ન લખવાના બહાના- -પી. કે. દાવડા

ન લખવાના બહાના

લખો  લખો,  લેખ  લખો  તમારે;

બ્લોગો ઘણાં છે, કોઈ તો સ્વીકારે.

પણ  શું  લખું? કંઈપણ  સુઝે ના,

મને  બીક  લાગે કે લોકો હસે ના.

ભૂતકાળ  મારો  હતો સાવ  સાદો,

ભૂતકાળ  સામે  સૌને  છે  વાંધો!

છે  ભવિષ્ય  મારું  થોડું  જ બાકી,

તાકી રહ્યો છું, પણ ગયો છું થાકી;

હવે,  વર્તમાનમા હું દોડી રહ્યો છું,

બસ  એક સફળતા શોધી રહ્યો છું;

બસ તે  પછી મારા  લેખો વંચાસે,

સાદા શબદનો પણ ગુઢ અર્થ થાસે.

ભરાસે બધા બ્લોગ મારા જ લેખથી,

કોંમેન્ટ પણ થાતા હશે અતિ વેગથી.

ક્યારે  આ  સપના  પૂરા  થવાના?

કે આ બધા ન લખવાના બહાના?

           -પી. કે. દાવડા

 

– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે સાહિત્ય પ્રેમીઓ મળ્યા-રાજેશભાઈ શાહ

– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે સાહિત્ય પ્રેમીઓ મળ્યા-રાજેશભાઈ શાહ

 

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ‘અને ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’

– – ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરીયમમાં વિવિધ સંવેદનશીલ કૃતિઓની રજૂઆત થઈ

 

(રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા. ૧૪ 

બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા ગુજરાતી સાહિત્યપ્રેમીઓ ‘બેઠક’ના ઉપક્રમે દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતી ભાષા-સાહિત્યને સ્પર્શતો કોઈ વિષય લઈ તેના ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કરવા ઉમળકાભેર એકત્ર થાય છે. ખાસ ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે દર વખતે સિનિયર ભાઈઓ-બહેનો તેમના ભવ્ય ભૂતકાળની જૂની યાદો અને યુવાની વખતે તેઓના સાહિત્ય-કલા-સંગીતના પ્રેમ-લગાવને યાદ કરી પોતાની ઊર્મિઓની આનંદભેર અભિવ્યક્તિ કરવા કાર્યક્રમ શરૃ થાય તે પહેલાં સમયસર આવી જાય છે. ૭૦ વર્ષ પછીની ઉંમરવાળા ભાઈઓ-બહેનોના ચહેરા ઉપરનું સ્મીત અને ઉમળકાને જોતાં આનંદ અને ગર્વથી સૌ ભાષા-પ્રેમીઓનું મસ્તક ઝુકી જતું હતું. ‘બેઠક’ના ઉપક્રમે તેઓના ચોથા કાર્યક્રમમાં ”મને ગમે છે” વિષય ઉપર પોતાના જીવનકાળ દરમ્યાન કોઈકે વાંચેલી-સાંભળેલી ગુજરાતી કવિતાઓ અથવા લેખો જે તેઓના હૃદયને સ્પર્શી ગયા હોય અને યાદોમાં હજુય જીવંત હોય તેવી કૃતિઓના સર્જક કવિ કે લેખક તેઓને કેમ ગમી ગયા તે વિષય ઉપર પોતાના ખાસ વિચારો સૌની સમક્ષ રાખવા સૌ તૈયારી સાથે આવ્યા હતા. શુક્રવાર તા. ૨૮ માર્ચ, ૨૦૧૪ના રોજ મિલપિટાસ નગર ખાતેના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના ઓડિટોરિયમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના રસિકો ઉમંગભેર આવી પહોંચ્યા હતા. કાર્યક્રમની શરૃઆતમાં કલ્પનાબેન રઘુભાઈએ સરસ્વતી વંદના કર્યા બાદ તેઓના માતુશ્રીના દુઃખદ અવસાન તાજેતરમાં થતાં તેઓના આત્માની શાંતિ માટે સૌએ પ્રાર્થના કરી હતી. મૂળ સુરેન્દ્રનગરના પણ અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકામાં સ્થાયી થયેલ જાણીતા કવિ અને ગઝલના પ્રેમીઓમાં જાણીતા ડૉ. મહેશભાઈ રાવલનું સૌએ સ્વાગત કરી તેઓની ચારેક ગઝલનો સૌએ રસાસ્વાદ કર્યો હતો. ત્રણેક દાયકાથી ગઝલોની દુનિયામાં અનન્ય પ્રદાન કરનાર ડૉ. મહેશભાઈએ તેમની આગવી છટામાં ગઝલ ગાઈને સંભળાવી હતી. હયુસ્ટન (ટેકસાસ)ના જાણીતા કવિયત્રી દેવિકાબેન ધુ્રવની કવિતા કલ્પનાબેને વાંચી સંભળાવી હતી. કલ્પનાબેને કવિ બોટાદકરે માતાના પ્રેમ ઉપર રચેલી કાવ્ય રચના ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’ યાદ કરીને કવિ બોટાદકરની સિદ્ધ કવિતાઓની ચર્ચા કરી હતી. વસુબેન શેઠે કવિ ઈન્દુલાલ ફૂલચંદ ગાંધીની જાણીતી કૃતિ આંધળી માનો કાગળ વાંચી સંભળાવ્યો હતો. ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિયત્રી ગંગાસતીએ પાનબાઈના પાત્રને લઈને ૪૧ ભજનોમાં જે ઉપદેશ આપ્યો છે તે આજે પણ સૌ ભાષાપ્રેમીઓ યાદ કરે છે. કુંતાબેન દિલીપભાઈએ કલાપીની ખૂબ જાણીતી રચના જ્યાં જ્યાં નજર મારી ઠરે રજૂ કરી કલાપી કઈ રીતે તેઓના હૃદયને સ્પર્શી ગયા તે જણાવ્યું હતું. બે એરિયાના જાણીતા સાહિત્યપ્રેમી પી.કે. દાવડાએ ૪૦૦ વર્ષો અગાઉ અખાએ સમાજ સમક્ષ છપ્પાના રૃપમાં ૬ લાઈનોમાં પોતાના મક્કમ વિચારો કડવું સત્ય સમજાવતાં રજૂ કર્યા હતા તેને યાદ કરી સૌને આનંદિત કર્યા હતા. બે એરિયામાં સંગીત પ્રેમીઓ માનીતા એવા નિવડેલા ગાયીકા દર્શનાબેન ભૂતાએ જગજગની માને જાણીતી કાવ્ય રચનાઓ ”માડી તારૃં કકું ખર્યું ને સુરજ ઉગ્યો” તથા ”રૃપને મઢી છે સારી રાત સજન” તેમના મધુર અવાજમાં રજૂ કર્યા હતા. ભીખુભાઈ પટેલે ક.મા. મુન્શીને યાદ કરી ”ગુજરાતનો નાથ” જેની ૧૯૧૯ના વર્ષમાં પ્રથમ આવૃત્તિ છપાઈ હતી તે હજુ પણ જીવંત છે અને સૌમાં લોકપ્રિય છે તેની વાત કરી હતી. પત્રકાર રાજેશભાઈ શાહે તેઓના પ્રિય લેખક-કવિ-કથાકાર અને ભગવદ્ ગીતાને સ્પર્શતા વિષયો ઉપર આશરે ૨૦,૦૦૦થી પણ વધુ પ્રવચન આપનાર સ્વ. પૂ. હરિભાઈ કોઠારીના જાણીતા પ્રવચનોના વિચારો રજૂ કર્યા હતા. નિહારિકાબેન વ્યાસે ૧૫૯૧થી ૧૬૫૬ના જીવનકાળ દરમ્યાન અખાએ ૭૪૬ છપ્પાઓમાં સમાજમાં એ સમયે પ્રવર્તતા અસત્ય, ઢોંગ, આડંબર અને અંધવિશ્વાસને સમાજ સમક્ષ ખુલ્લા પાડી ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું હતું અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું હતું તે તેઓની આગવી રીતે રજૂ કર્યું હતું. બે એરિયાના જાણીતા ગાયીકા કલાકાર માધવીબેન મહેતાના માતુશ્રી મેઘલતાબેન જાણીતા સાહિત્યકાર, કવયત્રિ છે. તેઓએ નરસિંહ મહેતાના જીવન અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેઓના પ્રદાન ઉપર તેઓના વિચારો મોકલાવ્યા હતા તે રજૂ કરવામાં આવ્યા. ૮૨ વર્ષના પદમાબેને ખૂબ ઉત્સાહ-ઉમંગથી ૮૨ વર્ષે પણ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો કોમ્પ્યુટરમાં રજૂ કરી તૈયારી કરીને આવેલા પદમાબેને કૃષ્ણભક્તિથી રંગાયેલા મીરાબાઈએ રચેલી અનન્ય રચના ‘જૂનું રે થયું રે દેવળ’ રજૂ કરી મીરાબાઈ તેઓને કેમ ગમે છે તે રજૂઆત કરી હતી. સિનિયરમાં પ્રિય એવા રમેશભાઈ પટેલે અને ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રેમી શ્રી પિનાકભાઈ દલાલે પણ સુપ્રસિદ્ધ કવિઓની રચનાઓ રજૂ કરી હતી.

