ગુજરાત દિવસે નખ ;શિ ખ ગુજરાતણ હું આપ સૌને શુભેછા પાઠવું છું ,ગુજરાતનો ગોરવભર્યો ઇતિહાસ ,તેજીલો વર્તમાન અને ઝળહળતી આવતીકાલ આપણા હદયને હરખથી છલકાવે છે.આપણી ભાષા અને સંસ્ક્રુતિનો સદાય વિકાસ થતો રહે તે માટે આપણે સૌ તન,મન ધનથી પ્રયત્નશીલ રહીએ એ જ અભ્યર્થના .
નરસિહ મહેતા અને મીરાં ગરવી ગુજરાતના પ્રાત:સ્મરણીય ભક્તકવિઓ છે.એ આપણું સદભાગ્ય કે ગુર્જરગિરાના પ્રાત:કાલે આવા ઊચા ગજાનાં કવિઓ પ્રાપ્ત થયાં,આજે પાંચસો વર્ષ પછી પણ આપણી સવાર એમના પ્રભુ પ્રીતિથી તરબોળ ભક્તિગીતોથી થાય છે.મધ્યકાલીન સમાજ કે જે સમયમાં નરસિહ મહેતાએ ભકતિકાવ્યોનું સર્જન કર્યું તેનો વિચાર કરીએ તો સમજાય છે કે તેઓ જમાનાથી કેટલા આગળ હતા,જૂનાગઢની નાગરકોમમાં જન્મેલા તેઓ હરિજનવાસમાં જઈ ભજન ગાય છે ,ભરવાડણને હરિને વેચવા મોકલે છે.,ટીલા ટપકાં કરે, પૂજા પાઠ કરે,મંદીરમાં આરતી કરે પણ પીડ પરાઈ ન જાણે તો બધું ફોક છે ‘વૈ ષ્ણવજન તો તેને રે ક હીએ જે પીડ પરાઈ જાણે રે ‘ ગાંધીજીનું પ્રિય ભજન, પ્રભુપ્રેમ અને માનવપ્રેમની અદભુત ભાવના દર્શાવનાર આ ખમાજ રાગમાં ગવાતા ભજનના સર્જક પણ ચિરંજીવ કવિ નરસિહ મહેતા. આજે જે ભજનનો આસ્વાદ કરીશું તે મારી નાની ગાતા ત્યારે નાનપણમાં સાંભળેલુ ,મારી નાની ગામડે રહેતાં ,મટુકીને સીકામાં લટકાવેલી જોઈ નવાઈ લાગતી ,પછી નાની ગયાં ,મટુકી ગઈ પણ ‘ભોળી રે ભરવાડણ ‘નું ભજન દિલમાં ગુંજતુ રહ્યું .
‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,ગિરીવરધારીને ઊપાડી,મટુકીમાં ધાલી રે,શેર્રીએ શેરીએ સાદ પાડે,કોઈને લેવા મુરારી રે ,નાથ-અનાથનાને વેચે,ચૌટા વચ્ચે આહિર નારીરે ,
જુઓ,ગીતની પ્રથમ કડીમાં કેવું મોહક,રંગીલું ભોળી ભરવાડણનું ચિત્ર આપણી આંખો સામે જીવંત થાય છે હરિને મન રાજરાણી ગોપી કે ભરવાડણ સૌ સરખાં, કલ્પના કરો કે પ્રભુપ્રેમથી ઘેલી ભરવાડણ એક ગામડું જેનું નાંમ વ્રજ ,એના ધુળિયા મારગેથી ચાટલા જડેલો લાલ મોટા ધેરનો ઘાઘરો,
ચોળિયું અને માથું ઢાંકેલી પીળી લહેરાતી ઓઢણી પહેરેલી તે સાદ પાડતી જાય છે, તેને માથે મટુકીમાં દૂધ,દહીં કે માખણ હોય તે સહજ ગણાય કેમકે ભરવાડી કોમનો જાતિગત ધંધો પશુપાલનનો,મને અને તમને પણ હજી યાદ છે કે ભરવાડણો દૂધ વેચતી,તે જમાનામાં ડેરીઓ નહોતી,નરસિહની ભરવાડણ હરિને મટુકીમાં ઘાલી વેચવા ચાલી,આ હરિ કે જેણે ગોવર્ધન પર્વત માથે ધર્યો હતો એને મટુકીમાં કેમ ઉપાડાય?પણ નિર્દોષ,કપટરહીત,ભોળા જન પ્રભુને વહાલાં છે.જેના હ્રદયમાં હરિ વસેલાં છે.તેને માટે પ્રભુએ મેવા છોડી ભાજી ખાઘી,અર્જુનના સારથિ બન્યા ,ગોપી સંગ લીલા કરી ,દ્રૌપદીના ચીર પૂર્યા,નરસિહની હુંડી સ્વીકારી .પ્રેમમય ભક્તિથી હરિને પામવાનો માર્ગ નરસિહ ,મીરાનો છે,તેઓ સ્વયંભુ ભક્તકવિ છે,કહેવાય છે કે શ્રી વ્યાસ મુનીએ મહાભારતનું સર્જન કર્યું પણ તેમને અજંપો અને વિહવળતા રહી,ઊડો સંતોષ મળ્યો નહિ .નારદજીના કહેવાથી કૃષ્ણના બાળસ્વરૂપ અને ગોપીલીલાનું પ્રેમથી રસતરબોળ આલેખન ‘ભાગવત ‘માં કર્યું ત્યારે ત્રિકાળ જ્ઞાની વ્યાસ મુનિના હેયાને શાંતિ મળી.ભોળી ભરવાડણ બાલ કનેયાની મૂર્તિને મટુકીમાં ઘાલીને વેચે છે.ત્યારે પ્રભુ પ્રસન્ન રહે છે.આજના મંદિરોના ભંડોળમાં પડેલી સંપતિથી ભગવાન રાજી થતા હશે ?
.દુનિયા ભોળા લોકોને મૂર્ખ ગણે,પણ ભોળાનો ભગવાન,ભોળી ભરવાડણ મુરારીને વેચવા શેરીએ સાદ પાડે છે’.કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના ‘ જેવી વાત થઈ.જે જગતનો નાથ છે,તેને અનાથ એવી ભોળી આહિર નારી વેચવા સાદ પાડે છે.’કોઈને લેવા મુરારી રે’ ગીતમાં ચાલી ,ઘાલી ,નારી વાગી ,લાગી,સ્વામીના મીઠા લાગતા પ્રાસ સહજ છે.
તરુલતા મહેતા
કવિ નરસિહ મહેતાના ‘ભોળી રે ભરવાડણ ‘ જેવાં અનેક કાવ્યોથી આનંદવિભોર થઈ જવાય છે.તેમણે કરેલી ગુજરાતીભાષાની સેવાથી નતમસ્તક થવું ઘટે.
નરસિંહ મહેતા વિષે સરસ વાત કહી તરુલતાબેને આ એમના સરસ લેખમાં
LikeLike
Nice
LikeLike