ઉપરવાસની અરજી-કલ્પના રઘુ

ઉપરવાસની અરજી

મારા જીવમાં પાછો જીવ લાવી કાં તુ હરખાય છે?

મનનો માળીડો મરક મરક થાય છે!!

પીડાનાં પરપોટા પળે પળે ફૂટે છે.

શું ઉપર બેઠો છે? તારી રાહ જોવાય છે.

નાડીઓ તૂટે છે ને જીવ તરફડે છે,

ક્ષિતિજને આંબવાને જીવ ઉછાળા મારે છે.

દુનિયાએ દીધો છે જાકારો મુજને,

સોડ તાણવી છે ઉપરવાસમાં જઇને મુજને.

સંવેદના પણ તારા ખેલમાં સૂતી છે.

ચેતના પણ ચક્ષુ થકી વેહેવાને નીકળી છે.

નામ-સરનામુ બદલવા હું છું તૈયાર,

બસ, તારી તૈયારીમાં છે, મારો સ્વીકાર.

આ મારી છેલ્લી છે અરજી,

બાકી સ્વીકાર કરવો એ તારી છે મરજી.

કલ્પના રઘુ

 

માતૃદિનની ભેટ-તરુલતા મહેતા

એક સરસ વાર્તા તરુલાતાબેને લખેલ છે

માતૃદિનની ભેટ

કાન્તાબાએ  રસોડામાં ચાની તેયારી કરી.ઘણા વખત પછી મોટા દીકરા રમેશને ત્યાં તેઓ રહેવા આવ્યાં હતા.રમેશ એન્જીન્યર હતો,એને સારી જોબ હતી.પણ એની પત્ની સુધાને ઘેર બેઠા કામ થાય એ ઈરાદાથી પચ્ચીસ રૂમની એક નાની મોટેલ લીધી હતી.મોટેલના પાછળના ભાગમાં રહેવાનું ઘર હતુ.સુધા  મોટેલના કામમાં દોડાદોડ કર્યા કરતી ,સાજે જીમ નામનો માણસ  ડેસ્ક સંભાળતો,પછી સુધા રસોઈ કરતી,સવારની ચા રોજ સુધા બનાવીને કીટલીમાં ભરી રાખતી પણ આજે કીટલી ખાલી હતી.
,

અરે,ચા તેયાર થઈ કે નહિ? તેમના પતિ મનુકાકા સીન્યર સેન્ટર જવા નીકળતા બોલ્યા ,

‘આ કેબીનેટના  ખાનાઓ ખંખોળી થાકી ગઈ,ચાનો મસાલો મળતો નથી,કાન્તાબાના  આવજમાં થાક અને ચીઢ હતી,

એટલામાં મોટેલના બહારના ડેસ્કનું બારણું ખોલી માયા આવી, એના એક વર્ષના પીન્ટુને મનુકાકાના હાથમાં આપી વંટોળની જેમ જતી રહી.તોફાની વંટોળે બઘુ વેરણછેરણ કરી નાખ્યું તેમાં જીર્ણ પુરાણા વુક્ષો જેવાં કાન્તાબા અને મનુંકાકા,પીન્ટુ રડતો હતો,કાન્તાબા મૂળમાંથી ઊખડી પડ્યા હોય તેમ ધ્રુજી ઊઠ્યા,કેટલાંય મહિનાઓથી દબાવી રાખેલો ગુસ્સો,અપમાન અને નારજગીનો જાણે વલ્કેનો ફાટી નીકળ્યો,તેઓએ પીન્ટુને એક ઝાટકા સાથે મનુકાકાના હાથમાંથી લઈ લીધો,અકળાતા અવાજે બોલ્યાં,’સીન્યર સેન્ટર મારે ય જવાનું છે.એક કાન્તા હજાર કામ કેમની કરે?આજે રમેશ ઘેર આવે ત્યારે બધો ફોડ પાડીને વાત કરવી છે.’

રમેશની દીકરી માયા છોકરાને લઈને ચાર મહિનાથી મોટેલ પર આવી છે.એ અને એનો વર મોટેલના એક રૂમમાં રહે છે.બીજે ઘર રાખવાની વાત કરે છે,પણ ક્યારે તે કોઈ કહેતું નથી.આમ તો સુધા ય કંટાળી છે,રમેશ જોબ કરે તેમાં અને સુધા મોટેલના કામમાં બીઝી ,અમેરિકામાં વસતા સૌનો   એક જ મંત્ર,’બીઝી ‘તેમાંય મોટેલવાળાને રજા જેવું કઈ નહિ ,   પટેલ અને મોટેલ,સોનામાં સુગંધ ભળે કે દુધમાં સાકર ભળે તેમ પટેલના લોહીમાં મોટેલનો ધંધો ભળી ગયો છે.કમાણી સારી પણ મહેનત કરવામાં ઘરના કામની ઘૂળઘાણી,જુવાનિયાઓને પેસા કમાવાની લાયમાં ઘરની કાઈ પડી નથી,પણ કાન્તાબા અને મનુંકાકાને નિવૃત્તિની વયે ફાવતું નથી.