પ્રાર્થના

DSC_2264

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય કનુભાઈ શાહ  હવે આપણી વચ્ચે નથી.

ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે  પ્રભુ શરણ પામ્યા છે .

 એમની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .– પરમાત્મા તેમના પૂણ્ય  આત્માને પરમ શાંતિ અર્પે.

એમના કાર્યને બિરદાવવા…કહીશ કે ચુપચાપ પોતાનું કાર્ય કરનાર . સાદુ અને સંસ્‍કારી જીવન જીવનારા,કનુભાઈ  નિડર, નિખાલસ અને નિ:સ્વાર્થી ગુજરાતી નાગરિક  હતા.કોઈની પણ સાચી અને સચોટ હકીકત રજુ કરતા તેઓ અચકાતા નહિ. સાથે સાથે મિતભાષી અને સદાય હસમુખા હતા.  દરેક પ્રસંગે કરૂણા તથા પરોપકારના ઉત્‍કટ ભાવ સાથે પોતાનો સઘળો વ્‍યવહાર
કરનારા, સમાજના તમામ વર્ગના લોકો તેને હૈયાના ઉમળકાથી વધાવતા. સાચા શબ્દોમાં વડીલ હતા. 

 જોડણી શુદ્ધિ અને સાહિત્‍યમાં તેમની ઊંડી સૂઝ હતી,અને એટલેજ એક જમાનામાં ખુબ જાણીતા સમાચાર પત્ર જન્મભૂમી ,મુબઈસમાચાર,જેવા અનેક સમાચાર પત્રના  – પારંગત, પાવરધા ને કુશળ પત્રકાર પ્રતિનિધિ હતા.સીલીકોન વેલીમાં રહીને પણ માદરે વતન ગુજરાતને અને ગુજરાતી ભાષાને, સાચી ​જોડણીના આગ્રહ ​દ્વારા સાચી ગુજરાતી ભાષાની ઓળખ આપવામા તેમનો ફાળો હતો

