નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.,જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
આદિ કવિ નરસિંહ ના કણેકણમાં શ્રીકૃષ્ણ બિરાજે છે,આમ જોવા જઈએ તો નરસિંહની ભાભી ના કડવા મહેણા એ જગત ને અવિનાશી સાહિત્ય આપ્યું.નરસિંહ એ કૃષ્ણ રાધા ની અલૌકિક પ્રેમકથા ને વર્ણવતા ઘણા પદ રચ્યા પરંતુ નરસિંહ મહેતા નો આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો નાગર નંદાજીના લાલ-દરેક સ્ત્રી મુખે 650 વર્ષ પછી પણ રમે છે.નરસિંહ જયારે પ્રભુને પ્રેમ કરતા ત્યારે પોતે સ્વંય રાધા બનતા. અહી નરસિંહ રાધા ફરિયાદ સ્વરૂપે કાના ને વિનંતી કરે છે કે તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. નથડી ખોવાયા નો આરોપ કાના પર મુકતા એ જરાયે અચકાતા નથી ને કહે છે,કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી પોતાની નથ કેવી સુંદર અને કિમતી છે એનુ વર્ણન કરતા રાધા કાના ને કહે છે, ” કાના તને ખબર છે, મારી એ નાજુક નાનકડી નથણી તો હીરે જડેલ છે માટે તને તો મળવી જ જોઈએ.” રાધા કોઈપણ રીતે કાનાને રીઝવી પોતાની નથ પાછી મેળવવા માંગે છે એટલે જાતજાતના લાડ કરી કાના પાસે પોતાની વાત મનાવવા માંગે છે.કૃષ્ણ પોતાની બેન સુભદ્રા ને ખુબ પ્રેમ કરે છે એ રાધા ભલી ભાંતિ જાણે છે એટલે કાના ને સુભદ્રાના વીરા કહી બોલાવે છે. ક્યાંક “સુભદ્રા નાવીરા” સાંભળી કાના નુ મન પીગળે ને રાધાને પોતાની નથણી પાછી મળે.આ હીરે જડેલ નથણી પોતાના મુખે કેવી સોહાતી હતી એની વાત કરતાં રાધા કહે છે, “કાના જો મારી નથણી નહિ મળે અને બીજી નાની નથણી પહેરીશ તો મને જરાય શોભશે નહિ અને જો મોટી પહેરવા જઈશ તો મારા મુખ પર ઝુલતી રહેશે.” રાધા કોઈપણ રીતે કાના ને રીઝવવા માંગે છે.કૃષ્ણ ને પણ રાધા ને સતાવવામા મજા આવે છે. મનમોહક હાસ્ય કાના ના મુખ પર જોઈ રાધા છંછેડાય છે અને આખરે કાના પર ખુલ્લો આક્ષેપ કરે છે. “કાના ભલે તુ કબુલ કરે કે નહિ પણ આ વૃંદાવન ના મોરલા મને એમની ગહેક મા કહી રહ્યાં છે કે તુ જ મારી નથણી નો ચોર છે, માટે મને વધુ તડપાવ્યા સિવાય મારી નથણી મને આપી દે.”રાધા ની આ કૃષ્ણ ને ચીડવવાની અને એમ કરતાં કાના પ્રત્યે નો એનો પ્રેમ દર્શાવવાની મધુરી રીત કવિ નરસિંહ મહેતા એ બહુ સુંદર રીતે આ પદ મા રજુ કરી છે.રજુઆત કેટલી સુંદર છે કે રાસ રમતા. ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવી અનુભૂતિ થાય છે.નરસિંહ:આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી…નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો જરૂર માણશે….અહી અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે.તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે.. જયારે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ ત્યારે નથડી(અહમ ) ખોવાઈ જાય છે તેનું ભાન નથી રહેતું આવો અનુભવ આ ગરબામાં જોવામળે છે,બીજું નરસિંહ મહેતાએ પોતા ના ગિરધાર ગોપાલ ને “નાગર” કહી ને સંબોધ્યા છે.”નાગર નંદજી ના લાલ”નાગર એટલે સુચિતા,સુઘડતા,સભ્યતા,સંસ્કારિતા,અને સંપનતા ની મૂર્તિ…આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ કે ગરબા સ્હેજ પણ જૂનાં નથી લાગતાં- (શૈલા મુન્શા )
Khare khar shabdona arth ane satyni samaj jode vidya aapnar guru ane chela je sachi rite marm samji grahn kri jivanma aachranama laave toj smjay.nhi to vidya ketliy anmol hoy pan practical gyan jya sudhi man ane sharir jode svedna rupe kevirite udbhave e na smjay to pacha aapne “pothimana rigna” ram ram bhjo pan “app muva vagar swrge na javaay” smjo jano jivnma utaaro jenu vartman utsahit enu bhavishy pan utasahit.
LikeLike
“ઈશ્વર સાથે સાનિધ્ય સાધતાં અહમનું ખોવાવું ” આટલું ગંભીર તત્વ જ્ઞાન સુંદર મજાક મસ્તિ ભરી રીતે રજુ કરનાર કવિને લાખ લાખ વંદન .
શૈલાબેન આપની સમજુતી બદલ આભાર.
ફૂલવતી શાહ
LikeLike
નરસૈયો એટલે ભક્ત હરીનો
હરીના ગુણગાન કરતા એણે ઘણા ભક્તિ પદો લખ્યા એમાંનું આ એક।
આ જાણીતા ગીતનું સરસ રસ દર્શન
LikeLike