મનુકાકાએ  કારનું હોર્ન સાભળ્યું ,ચા પીધા વિના જ એમના દોસ્ત સાથે સીન્યર સેન્ટર ઉપડી ગયા.વીકમાં બેવાર તેઓ બ્રીજ રમવા જતા કાન્તા પણ બીગો રમવા જતી.સગીત કે ગીતોના કાર્યક્રમમાં તેઓ સીન્યર સેન્ટર જતા.પણ કેટલાક મહિનાઓથી બધું ખોરવાયું હતું,

,

માયા પિત્ઝાનું બોક્ષ લઇને આવી,’બા ,તમે ને દાદા લંચમાં ખાજો,રવિવારે મધર્સ ડે છે,એટલે મોટેલના બઘા રૂમ બુક થઈ ગયા છે.મમ્મી બે દિવસ ખૂબ બીઝી છે.’ એણે કાન્તાબાને  ખભે ઊંધી ગયેલા પીન્ટુને અંદરના રૂમમાં સૂવડાવી દીઘો ,પછી બાનો ખભો  દબાવતા બોલી ‘બા, ખભો દુ:ખી ગયો ને?,’એણે હળવેથી બાના ખભે માથું નમાવ્યું,પછી કહે,’મને ય તમારે ખભે ઊંઘાડતા,પોચા ઓશિકા જેવો બહુ ગમે.’

કાન્તાબાનો ખભો  ભારથી તૂટી પડતો હતો.થાકેલા અવાજે બોલ્યા’,જો હવે નર્યા હાડકા છે.’માયા કહે,બા તમે તો મજબૂત છો.બીજા સીન્યરને જોજો,લાકડી લાવશે,વોકર વાપરતા હશે,સ્પેસ્યલ પીલો અને પાછો કોકની પાસે ઓક્સીજનનો  બાટલો હશે.એ બહાર જતા બોલી ‘મમ્મીએ તમારા માટે પણ કોઈ ભેટ લાવવાનું મને કહ્યું છે.શૂઝ જોઈએ કે સ્વેટર ? કાન્તાબાને લાગ્યું કે ઓક્સીજન વિના તેમનો જીવ ગુંગળાય છે,તેમના પગ સ્થિર રહેતા નથી,તેઓ આક્રન્દ કરી ઉઠ્યા,’મારે કાઈ જોઈતું નથી,’માયા નવાઈ પામી જતી રહી.કાન્તાબા હજી બોલતા હતા,’મારે શાંતિથી બેસવું છે.વાંચવું છે,ગીતો સાંભળવા છે.આ ખભા વર્ષોના બોજથી તૂટી ગયા છે.’

સુધા ઘરમાં આવી કાન્તાબાને જાણ થઈ નહિ,તે ઉતાવળમાં પિત્ઝાનો એક ટૂકડો ખાતાં બોલી,બા ,શું તૂટી ગયું?તમારે ચિંતા નહિ કરવાની’ કાન્તાબા મનમાં વિચારતા હતા કે હું ખુદ તૂટીને કટકા કટકા થઈ ગઈ,હવે મારો એકેય ભાગ સાજો નથી,મારા કટકા -કરચોની તીણી અણીઓએ મને જ લોહીલુહાણ કરી નાખી,ચિતા નહિ કરવાની?,સુધાએ તેમને ખાવાનો આગ્રહ કર્યો,’બા,તમને પિત્ઝા ભાવે છે,લો.કાન્તાબાનું ગળું છોલાઈ ગયું હતું,ગળાની અંદર ઉતરતું નથી ,તેઓ પાણી પીને ઊઠી ગયાં સુધાએ પુછ્યું ,’બા,માયા તમારે માટે શું લાવે?,’ કાન્તાબા મક્કમ અવાજે બોલ્યાં,’કાઈ નહિ,મારે જે જોઇશે તે માગી લઈશ.’

તેઓ પાણીનો પ્યાલો લઈ રૂમમાં જતા રહ્યાં,પડદા ખોલી સોફામાં બેઠાં પણ ચેન નહોતું,મનમાં વલોણું ચાલતું હતું.’હા,મારે જોઈએ છે તે માગીશ.’બાળક માં પાસે હક્કથી માંગે,કહેવાય છે કે માગ્યા વિના મા ય ન પીરસે,પણ મા કદી માંગે નહિ , બસ આપ્યા કરે. આપવામાં પ્રેમથી એનું  હેયું હરખાય,બસ, માં આપતી જાય,છોકરાના છોકરાં થાય,મા આપતી જાય,પછી શું?એનું ધ્યાન બહારથી આવતા અવાજ તરફ ગયું,ગયું। બારીને  અડીને ઊભેલા વૃક્ષોને મજૂર કાપી રહ્યો હતો,બહાર સુધા બોલતી હતી,’બહુ મોટાં અને ઊચા થઈ ગયાં છે.હરીકેનમાં પડશે તો મોટેલને નુકશાન,’કાન્તાબા મનમાં પડઘા પડતા હતા,નુકશાન ;;;કોને નુકશાન ?