​કનુભાઈ બધા અમેરિકામાં વસતા ગુજરાતીઓને કહેતા કે..”ગુજરાતી ભાષાને ઘરના વડીલ પુરતી સીમિત ન રાખે” વનાર પેઢી પણ ગુજરાતી ભાષાથી સમૃદ્ધ બને એ માટે પોતે સક્રિય પગલા રૂપે જાતે,“ડગલો” “પુસ્તક પરબ”,”ગુર્જરી સભા” ,“બેઠક”,જેવી સંસ્થાઓને ,સર્જકોને કલાકારોને, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા. તેમના શબ્‍દમાં ઉત્તમ જીવનના સંસ્‍કારોના પ્રભાવી પડઘા પડતા… સમાજમાં  રહીને તથા લોકો વચ્‍ચે ઉજળુ જીવન જીવીને સહજ રીતે તથા સરળ રીતે  નગારા વગડ્યા વગર નવી પેઢીને લખવાનું અને રજુ કરવાનું પ્રોત્સાહન આપીને માતૃભાષાનો પ્રવાહ લોકો સુધી પહોંચાડ્યો છે.તેમના સહકારથી “ડગલો” “શબ્દોનુંસર્જન” અને “બેઠક”ડીખમ ઊભા છે આથી મોટો પુરાવો બીજો કયો હોઇ શકે?.કનુભાઈનું  સમાજને આ સૌથી મોટું તથા મહત્‍વનું પ્રદાન છે.

પદ્માબેન સાથેનો તેમનો સ્‍નેહ તથા બન્‍નેનો અરસપરસનો વ્‍યવહાર આજે પણ આનંદ અને ગૌરવનો ભાવ કરાવે તેવા છે.આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે .પદ્માબેનને અને પરિવારના સૌને આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના  સહ ………..

વિજયભાઈ શાહ Houston થી આ સાથે મોકલેલ કાવ્ય દ્વારા સમગ્ર પરિવારના દુઃખમાં સામેલ થયા છે

Vijay Shah - YaYa VaRઅને શ્રધાંજલિ આપવા એક પ્રાર્થના રાખશું  … જેની વિગત શબ્દોના સર્જન પર મુકવામાં આવશે

Funeral & Cremation Services

DSC_2264

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય કનુભાઈ શાહ  હવે આપણી વચ્ચે નથી.

                              Funeral & Cremation Services

                           Date:Saterday -April 19th 2014

                                          Time:12.30 to 2.30

 

32992 Mission Blvd

Hayward, CA
(510) 471-3363

 

સહિયારું સર્જન: વિકાસના પંથે

મિત્રો,

વેબ ગુર્જરી પર આપણા કાર્યનો ઉલ્લેખ થયેલ છે જે આપ સહુ વાંચી શકશો ,

link;  http://webgurjari.in/2014/04/14/collaborative-creativity-develpomental-path/

સહિયારું સર્જન: વિકાસના પંથે

April 14, 2014

– વિજય શાહ

થોડા સમય પહેલાં સહિયારા સર્જન વિષે ‘નવગુજરાત સમય’માં એક લેખ આવ્યો હતો. તેનાં લેખિકા શ્રીમતી રાજુલબેન શાહે ખૂબ સરસ રીતે લખ્યું હતું કે, “એક સમય હતો, જ્યારે બાળકો પરદેશમાં રહીને સ્વદેશી ભાષા બોલે એનો સંકોચ થતો; પણ હવે બાળકોને સ્વાધ્યાય કે પાઠશાળામાં મોકલતાં માતાપિતાની સંખ્યા વધતી ગઈ છે. પંચતંત્ર, રામાયણ કે મહાભારતથી બાળકોને પરિચિત કરાવવામાં હવે નાનપ નથી લાગતી. બાલ ગણેશ, છોટા ભીમ કે ક્રિશ્નાથી હવેનાં બાળકો પરિચિત થવા લાગ્યાં છે. જેમ ભારતમાં રહેનાર માતાપિતા એમનાં સંતાનો શુદ્ધ અંગ્રેજી બોલે એનું ગૌરવ અનુભવતાં હોય, ત્યારે પરદેશમાં રહેનાર માતાપિતા એમનાં સંતાનો સરસ ગુજરાતી બોલે એનું ગૌરવ લેતાં હોય છે.

વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષાને ઘરના વાડા સુધી બંધાયેલી ન રહે અને આવનાર પેઢી પણ ગુજરાતી ભાષાથી સમૃદ્ધ બને એ માટે સક્રિય બન્યા છે. સાહિત્ય પરિષદો, સ્વરચિત નાટકો, કાવ્ય સંમેલનો અને શબ્દ સ્પર્ધાઓ વધતાં ગયાં. વેબ પર સર્જકોનાં સર્જનો મુકાતાં ગયાં. અવનવા પ્રયોગો અસ્તિત્વમાં આવતા ગયા. એમાં “બહુલેખી સર્જકો દ્વારા સહિયારા સર્જન”નો એક સાવ જ નવતર પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. કોઈ એક સર્જકના મનમાં કથાબીજ ઊગે એ કથાબીજને લઈને બીજા લેખકો પોતાની કલ્પનાના રંગો ઉમેરીને કથાનું વિસ્તરણ કરતા જાય. દેખીતી રીતે એક વાક્યમાં કહેવાતી વાત જ્યારે અમલમાં મૂકવાની આવે, ત્યારે સમજાય કે આ કહેવાય છે એટલી સરળ વાત તો નથી જ. પોતાના મનની કલ્પના- પરિકલ્પનાને પોતાની રીતે વ્યક્ત કરવામાં કે વિસ્તારવામાં લેખક માટે મોકળો અવકાશ હોય એ જ અવકાશ બહુલેખી લેખકના સહિયારા સર્જન માટે પણ રહેતો જ હોય. શરત એ કે આગળ લખાયેલી કથા એ મુળ લેખકના હાથમાંથી બીજા લેખકના હાથમાં સરીને એનો પ્રવાહ તૂટવો ન જોઈએ કે ક્યાંય નબળો ન પડવો જોઈએ. આગળની કથાના લેખકની અભિવ્યક્તિને અનુસરીને એ પછીની કથા એને અનુરૂપ આગળ વધવી જોઈએ.

ફૂલના છોડના બીજને એક ક્યારામાં વાવીને એનો ફણગો ફૂટે એટલે બીજો માળી એને ત્યાંથી ઊંચકીને બીજા ક્યારામાં રોપે અને પોતાની રીતે માવજત કરે. જરાતરા ઊંચા આવેલા રોપાને વળી ત્રીજો માળી પોતાના ક્યારામાં ઉછેરે. એમ ઊગીને ઊભા થતા રોપાને મૂળ ધરતીના બદલે બીજીત્રીજી ધરતીમાં ઊની આંચ પણ ન આવે એમ  તંદુરસ્ત રીતે ઉછેરવાની અને એના ફૂલની સુવાસ ચોતરફ રેલાય એનીય કાળજી રાખવાની. એવી જ વાત આ સહિયારા સર્જનની થઈ, પણ આ સહિયારા સર્જનની શૃંખલા તૂટવાના બદલે લંબાતી ગઈ. આજે આવાં બહુલેખી સર્જકોનાં એક નહીં, અનેક સર્જનો ઉપલબ્ધ છે.”

આ વાતના અનુસંધાનમાં મારા બે પ્રારંભિક લેખો (“સહિયારું સર્જન – સાહિત્ય સંવર્ધનનો સફળ પ્રયોગ” – ‘ઓપિનિયન’ ઓક્ટોબર, ૨૦૧૨ અને “સહિયારું સર્જન”: એક દિશાનિર્દેશ” – વેબગુર્જરી)માં સહિયારા સર્જનની પૂર્વભૂમિકા આપવામાં આવી હતી. તેમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે સહિયરા સર્જનમાં  મુખ્ય લેખકને ભાગે એક વધુ જવાબદારી રહે છે અને તે છે, કથાવાચક્ની રસક્ષતિ ન થાય તેવી રીતે મઠારવી અને બિનજરૂરી લંબાણોને ટાળવાં. આમ સહિયારુ સર્જન બે મુખ્ય કામ કરે છે. તે એક કરતાં વધુ લેખકોને સર્જનની તક આપે છે અને  જુદાજુદા લેખકો જ્યારે લખે ત્યારે રસક્ષતિ થવાની બહુ મોટી શક્યતા હોય છે, જેને મુખ્ય લેખક નિવારી શકે છે. અત્રે એવો ભય સેવાતો હોય છે કે મુખ્ય લેખક્ને સત્તા વધુ હોય છે, પણ તેવું નથી. દરેક લેખક તેમને અપાયેલ મુદ્દામાંની ઘટનાને વિકસાવવા આઝાદ હોય છે.

