વારી જાઉં રે સુંદર શ્યામ…….વિજયભાઈ શાહ

DSC03694 વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને

લટકે ગોકુળ ગૌ ચારીનેલટકે વાયો વંસ રે,
લટકે જઈ દાવાનળ પીધોલટકે માર્યો કંસ રે … વારી જાઉં.

લટકે જઈ ગોવર્ધન ધરિયોલટકે પલવટ વાળી રે,
લટકે જઈ જમુનામાં પેસીલટકે નાથ્યો કાળી રે … વારી જાઉં.

ભક્તિગાનમાં અજોડ જેવું નરસૈયાનું નામ તેવું જ આ રૂપકડું પ્રભુનાં પરાક્રમોનું ગાન. કદાચ આ ગીત ગાઇને પ્રભુની દરેક વીર ગાથાઓને કટકે કટકે કે લટ્કે લટ્કે કહેવાનો નરસિંહ મહેતાનો  પ્રયત્ન છે. ગોકૂળમાં ગાયો ચારીને પોતાને ગોવાળીયો કહેવડાવી રાજવંશમાંથી નંદનો લાલ કહેવડાવ્યો. કંસ ક્રુર અને ઘાતકી તથા બળવાન રાજા હતો.. તેના ત્રાસ થી ત્રાહીમામ પ્રજાને મુક્ત કરાવી ત્યારે તો તે હજીલબ્બર મુછીયા હતા કાન્જી પન તાકાત નાં મદમાં મગરુર કંસને મારી તેના માબાપ્ને ત્રાસમાં થી છોડાવ્યા.ટચલી આંગળીયે ગોવર્ધન ધારીને મેઘરાજાને હંફાવ્યા અને ઇંર્દનું ઘમંડ ઉતાર્યુ. જમુના નદીમાં કાળીયા નાગને નાથી જળ મુક્ત કરાવ્યું,વલી વામન સ્વરૂપ ધરી બલિને પાતાળ ભેગો કર્યો તે સર્વ નારાયણનાં પરાક્રમો ગાઇ ને પિતૃ આજ્ઞા ધારી રામ સ્વરુપે રાવણ મારીને સીતા વાળી જેવી આખા રામાયણ ણિ વાત બે લીટી માગાઇ શકે તે નરસિંહ જેવો સિધ્ધ ભક્ત કવિજ હોઇ શકે.

છેલ્લી બે પંક્તિમાં કૃષ્ણમય નરસિંહ એટલું કહે છે કે આખુ જગત તેના ઘણેરા લટકાથી ભરેલું છે, તેજ સર્વે સર્વા છે અને જો નરસિંહનાં સ્વામીનો લટ્કો મળે તો હીંડે મોડા મોડ રે..કહી મોક્ષ પ્રાપ્તિનું ગાન ગાય છે.ભક્તિ માર્ગ જ સામાન્ય માણસ ને મુક્તિ અપાવે છે તેથી  જો મુક્તિ સિવાય કોઇ અન્ય સંપતિ કે ધન્ની આશા રાખવી નકામી છે કારણ કે તે તો અહીં જ રહી જવાની છે લટ્કો મેળવવા સ્વામી ની સાથે ચાલવું રહ્યું તે આ ભ્ક્તિ ગાન નો સાર છે. તેઓ જે બોલતા હતા કે ગાતા હતા તે બધામાં તેઓનું વર્તન દેખાતું હતું નાગરીયા નાતની દુશ્મની વહોરી હરિજન વાસમાં ભજન ગાવા ગયા ત્યારે જે નાગરી નાતે તેને નાત બહાર કર્યા હતા તે સૌ આજે તો તેમની ભક્તિ અને જ્ઞાનભર્યા સર્જનો ને વહાલ્થી માણે છે અને જીવે છે.અને આજે પણ ગાય છે

 

વિજયભાઈ શાહ

 

1 thought on “વારી જાઉં રે સુંદર શ્યામ…….વિજયભાઈ શાહ

  1. નરસિહ મહેતા નાં ગીતો ગાતા જઈએ ,વાચતા જઈએ કે સાંભળતા જઈએ ! … …….એના શું અને કયા શબ્દોમાં વખાણ કરવા તે જ સમજાતું નથી.
    નટખટ નંદ કિશોરની અવનવી લીલાઓ નું વર્ણન કરવા સૌ પ્રથમ કેટલો સુન્દર શબ્દ મુક્યો “લટકો”. ધન્ય છે નરસિહ મહેતાને!
    વિજયભાઈ , આપે કાવ્યની સરસ છણાવટ કરી છે.
    ફૂલવતી શાહ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.