શેનું નુકશાન?વૃક્ષને અને બીજાને નુકશાન,છાયો આપતા વૃક્ષને ભારરુપ ડાળી પાંદડાનો ત્યાગ કરવો જ પડે.કાન્તાબા માટે આપવું સહજ હતું,આનદ મળતો,પણ માગવાનું દોહ્યલું,હવે બાળપણ ન રહ્યું,ન મા રહી, રહ્યાં અભિમાન અને અહંકાર,અકડાઈ અને જીદ,હવે આ ખખડેલા શરીરને બધાનો બોજ લાગે છે.માગવું એટલે જાતને નમાવવું,જે કાન્તાબાથી કદી થયું નથી.મનુકાકાની હારોહાર બેંકમાં નોકરી કરતાં,ઘરનું અને બહારનું પહોંચી વળતાં, ઘરના કે બહારના પાસે માગવાની વાત નહિ,

મનુકાકા સીન્યર સેન્ટરથી પાછા આવી ગયા હતા ,તેઓ કહે ,’તારી બહેન કોકિલા તારી  ખબર પૂછતી હતી,’કાન્તાબા હજી નારાજ હતાં,બોલ્યાં કહેવું’તું ને પડી ભાગી છે.’

મને વાત નથી કરતી ” મનુકાકા પાસેના સોફામાં બેઠા। ‘ક્યાં વાગ્યું છે?’કાન્તાબા કહે,જવા દો ,લોહી નીકળે તો બતાવું,આ તો મૂઢમાર,કોકિલા શું કહેતી હતી?

‘એને તો લ્હેર છે,બાજુમાં સીન્યર હોમમાં રહે એટલે શાંતિ, તારે ઘરની પળોજણ જલદી બહાર નીકળાતું નથી,ગયા  વર્ષે આપણે ઇન્ડિયા ગયા અને પછી હું માંદો પડ્યો,તેમાં મારું ડ્રાઈવીગ લાયસન્સ ગયું હવે આપણે જાતે બહાર જવાનું બંઘ થઇ ગયું,’મનુ કાકાને  ય કાન્તાથી મુકત થઈ બહાર ફરાતું નથી તેનો અફસોસ થતો હતો એટલે કહ્યું,

કાન્તાબા મક્કમ થઈ બોલ્યાં,’આપણે રસ્તો કાઢીશું,’ફોનની રીગ વાગતી હતી,ફોન મનુકાકાના જેકેટના ખિસ્સામાં હતો.કાન્તાએ ઊઠીને ફોન લીધો,એમને વાત કરવાનો મૂડ નહોતો પણ મનીષાનો અવાજ સાંભળી બોલ્યાં,જયશ્રી કૃષ્ણ,તેમની દીકરી મનીષા,તેનાં બે દીકરા અને ડોક્ટર જમાઈ ઓહાયો રહેતાં હતાં,તેણે કહ્યું’ બે દિવસ પછી આવીશ,તને તારો પોતાનો ફોન આપીશ।તારી જોડે વાત કરવી હોય પણ પપ્પા ફોનની રીગ સાભળતા જ નથી.’કાન્તાબા બોલ્યાં ,’મળવા આવજે,મારે માટે કાઈ લાવતી નહિ ,મારે જોઇશે તે માગી લઇશ.’મનીષાને નવાઈ લાગી।બાને શું જોઈતું હશે?  તેને વિમાસણ થઈ,બાને  માટે શું ગીફ્ટ લેવી?એણે નાનાભાઈ મુકેશને ફોન કર્યો,મુકેશ કહે,’મને સમજ ના પડે.તારી ભાભી વિચારશે,’ ‘પણ બાએ ગીફ્ટ લાવવાની ઘસીને ના પાડી છે.બા ગુસ્સામાં હતા.’મનીષાએ ચિતા કરતા કહ્યું,મુકેશને બા એની ઘેર રહેવા આવતાં ત્યારે ટેન્સન થઈ જતું, એટલે ચિતા થઈ કે પોતાના ઘેર આવશે તો,!

