ઊંચી મેડી તે મારા સંતની રે…..હેમા પટેલ

photo 2ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, હે મારો પિંડ છે કાચો રામ

મોંઘા તે મૂલની મારી ચૂંદડી,મેં તો માણી ન જાણી રામ

અડધાં પહેર્યાં,અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામ\

એક મહાન ક્રિષ્ણ ભક્ત,એક મોટા ગજાના માત્ર કવિ નહિ સાહિત્યકાર નરસિંહને ગુજરાતીપ્રજા અને વિશ્વ યાદ કરી નોથ લેશે, પરંતુ થોડું ભણેલો માણસ સાહિત્ય સભર કેવી રીતે લખી શક્યો ?.એ વણ ઉકેલ્યો પ્રશ્ન સદાય રહેશે। અહી જરૂર કહીશ કે વાત માત્ર લખી નાખવાની નથી  ‘‘સાહિત્ય એટલે વાણીમાં રસનું સર્જન.’’ તેમની દરેક રચનામાં કૃષ્ણ ને કેન્દ્રમાં રાખી અલગ અલગ ભાવ પ્રગટ થાય છે,.કોઈ રચનામાં કૃષ્ણ પ્રેમ,તો કોઈમાં પ્રાર્થના,કોઈમાં વિનંતી-આજીજી-યાચના,તો કોઈ હ્રદયની વેદના-યાતના,ગોપીનો વિરહ,અને કયાંક રસ લીલા,અને આ બધામાંથી નરસિંહ નું  ચિત્ત અતિ સૂક્ષ્મ સંવેદનોને ગ્રહણ કરે છે જેમાં ઉંડું તત્વ ચિંતન સમાયેલુ છે.મનુષ્યની પુરી જીંદગી સંસારી માયાજાળ માં ફસાયેલી રહે છે,જ્યારે મૃત્યુ સમીપ હોય ત્યારે જેમણે તન-મન ક્રિષ્ણને હવાલે કરી દીધેલા છે સંવેદન એના ચિત્તને હલાવી મૂકે છે,તેમની હ્રદય વેદનામાંથી જે એક એક શબ્દની સ્ફુરણા થાય છે. અને સિસૃક્ષાની એક તીવ્ર ક્ષણે એ પોતાની અનુભૂતિને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. પોતાની અનુભૂતિને રચનામાં પીરસી આપણને પણ રસપાન કરાવે છેપ્રથમ દ્રષ્ટિએ  લાગે કે કોઇ મેડીવાળા સંતની વાત હશે પણ નરસિંહ મહેતા કઇ ઉંચી મેડીની વાત કરે છે તે જુઓ આ ભજન..

નરસિંહ મહેતા જ્ઞાની ભક્ત હોવાથી આ રચનામાં ઘહેરુ ચિંતન જોવા મળે છે.ભક્તિના ઉંચા શીખર પર પહોંચ્યા પછી પણ તેમને લાગે છે, પરમાત્માને પામવા માટે હજુ ઘણુ ખુટે છે.શરુઆત કરી છે મારા સંતની મેડી ઊંચી છે, જેને તે બરાબર હજુ જાણી નથી શક્યા, નથી માણી શક્યા. ઈશ્વરનુ તેડુ આવ્યુ છે,અમૂલ્ય મનુષ્ય અવતાર એટલે માંઘા મુલની ચૂંદડી, જેને આપણે હજુ માણી શક્યા નથી . ,અહી નરસિંહના સંતના લક્ષણ વર્તાય છે કહે છે કે મન અને બુધ્ધિ સ્થિર કયા થયા છે?  અંદરથી બધા જ વિકારો નાશ પામીને શુધ્ધ કંચન સમાન બની જાય,મન-બુધ્ધિ  સ્થિત પ્રજ્ઞ બને પછી ઉચાઈ પર પહોંચીને સત-ચિત્ત-આનંદમાં મારે મ્હાલવુ છે.કવિ કહે છે હજુ હું ત્યાં સુધી પહોંચ્યો નથી અને  તેડાં શીદ મોક્લ્યાં ? આ શરીર પરમાત્મા સુધી પહોંચવા માટે હજુ પરિપક્વ નથી થયું. પંચતત્વથી બનેલ મોંઘો આ માનવ દેહ તે અમુલ્ય છે, પંચભુત મનુષ્ય દેહથી જ પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય.આ દેહને અંન્તેષ્ટિ માટે મુક્યો છે.

ચારે  છેડે તે ચારે જણા, દોરી  ડગમગ  જાયે  રામ

નથી તરાપો, નથી તૂંબડાં, હે નથી ઊતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ ! પાર ઉતારો નાવ.

નરસિંહ સંત છે ,પ્રભુનો ભક્ત છે માટે મૃત્યું ડર નથી માટે અહી પોતાના મૃત્યુ નું વર્ણન કરતા કહે છે જે ફુલહાર,કંકુ-શ્રીફળ,કફનથી મારી ઠાઠડી સજાવી ચાર છેડે ચાર જણા ઉઠાવીને ડગમગ કરતા નનામી ઊંચકી જાય છે.એ  ઠાઠડી ડગમગ ડોલતી જાય છે. ઊંચકનાર નાના મોટા છે. બેલેન્સ નથી. પીંડ કાચો છે. હજી ઘણુ જીવવું છે. પણ કાળના તેડા આવ્યાં છે. આ નનામી  પણ જુઓ અડધા પાથર્યા છે, અડધા ઉપર ઓઢાડયા. ઉપર જવા વૈતરણી (કલ્પીત નદી) પાર કરવી છે પણ તરાપા કે તુંબડા નથી. જ્યાંથી મારે એકલાએ જવાનુ છે, ભવસાગર પાર કરવા માટે મારી પાસે કર્મની પુંજી પણ નથી, નથી તરાપો,તૂબડાં,.. કે મને ખબર નથી કોઈ કિનારો ! મારી નૈયા કોણ પાર કરાવશે ? હે પ્રભુ તમે જ એક આધાર છો , મારી નાવ કિનારે લઈ જઈ, તમે જ મને ભવ પાર ઉતારો.————————હેમા પટેલ   –  જય શ્રી ક્રિષ્ણ

 

4 thoughts on “ઊંચી મેડી તે મારા સંતની રે…..હેમા પટેલ

 1. અમર નરસિંહ મહેતાની અમર રચનાઓ ઉપર એક વધુ મનનીય લેખ .

  આસ્વાદ કરાવવા માટે બ્લોગર પ્રજ્ઞાબેન અને લેખિકાનો ખુબ આભાર

  Like

 2. Dear Pragnaben.

  I heard this song many years ago from Hansaben Dave. I did not know all these years that it is written by Narsinh Mehta. I speak for myself, that giving the poem first and then analysis by a person will make more sense for lot of people including myself. Otherwise, reading the analysis without the entire poem in front of me, is like eating Shrikhand without Ilayachi or Ladavaa without Khaskhas. You miss the charm of it. If possible, please give the full poem. If you know a book that gives all the poems of Narsinh Mehta, please let me know and I will buy one copy. Thank you very much.

  Dinesh O. Shah

  Like

 3. જય શ્રી કૃષ્ણ !
  ગંભીર ગુઢ અર્થ ભરેલા શ્રી નરસિહ મહેતા નાં કાવ્યને સરળતાથી સમજાવવા તમે ઘણો સરસ
  પ્રયત્ન કર્યો છે.
  ફૂલવતી શાહ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.