શબ્દો જ્યારે જીવતા થાય છે–પી. કે. દાવડા

શબ્દો જ્યારે જીવતા થાય છે

આજના આ ઘોંગાટ ભર્યા જીવનમા શબ્દો ક્યાં સંભળાય છે?અને સંભળાય તોયે ક્યાં સમજાય છે? આજની ફીલ્મોમાં loud music અને ઢંગધડા વગરના શબ્દો યાદ રાખવા જેવા પણ નથી.આજે વર્ષો બાદ ૧૯૪૭ના એક નાટક  ‘શંભૂમેળો’ નું ગીત યાદ આવ્યું છે. ફક્ત Harmonium અને ધીમા તબલા સાથે જ્યારેમોતીબાઈના કંઠે, પ્રભુલાલ દ્વિવેદીનું લખેલું આ ગીત ગવાતું ત્યારે મુંબઈના Princess Theater માં ભાગ્યે જ કોઈ એવું હશે,જેની આંખ ભીની ન થઈ હોય. હકીકતમાં શબ્દો જીવંત થતાં,નઝરની સામે આબેહુબ ચિત્ર ઉપસી આવતું.થોડા સમય પહેલાં જ પરણીને સાસરે આવેલી યુવતીને નવરાશની પળોમા એનું પિયરિયું યાદ આવે છે, અને એ ગાયછે,

“પિયરીયું     સાંભરે,    બાઇ,   મને

પિયરીયું  સાંભર…….સાંભરે    માડી ના     હેત  –૦

ગાડું વળાવ્યું   ત્યારે   રોતી’તી    માવડી

                                        બાપુ ઉભા’તા  અચેત    —૦

એકજ     ઓસરીએ     હતા    ચાર  ચાર     ઓરડા

                                        આંગણીયે લીમડા ની છાયા

ગાતી’તી   હું  ત્યારે ઘેરી ને બેસતી

                                                                                  ગાયું વાછરડા   સમેત —૦

ખેતર લીલુડા ને લહેરાતી વાડીયું

ખેલતા ધરતીને ખોળે.

મળતી જો હોત ફરી મહિયર  ની માયા

મોઢે માંગ્યાં  મૂલ દેત —O”

પિયરિયામાં સૌથી પહેલાં મા યાદ આવે છે, મા એ વરસો સુધી આપેલો પ્રેમ યાદ આવે છે, અને પછી તરત જ પોતાની વિદાયનું દ્રષ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં?

“ગાડું વળાવ્યું ત્યારે રોતી તી માવડી,

બાપુ ઊભાતાં અચેત…..બાઈ મને…”

 ગામડાંમા કોઈની પણ દીકરી પરણીને બીજે ગામ જતી હોય ત્યારે આખું ગામ તેને વળાવવા ભેગું થતું. ગાડું દેખાય ત્યાં સુધી ઉભા રહેતાં અને પછી ભીની આંખે ઘરે જતા. આજે આપશ્રી/બન્ને/સહકુટુંબ લખીને આમંત્રણ આપનારાઓને આ નહીં સમજાય.દિકરીને વળાવતી આંસુ સારતી મા અને શૂન્ય મસ્તક થઈ ગયેલા બાપને જોતી આ નવોઢએ જોયેલું આ દ્ર્ષ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં?છેલ્લી બે પંક્તિઓ ઘણું બધું કહી જાય છે, જે સમજી શકે એમના માટે છે.કદાચ “આતી ક્યા ખંડાલા?” અને “મસકઅલી, મટકઅલી..”સાંભળીને મોટા થતા લોકોને આ ન પણ સમજાય.

-પી. કે. દાવડા

 

3 thoughts on “શબ્દો જ્યારે જીવતા થાય છે–પી. કે. દાવડા

 1. અક્ષર અને શબ્દોના પ્રેમી દાવડાજીએ એમના આ ટુંકા લેખમાં થોડા શબ્દોમાં મોટો અર્થ ભરીને શબ્દોને જીવતા
  કરી શબ્દ શક્તિનો પરિચય કરાવ્યો છે .ધન્યવાદ .

  Like

 2. Davda Saheb,

  Khoob sachi vaat. Aaj ni dikariyu ne aava sundar shabdo no arth vanchi ne nahi samjay pan jo vistar ma bataviye to emanu man pan bhinu thase. Khub khub aabhar

  Like

 3. Congraulation Bay area celebration 54 th gujarat day  if any work call me. I send my massage Subhash shah

  Sent from Samsung Mobile

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.