કાન્તાબા રાત્રે રમેશની રાહ જોતાં હતાં પણ રમેશ કમ્પનીના બહાર કામે બહાર ગયો હતો.આજે સુઘા થાકીને બહાર સોફામાં સુઇ ગઈ હતી.રોજ કાન્તાબા રસોઈમાં મદદ કરતા,મનુકાકાએ કાન્તાને કહ્યું ,’કોઈને જમવાની પરવાહ નથી.આપણે બે ફ્રીજમાંથી કાઈ કાઢીને ગરમ કરી ડીનર પતાવીએ,’ મનુકાકાને જમતા જમતા ઓછુ આવી ગયું ,’આજ હું કાર ચલાવતો હોત તો અમે બન્ને કોઈ ઇન્ડિયન રેસ્ટોરામાં ગરમ ઢોસા ખાવા જાત ‘

મધર્સ ડેના દિવસે રવિવારની રજા હતી,સીન્યર માં-બાપથી મોટેલના રૂમોમાં ઘમાલ ચાલતી હતી.રોજના કરતાં ચાર ઘણી કારથી પાર્કિગ લોટ ભરાઈ ગયો હતો.મુકેશ પોતાની કારને મોટેલના પાછળના ભાગમાં લઈ ગયો.એની પત્નીના  હાથમાં પેકેટ હતાં,મુકેશે ફૂડનું એક મોટું પોટ રસોડામાં જઇ મુક્યું,મનીષા છોકરાને તેયાર કરતી હતી.રમેશ અને સુઘા

ખરેખરી દોડાદોડ કરતા હતા.કાન્તાબા મોટી કોરની સફેદ સાડી પહેરી બહારના રૂમમાં છોકરાઓથી ઘેરાયને બેઠાં હતાં ,કોઈને ગલી કરી હસાવતા તો કોઈને બે પગ ઉપર ઊભા કરી પાવ રે પાવ કરતાં હતાં મનુકાકાનું ઘ્યાન ટી વી.માં હતું,તેઓ ક્રિકેટ મેચ જોતા હતા.મુકેશ અને મનીષા બાને મળી આવ્યાં હતાં પણ વાત કરવાની હિમત નહોતી,બધાયના મનમાં ઉચાટ હતો.બા એમની ગીફ્ટ લેવાની ના પાડે છે.શું કહેશે ? આજ સુઘી બાએ કાઈ માગ્યું નથી.એમને શું જોઈતું હશે! પપ્પાને માટે કારની માંગણી કરશે,કે પછી ફરી ઇન્ડિયા જવું હશે! રમેશ અને સુધાને વિચારવાનો ટાઇમ મળ્યો નથી.છેવટે બઘાય હેપી મધર્સ ડે કહી બાની પાસે આવ્યા,જમાઈ રાજેશે બાને ગુલાબના ફૂલો આપ્યા,બાએ હોશથી લીઘા,ફૂલોની તાજગી અને મંદ સુગંધથી બાનો ચહેરો ખીલી ઊઠ્યો,બધાનો જીવ હેઠો બેઠો,બાએ વારાફરતી દીકરા દીકરી,વહુઓ સૌને વહાલ કરી આશીર્વાદ આપતાં કહ્યું ,’તમારી સોની હું રજા માગું છુ ,તમારા પપ્પા અને હું હવે સીન્યર હોમમાં રહેવા જઈશું,એ જ માર્ગ મને અમારા શેષ જીવન માટે યોગ્ય લાગ્યો છે.કોઈ દલીલ કરતા નહિ,તમારું સુખી જીવન દૂરથી જોઇને અમે રાજી થઈશું.

તરુલતા મહેતા

સૌ મિત્રોને મધર્સ ડે ની શુભેછા

શ્રી વિનોદભાઈ પટેલ–પી.કે.દાવડા

શ્રી વિનોદભાઈ પટેલ

વિનોદભાઇનો જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માં કમાયેલી મિલકતો ત્યાં છોડીને પોતાના મૂળ વતન, મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો .

ડાંગરવામાં આવ્યાના થોડા મહિનાઓમાં જ વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા .આ પોલીયોની અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા .

વિનોદભાઈનું  છ ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં જ થયું. ૧૯૫૦ માં ગુજરાતમાં જાણીતી કડીની સંસ્થા સર્વ વિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૫૫ માં એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. પોતાની શારીરિક ક્ષતિ ભણતરમાં બાધારૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે “ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે,જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .

કડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ આવેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા. ૪૦૦ છાત્રોવાળા આ ગાંધી મૂલ્યોને વરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય દુનિયાની ઘણી સમજદારી આવી ગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ એમના માટે ખુબ

પ્રેરક બન્યા.એમણે વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક વાંચનનો પ્રેમ જગાડ્યો.આશ્રમમાં ગૃહપતિ ગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ વધતો કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું.

