પ્રિય પ્રજ્ઞાબેન,
મિત્રો 11મી મેં ના મારો જન્મદિવસ હતો અને હું બિન મોસમની પલળી ગઈ,બધા મિત્રો સ્વજનોએ મને આશીર્વાદ,અને શુભેચ્છા વરસાવી ,ફોન ઇમૈલ ફૂલો અને કેક છેલ્લા ત્રણ દિવસથી મળી રહ્યા છે મારા દરેક પગલાના સાક્ષી એવા – શબ્દોનાસર્જના , બેઠકના સર્જકો, વાચકો – શ્રોતાઓને – મારા તરફથી ખૂબ ખૂબ આભાર . આપે જે ઉમળકાથી મને શુભેચ્છા પાઠવી છે એ હંમેશા માટે મારા હુદયમાં અંકાઈ ગઈ છે..તમારા જેવા મિત્રો જ મારી મૂડી છે એનાથી વધારે બીજી કઈ વાત રૂડી છે…ખુદાએ ભલે લખી તકદીર પણ જિંદગી તો આ દુઆ થકી જ રૂડી છે। ..
આમતો ઘણા મિત્રોની શુભેચ્છા આવી છે પણ એક બે શુભેચ્છા અહી મુકું છું
વહાલા પ્રજ્ઞાબેન, તમારા જન્મદિવસની શુભેચ્છા,પ્રભુ તમને તન ,મન,અને ધનથી સદા ભર્યા રાખે.ગુજરાતી સમાજના અને ગુજરાતી ભાષાના તમારા સેવા કાર્યને વેગવંતુ રાખે, અગણિત જન્મદિવસો આવે અને અમે સૌ હદયથી તમને શુભેચ્છાઓ પાઠવ્યા કરીએ.
તરુલતા મહેતા
પ્રિય પ્રજ્ઞાબેન,
પલકઝપકમાં પળ પસાર થઇ જાય છે.
નવી ક્ષિતિજો આંબવાને પ્રજ્ઞાબેન તૈયાર થઇ જાય છે.
‘શબ્દોનું સર્જન’ પરનાં મારાં સર્જનહારની આજે જન્મતારીખ છે.
શબ્દોના સર્જકોની અંતરની આશિષ છે.
દુઆઓનાં કાફલા વચ્ચે મારી પણ આ દુઆ છે.
માતૃદિનના સુંદર અવસરે અનેકનું માતૃહ્રદય જેમાં બિરાજે છે તે પ્રજ્ઞાબેનને કલ્પના રઘુની ખૂબખૂબ વધાઇ છે.
તમારી પૂરી થાય હર કામના, હર ઉદ્દેશ. હર હાલમાં છે ઇશ્વરનો આદેશ … એ સમજીને જો કરશો નવા વર્ષમાં પ્રવેશ તો સમજો સફળ છે તમારા જીવનનો ઉદ્દેશ.
રિધ્ધિ સિધ્ધિ સાથે ગણેશજીની કૃપા રહે. મા સરસ્વતી સદાય તમારી કલમે વસે. બસ એ જ પ્રાર્થના આપના જન્મદિને.
જન્મદિન મુબારક
કલ્પના રઘુ
પ્રિય પ્રજ્ઞાબેન ,
ગઈકાલે ફોન પર વાત કરી પરંતુ તમારી જન્મ તારીખ વિષે જાણકારી નહીં હોવાથી શુભેચ્છા ના પાઠવી શકી . આજે જાણ્યું તો મોડા મોડા પણ હાર્દિક શુભેચ્છા પાઠવું છું .તમારા કાર્યમાં ખુબ સફળતા અને યશ પામો .
પ્રભુ દીર્ઘ આયુષ્ય તમને બક્ષે એવી પ્રાર્થના.
LikeLike
પ્રિય પ્રજ્ઞાબેન,
માંડા માંડા છતાં ય મારી તરફથી આપના જન્મ દિવસની શુભ કામનાઓ સ્વીકારશો .
પ્રભુ દીર્ઘ આયુષ્ય તમને બક્ષે એવી પ્રાર્થના.
LikeLike
Janam divas mubarak ho aap hmesha khush rho
LikeLike
Moda Moda paN aapana janmdine..dirgh svasth aayShya ane gurjarbhaashaanI preet jaaLavI raho tevi shubhechChaao
LikeLike