મુખ્ય લેખકે વાર્તાનો આત્મા મૂક્યો હોય છે તેથી દરેક કથાની માવજત તેના થકી થતી હોય છે. આ મૂળ હેતુ  સચવાય છે, ત્યારે તે વાત લોકોને વાંચનનો આનંદ આપવા સક્ષમ બને છે; જેમ કે કિરીટ ભક્તા રચિત  “બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં” એ નીલમબેન દોશીના એક હાસ્યપ્રધાન પાત્ર બચીબેનને અમેરિકામાં લાવી તેમના થકી થતા છબરડાઓને દરેક લેખકે તેમને જુદાંજુદાં શહેરોમાં ફેરવીને વાચકોને ખૂબ હસાવ્યા. “નયનોના કોરની ભીનાશ” અને “શૈલજા આચાર્ય” માં વિજયભાઇ શાહે લાગણીનાં અને વિધાતાની કઠોર રમતોનાં શિકાર બનેલાં પાત્રોને હિંમતથી ઝઝૂમીને વિજેતા બનાવ્યાં. પ્રદીપ બ્રહ્મભટ્ટની કથા “સંસ્કાર”  અને હેમા બહેન પટેલની ‘વિરાંગના સરોજ શ્રોફ’માં નવતર વિષયો આવ્યા; જ્યારે પ્રભુલાલ ટાટારીઆ તેમની ‘તારામતિ પાઠક’ નો સંસ્કાર વારસો ત્રણ પેઢી સુધી ફેલાતો બતાવી શક્યા અને જયંતિભાઇ પટેલ ‘મનેખ હરિયાળી ધરતીનાં’ અને ‘છૂટાછેડા- ઓપન સિક્રેટ’માં તદ્દન જ વણખેડાયેલા વિષયો લઈને આવ્યા. પ્રવિણાબેન કડકિયાએ ‘ઊગી પ્રીત આથમણી કોર’ નવલકથા અને ‘ગરમ ચાય’ સહિયારો વાર્તા સંગ્રહ આપ્યો.

આ સહિયારાં સર્જનોમાં તકનીકી વિકાસે ( ઈ મેઈલ- ટાઇપ પેડ) બહુ જ મોટો ફાળો આપ્યો હતો અને તેથી જ આ સર્જનો દેશની સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્વરૂપોને આંબતી હતી; જેમકે નીલમબેન દોશી ‘પારદીપ’ ઓરિસ્સાથી લખતાં હતાં, રમેશ શાહ વાપીથી તો મોના નાયક (ઉર્મિસાગર) ન્યુ જર્સીથી સાથ પુરાવતાં હતાં. ચંદ્રકાંત સંઘવી મુંબઈથી અને નયનાબેન પટેલ લંડનથી લખતાં હતાં. સ્નેહા પટેલ અમદાવાદથી, રેખાબહેન સિંધલ ટેનેસીથી, જયંતિભાઇ પટેલ આણંદથી તો પ્રભુલાલ ટાટારીયા ગાંધી ધામ (કચ્છ)થી  લખતા હતા. અમેરિકામાં રાજુલબહેન શાહ બોસ્ટનથી લખતાં. ડો નિલેશ રાણા, ડો. લલિત પરીખ અને હરનિશ જાની પેન્સિલ્વાનિયાથી, તો સપનાબેન વિજાપુરા શિકાગોથી લખતાં, સરયૂબહેન પરીખ ઑસ્ટીનથી, સાનફ્રાન્સિસ્કોથી પ્રજ્ઞા બહેન દાદભાવાલા ને કલ્પનાબહેન રઘુ લખતાં. રેખાબહેન પટેલ “વિનોદીની” ડેલાવરથી, જ્યારે હ્યુસ્ટનથી ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ સર્જકો જેવાં કે દેવિકાબહેન ધ્રુવ, મનોજ મહેતા, સ્વ.  કાંતિલાલ શાહ, હેમાબહેન પટેલ,  વિશ્વદીપ બારડ, હિંમત શાહ, અંબુભાઇ દેસાઇ, ડૉ ઇન્દુબહેન શાહ, શૈલાબહેન મુન્શા, ચારુબહેન વ્યાસ અને વિજય શાહે કલમનો કસબ દાખવી અને અત્યાર સુધી ૨૪થી વધુ સહિયારી નવલકથાઓ લખાઈ.