૧૯૫૫માં એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા બાદ વિનોદભાઈએ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી ૧૯૫૯માં બી.કોમ. ની પરીક્ષા પાસ કરી. રંગુનની જાહોજલાલી જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના બહોળા કુટુંબનો ખેતી,દૂધ અને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નીભાવ કરવાનો હોવાથી પિતાને  આર્થિક રીતે સંકળામણ રહેતી હતી.આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી સારા માર્ક ઉપર અપાતી  સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલો, એટલે બી.કોમ.માં પાસ થયા બાદ તરત જ એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થા વિકાસગૃહમાં હિસાબનીશ અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાના માસિક પગારની નોકરી સ્વીકારી હતી . પગારનો પહેલો ચેક મળતાં એમને અને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી .

અહીં આઠેક મહિના જોબ કર્યાં પછી એમને એમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં કઠવાડા ,અમદાવાદમાં નવી સ્થપાતી કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ . આ કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે ૧૯૬૦માં બી.એ. , ૧૯૬૨માં એમ. કોમ. ,૧૯૬૯માં એલ.એલ.બી. સુધીની પરીક્ષાઓ પાસ કરી .સાથે સાથે  કમ્પનીની

મેનેજમેન્ટ દ્વારા  એમની મહેનત અને વફાદારીની કદર થતી રહી અને એમના હોદ્દાઓમાં અને વેતનમાં વૃદ્ધિ થતી રહી .

૧૯૭૩ થી ૧૯૭૬, ત્રણ વર્ષ અમેરિકા સ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીન કેમિકલ્સને શરૂ કરવા માટે સખત મહેનત કરી. ૧૯૭૬માં અમેરિકા રહેતા ત્રણ ભાઈઓએ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ  સ્ટેટમાં તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા. ત્યાંના કુદરતી સૌંદર્યથી અને અમેરિકાના પ્રથમ અનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

અમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ લિમિટેડે દેશમાં ન બનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં બનાવવા માટે પ્રમોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સની અમદાવાદ ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા. આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં સુધીના ફાઈનાન્સ, માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો .અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ કમ્પનીએ  વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી હતી .

ઉપરની બે મોટી ગ્રુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ ૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે કમ્પનીના સીનીયર એક્ઝીક્યુટીવના પદે રહીને નિવૃતિ લીધી .નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી   વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે ૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા .

વિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨ માં કુસુમબહેન સાથે થયાં હતાં . ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવન બાદ ૧૯૯૨ માં ૫૪ વર્ષની વયે જ કુસુમબહેનનો દુખદ સ્વર્ગવાસ થયો. એમના બે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં જ છે.

૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી .એમનાથી ત્રણ નાના ભાઈઓ એક પછી એક એમ અમેરિકા ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પહેલાં ભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના મકાનમાં માતા પિતા સાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ અમેરિકાથી આવીને એમના ત્રણે ય નાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત અમેરિકા ગયા હતા .

ભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને જીવનભર વિનોદભાઈની સાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો — ૧૯૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ એમને છોડીને  વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે પરંતુ આ ત્રણ દિવ્યાત્માઓનું સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે .  

અમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી પડેલા સાહિત્યના રસને તાજો કર્યો અને સર્જનની પ્રવૃતિમાં લાગી ગયા. એમના લેખ, વાર્તા, કાવ્ય વગેરે અમદાવાદથી પ્રસિધ્ધ થતા માસિકધરતીમાં છપાતા. આ માસિકમાં એમની પહેલી વાર્તાપાદચિન્હો૧૯૯૬માં છપાઈ હતી .એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિકગુજરાત ટાઈમ્સમાં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટ થતાં રહ્યાં .

વિનોદભાઈએ ૨૦૧૧માં કોમપ્યુટરમાં ગુજરાતીમાં કેમ લખાય એ  શીખી લીધું અનેવિનોદ વિહારનામે બ્લોગ શરૂ કર્યો. બ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહે છે:નિવૃતિમાં સારી રીતે સમય પસાર કરવાનું બ્લોગ ઉત્તમ સાધન છે . યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે. બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે મારા આત્મીય મિત્ર શ્રી સુરેશ જાનીનો હું આભારી છું .વિનોદ વિહારના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટ મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે . મિત્રો સાથે બ્લોગના માધ્યમથી તેમ જ ઈ-મેલોથી સતત સંપર્ક અને વિચાર વિનિમયથી મન સતત આનંદમાં રહે છે .”

બાળપણની શારીરીક  ક્ષતિ અને ૭૮ વર્ષની  ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી આપતું પણ મારું મગજ આ ઉંમરે પણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એક જ  હાથે ટાઈપ કરીને મારા બ્લોગની પોસ્ટ તૈયાર કરી તમારા જેવા

અનેક મિત્રો /ચાહકોને શક્ય એટલું સંસ્કારી સાહિત્ય  હજુ પીરસી શકું છું  એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે.આવી શક્તિ ચાલુ રાખવા માટે ભગવાનનો હું આભાર માનું છું .”

વિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છેકે જીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હિંમત ન હારવી,મન મજબુત રાખવું અને સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી. ગીતાનો આ સાર મનમાં હંમેશા યાદ રાખવો….जो हुआ वह अच्छा हुआ ,जो हो रहा है ,वह अच्छा हो रहा है ,जो होगा ,वह भी अच्छा होगा .

આંતરિક હિમ્મત, દિલી પુરુષાર્થ, સકારાત્મક અભિગમ, ભગવાન ઉપર શ્રધા અને એની કૃપા જ્યારે ભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે. “

પી. કે. દાવડા

જામ પીવડાવો મને -દિનેશ ઓ. શાહ

I took on the so-called Red Eye Special Flight from San Francisco to Boston at Midnight on Monday.  A beautiful air hostess of the Delta airlines was serving wine with a smile to passengers. From the airplane window, I could see a beautiful moon.  In addition I had to sleep in this plane whole night. So I thought if in my place Bahadur Shah Jafar or Oomar Khayam, or some other Urdu poet was flying in this plane, what he would have written in a poem? The following is what I wrote for them in Gujarati! I hope it enriches the Gujarati poetry literature!

જામ પીવડાવો મને 

 

સાકી જામ પીવડાવો મને ત્યાં સુધી 

પૂનમનો ચાંદ ગગને ચમકે જ્યાં સુધી 

 

જોવા દો નજર સામે મને બે ચાંદ ને 

એક ગગનમાં ને બીજો આપે જામને 

 

ના ઢોળો  જામ વધુ તમે નયનથી  

મુજ હૃદયની પ્યાલી  છલકાઈ જશે

 

સાકી સુવા દે આજ આ મયખાનામાં 

નહિ તો જામ કોણ આપશે પ્રભાતે મને?  

 

કોણ નસીબદાર મુજથી વધારે હશે 

હું રંક પણ જીતી ગયો સૌ અમીરને 

 

વધુ સુખી મારાથી વિશ્વમાં કોણ હશે?

મળી પરમ આનંદની પળ એક જેને?

 

દિનેશ ઓ. શાહ

 

ખબર નથી ફરી ક્યારે કોઈ જામ પીવડાવશે ?

ભરી પ્યાલી, દઈ સ્મિત, મુજને જીવંત કરશે ! 

સરયૂ પરીખ

 

 ચાંદને……એક  મુક્તક

જામ જેવું કૈંક તો, તુજમાં ખરેખર છે સનમ,
આમ તો આવે છે તું, પીવાને સાકી એ સનમ,
પણ નશીલી તુજ નજર, વીંધે અગર કો’ દિલને,
ઊછળી ને જામને બ્હાને, તને જ પીએ સનમ.

દેવિકા રાહુલ ધ્રુવ

જામનો નશો

 નથી સાકી એ નશો એ જામમાં,

જે તારા નયનો થકી ઉતરે છે મયખાનામાં.

પૂનમનો ચાંદ તો ચાલ્યો જશે આ નભની અટારીએથી,

પણ સાકી તારો નશો નહીં ઉતરે આ લોહીમાંથી.

એવું તે શું છે આ તારા નયનોમાં?

જે ફેરવે છે મારા લોહીને શરાબમાં!

ઘૂંટ ઘૂંટ પીને મદહોશ બન્યો છું સાકી,

જાણુ છું હું એ જામ છે તારા અધરોનો સાકી.

કલ્પના રઘુ

 કેટલીક કૃતિઓનું સર્જન એક કૃતિ બની ને રહેવા માટે નથી થતું તેને વાંચીને સંવિત જીવોને સંવેદનાઓ સરખી રીતે થતી હોય છે અને તેથી આ કૃતિ ને માણી ને સરયૂ બહેન, દેવિકા બહેન અને કલ્પનાબહેન  પણ તેના ઉપર લખી શક્યા.

અભિનંદન સૌને…

આવા પ્રયોગો  અગાઉ કર્યા છે અલબત તેમાં કાવ્ય ઉપરથી લઘુ કથાનું સર્જન થયું હતું

http://www.vijaydshah.com/2008/03/28/ek-kaavya/

 

મૌનનાં વાદળ-કલ્પના રઘુ

મૌનનાં વાદળ

મેં શોધ્યું એક આકાશ,

તેમાં શબ્દોનો આવાસ,

મૌન છે એનું નામ,

આ તે કેવો વિરોધાભાસ?

મૌનનાં ટોળામાં કલ્પનાના ઝૂંડ,

ક્યાંક થાય સળવળાટ, શબ્દો રચાય.

મૌનનાં આવાસે જ્ઞાનની વીજળી,

ક્યાંક થાય ચમકાર ને શબ્દો વરસાય.

આ શબ્દોમાં છે સૂર ને તાલ,

તેમાં છે ‘મા સરસ્વતી’નો વાસ.

