી જગાડી શકે.નરસિંહ માટે  ભજન તો એક સાધન છે। ..પરંતુ  એટલેથી ન અટકતા નરસિંહ ની જેમ આજે પણ તેમના  ભજન ગાતા સાધકને પ્રભુ પરાયણ થવામાં સાધન મદદરૂપ થઇ શકે.સાથે સમાજને પોષણ દેનારો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી  સાધકના ચિત્તને પરિવર્તિત કરવાની શક્તિ આવાં પ્રભાતીયામાં અવશ્ય દ્રષ્ટિગોચર થાય છે  નરસિંહની રચના અનુભવવાણી છે.અને એટલે જ શ્વાસ લેવા જેટલી સહજતાથી નરસિંહ પદો રચતા સ્રી સહજ શરમનું વર્ણન કરતા નરસિંહ આધ્યાત્મમાં ભાવનો અર્થ સમજાવે છે….

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે..

પ્રથમ દ્રષ્ટી આ અટપટા ભોગ અને ઊંઘમાં દેખાતી લીલા નું વર્ણન છે પ્રેમલક્ષણા ભક્તિ સાથે સંયોગ શ્રીંગાર નું જે વર્ણન કર્યું છે …અને પછી નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો એટલે  સાસુ અને ..નણદીને પણ આલેખી ઉંગલીનિદેશ કરે છે.નરસિંહનું કદાચ એ જમનાં ના કવિનું  ક્રાંતિકારી પગલું કહી શકાય. નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા।….કવિના આધ્યાત્મિકપદો આપણે સમજ્યાં નથી અને શૃંગાર કાવ્યો વાંચ્યા જ નથી।… ભોગ ત્યજીને આપણે આપણા ધર્મ સંભાળવા  એવી વાત નરસિંહ અહી  કરે છે એટલે , ભાવ કર્મનો મર્મ સમજાવતા . આધાયાત્મમાં ભાવનો મહિમા ગાયો છે, માનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી.જેની ભાવના શુદ્ધ હશે.. તે તૃપ્ત હશે અને વિવેકી પણ હશે..પ્રજ્ઞાવાન પુરુષનું ત્રીજું લક્ષણ એનો શુદ્ધ ભાવ છે. ભાવનો અર્થ અહીં કિંમત બદલે મૂલ્ય કરવાનો છે અને એ પણ કોઈ ચીજનાં બજારું મૂલ્યની વાત નથી પણ જીવનનાં મૂલ્યોની વાત છે. મૂલ્યનિષ્ઠ જીવનમાં જેનો ભાવ શુદ્ધ છે, અણીશુદ્ધ છે તેવાં માણસની વાત છે.જીવ માંથી  શીવ તો, માનવી ઇચ્છાએ થાય છે , એ વાત  આ પંક્તિમાં કહી છે.અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?.

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે”

ઊર્મિ,ભક્તિ અને જ્ઞાન એમ ત્રણે વાત નરસિંહ એવી વણી લીધી છે કે વાત જ ન પૂછો। ..નરસિંહ પ્રભાતિયા ગાતા કારણ   એ જાગૃતિ લાવનાર હતા સંગીત અને અક્ષરના માધ્યમ થી નરસિંહ અંતરના નાદને સાંભળી શકતા.

(ભજન કીર્તન પ્રભાતિયા- is free energy is to reach the transition state..)

પ્રજ્ઞા દાદભાવાળા

4 thoughts on “જાગો ને જશોદાના જાયા !.પ્રજ્ઞા દાદભાવાળા

 1. પ્રિય પ્રજ્ઞાબેન ,
  કાવ્યનું બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે.
  ફૂલવતી શાહ

  Like

 2. પ્રજ્ઞા દાદભાવાળા, નરસિંહ મહેતાના અધિકૃત વિવેચક !!!

  Like

 3. પ્રગન્યા બેન ,તમારા વિવેચન ને વખાણવા ,મારી પાસે કોઈ શબ્દો નથી બસ તેનો રસ પીધાજ કરીએ!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.