જે સમજે આ આભાસ,

તરી જાય એ દરિયો અગાધ.

સંભળાય છે મોજા અફાટ,

મોતી રત્નોનો ઉભરાટ.

‘હમ્‍’નાં સ્પંદને ખુલે વિશુધ્ધિ,

મૌન બને શબ્દો ને ગૂંજે આકાશ.

મૌનનાં આકાશે શબ્દો સરજાય,

અને પહોંચે હરિજન અંતર આવાસ.

મૌનની ભાષા છે તો અનેરી,

મૌનનાં આકાશે બ્રહ્મનાદ સંભળાય.

મેં શોધ્યું એક આકાશ,

તેમાં શબ્દોનો આવાસ.

કલ્પના રઘુ

માતૃદેવો ભવ-પદ્માકાન્ત શાહ ​

                                          શ્રી  ગણેશાય  નમઃ                                                                                                     ઓમ

શ્રી  સરસ્વતીએ  નમઃ

                                   માતૃદેવો  ભવ

મધર્સ ડેની શુભકામના

પહેલો ગુરૂ  માં  ,સો  શિક્ષક  બરાબર  એક  મા

જન્મ્યા  ત્યારથી  શરૂ  થયું  કામ શીખવાનું જાતજાતનું

પ્રથમ ,સ્તન મોઢામાં  મૂકતા મા  ,શીખી  ગયી હું  ચૂસતાં

દાંત  આવતાં  શીખી  હું ચાવતાં ,જાતજાતના સ્વાદ  કરાવે  માતા

પાપા ડગલી  મામા  ડગલી  ભરી ,શીખી  ગઈ  હું  ચાલતાં

થોડી હું  મોટી  થઇ ત્યાં  નખરા  શરુ  થયા  ,ભાવવા  ન  ભાવવાના

શિસ્તમાં સખત  માત  મોરી ,નાળીયેરના  ઉપરના  પડ  જેવી

શ્વેત ,પવિત્ર  ,મીઠું ,મધુર હર્દય  હતું  અંદરથી

માત  વિનાની  તેની  બે  પુત્રવધુને  રાખતી  હતી ખૂબ  પ્રેમથી

ન  ભાવે  એ  વસ્તુના  કોળિયા  પહેલાં  ભરાવે  જમવામાં

ના ખાઉં  તો ભાણેથી  ઉઠાડે , છોડે  ના  ખાધા  વિના

હસતાં  ખાવ  કે  રડતા  ખાવ , ખાવા  પડતાં લાડવા ,લાપસી , ને  કોળિયા  શીરાના

ખાતાં  ના  શીખવ્યું  તારી  માએ/ એ  શબ્દ  ન  સુણવા  માંરે  કાને

ને  ખરેખર /સાસરીયે  આવતાં પ્રથમ  શીરો  પીરસાયો  ભાણામાં /

માની શિખામણ  યાદ  આવતાં ,આવી  ગઈ  સાનમાં ,

ને  આમ  કરતાં  શીખી  ગઈ લાડવો, લાપસી ને શીરો  ખાતાં  આવી  ગઈ  પૂરા  ભાનમાં

વર્ષો  વીતી ગયા  ને આવી  ગઈ હું  ફોરેન  દેશ  અમેરિકામાં ,

નાનપણમાં  તો  હતી  એકજ  માં  જેની  સામે કરતી  હું  રીસામણા  મનામણા

અહિયાં  તો બે  બે  પુત્રવધુ  તેની  સામે  શું  કરું  રિસામણા  કે  મનામણા /

હોંશેહોંશે  બન્ને  બનાવે  નવી  ડીશ ,ચાય ફૂડ  ને  થાય ફૂડ

કેમ  કરીને  ખાવું  મારે  માય  ફૂડ /

અડધું  અંદર  ને અડધું લટકે બહાર , ખાતાં  ન  ફાવે  મુજને ,

છરી  કાંટાનું , નાનુંશું  યુધ્ધ લાગે  ,ત્યાં  ભય  લાગે  કોઈ  જોઈ  જાશે  મુને/

માની  કેળવણીમાં  ચાલશે ,ફાવશે ,ગમશે ,ને  ભાવશે ,

એ  શબ્દોને  વણી  લીધાં  હતાં જીવનમાં

વાર  ન  લાગી  મુજને બે  બે  પુત્રવધુમાં એડજેસ્ટ  થતાં  અમેરિકામાં

માતાએ  શીખવ્યું  બાળપણમાં ,પુત્ર્વધુઓયે શીખવ્યું  ખાતાં ઘડપણમાં

કક્કો બારાખડી મા શીખી નહોતી ,પણ  બીજાને ભણાવવાનો આગ્રહ  રાખતીહતી

પ્રયત્ન કરતાં  વિષ્ણુસહસ્ત્રનામ ,અને મહિમ્ન જેવા સ્તોત્ર  સહુ  સાથસાથ એ બોલતી હતી

યાદ તાજી થાય છે કમ્પ્યુટર શીખવા જયારે પુત્ર ,પૌઉત્ર ,કે પુત્રવધુ પાછળ હું લાગું છું

જોડાક્ષર ના ઉચ્ચાર માં બરાબર ના બોલે ત્યારે થોડી હું અકળાતી હતીઃ ,માં કાઈ બોલતી નહોતી ,

ઠોઠ નીશાળીઓ હું છતાં મારી સાથે ના કોઈ અકળાય છે

બલ્કે પોતાના કામમાંથી સમય આપી ,મને પ્રોત્સાહિત કરે છે

પ્રોત્સાહન આપવામાં પ્રજ્ઞાબેન પણ ન રહે પાછ્ળ સીનીયરમાં

તારા પાડ નો ના પહાડ કરું ,તારું પોઝીટીવ થીંકીંગ હર પલ મનમાં ધરું

પોઝીટીવ થીન્કીન્ગનો ખઝાનો લુંટાવું સહુ માતને

પાઠવું શુભેચ્છા શુભ આ માતૃદીને

ના કોઈ ફરિયાદ કરું ફરીફરી તને યાદ કરું બસ યાદ કરું

તારી દીકરીપદ્માના પ્રણામ

પદ્મા -કાન

જયશ્રી કૃષ્ણ

દિવ્યજ્યોત-પદ્માબેન ક. શાહ


​મિત્રો 

સ્વજનને ગુમાવવાની ખોટ કોઇપણ રીતે પૂરી કરી શકાય એવી નથી હોતી.આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય અને  બે હાથ અચાનક જોડાઈને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને એ પ્રાર્થના મનને અચનાક વિચાર કરતા મૂકી દે…કહે છે ને દુઃખનું ઓસડ દહાડા .મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પરંતુ સ્વજનની સાથે આપણા જીવનની જાણે નવી શરૂઆત,સ્વજનની ખોટ સાથે યાદોનું બળ …પ્રકૃતિના નિયમ અતૂટ હોય છે. તેમાં દરેક પ્રાણી બંધાયેલો છે..ખાલીપો, યાદો ,શૂન્યતાને ભરવાનો સરળમાર્ગ એટલે ..ભક્તિમાં મન રાખી,નિર્લેપતાથી જીવીએ અને અંત:કરણથી સ્વજન ને વિદાય આપીએ,ગુમાવેલ સ્વજનને યાદ કરી એને બળ રૂપે વાપરી એના કર્યો પુરા કરવામાં સાચી સ્મરણાજલી  આપી ગણાય.પ્રભુ દરેક વ્યક્તિને કોઈ કામ સોપી અહી મોકલે છે તો એ કર્યો પુરા કરવા અને પુરા કરતા સ્વજનની યાદોને વાગોળવી એના જેવી બીજી શ્રદ્ધાંજલિ બીજી શું હોય શકે. પદ્મા માસીએ જીવનના હકારત્મક અભીગમ સાથે આ કાવ્ય લખ્યું છે,શબ્દનું કામ છે હ્યુદયની સંવેદનાને વાચા આપવી,અને હૃદયને સ્વજનના વિયોગની વેદનામાંથી મુક્ત કરવા,જે કામ આંસુ ન કરી શકે,તે કલમ કરી જાય જે તમે અહી વાંચી અને અનુભવી શકશો …

Wishing a very happy Bigining

દિવ્યજ્યોત

એક દિવ્યજ્યોત, મહાજ્યોતમાં  ભળીગઈ

એક મહાનઆત્મા , પંચમહાભૂતમાં ભળી ગયા

સદાય  સત્કારવા  આવકારવા  હંમેશ   તત્પર રહ્યા

મારીમહાન “વિભૂતિ”  પ્રભુમાંવિલીન  થઇ ગયા

   પરોપકારવૃત્તિ જેના  આચરણ  અને રગેરગમાં  વહ્યા

સદાયેવડીલોને  પૂજ્ય  ભાવે  “નમસ્તે” કહેવાનું  નાચુક્યા

નિડરનિસ્પૃહ  અને નિરાભિમાની સેવક સૈનિક થઇ જીવ્યા

તત્પર રહ્યા સૌનું કાર્ય કરવા ફરજ ગણી કરતા રહ્યા

અડગ  નિશ્ચયકર્તવ્ય ગણીને અવિસ્મરણીય  જીવન જીવ્યા

વડીલોના આશીર્વાદને દેવકૃપાથી સેવાની સૌરભ મૂકી ગયા

કનુભાઈઅ. શાહ   ને   શ્રધ્ધાંજલી – એપ્રિલ  ૧૪,  ૨૦૧૪

પદ્માબેન ક. શાહ