hariyali dharati na manekhmasala chayNaynoma kori bhasha - vijayshahsanskaartaramati pathakugi preet athamani korveeraanganabachiben ane babubhai america mapushpaguchcha

જોકે, સહિયારાં સર્જનોના પ્રયોગો ગદ્યમાં જ થયા છે, તેવું તો હરગિજ ન મનાય; કારણ કે સુરેશ બક્ષી ગુજરાતી સાહિત્ય સરિતાની વેબ પેજ પર પ્રસિદ્ધ થયેલાં ૨૧ જેટલા કવિઓનાં કાવ્યો “પુષ્પગુચ્છ કાવ્ય સંગ્રહરૂપે લાવ્યા, ત્યારે હ્યુસ્ટનનાં ફોટોગ્રાફરો જયંતિ પટેલ, દેવિકાબહેન ધ્રુવ અને ચિમનભાઇ પટેલની પુષ્પછબિઓને પણ પ્રકાશમાં લાવી શક્યા.

Planet Eart our homeનાસાના વિખ્યાત વૈજ્ઞાનિક અને કવિ કમલેશ લુલ્લાએ “પૃથ્વી એજ વતન” ના નામે હ્યુસ્ટનનાં બધાં કવિઓને ‘પૃથ્વી ઉદય’ (Rise of earth) નામનું રંગીન ચિત્ર આપીને તેના વિષયે કાવ્ય સર્જન કરવાનું આહ્વાન આપ્યુ, જે બધા કવિઓએ ઊઠાવ્યું. આના પરિણામે જે કાવ્યો સર્જાયાં તેના આધારે પુસ્તક રચાયું. ડૉ કમલેશ લુલ્લાનું માનવું છે કે વિદેશમાં વસતો દરેક ભારતીય પોતાના વતનનો ઝુરાપો એક યા બીજી રીતે વેઠતો જ હોય છે. પરંતુ એકવીસમી સદીમાં પૃથ્વી એક વિશ્વગ્રામ બની ગયું છે અને વતનની ધૂળ ખાવા હવે વતનની મોંઘી ટિકિટ લેવાની જરૂરત નથી પડતી, કારણ કે ખંભાતના અખાતની ધૂળ, ડમરી બનીને આફ્રિકા જતી હોય છે. પૃથ્વી એજ વતન જો સમજાઈ જાય તો વતનનો ઝુરાપો રહેતો નથી.

સાન્ફ્રાન્સિસ્કોમાં સિનિયર સીટીઝનોની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને બોલવાની તક આપતી બેઠક યોજાઈ અનેTo Saaru “તો સારુ” વિષય અન્વયે પ્રેક્ષકોએ આયોજક બહેન પ્રજ્ઞાબહેનને તેમની ધારણા કરતાં ઘણો વધારે ઉત્સાહ  દેખાડ્યો, જે સાચે જ ચમત્કાર હતો. દરેક ગુજરાતીના ભાષાપ્રેમનો ચમત્કાર. તેમની અપેક્ષા નાની હતી, કારણ કે પ્રથમ પ્રયોગ હતો. તે સમયે પરિસ્થિતિ પણ વિપરીત હતી, છતાંપણ ધાર્યા કરતાં વધુ માણસો આવ્યાં. માઇક ઉપર સમય આપ્યા જેટલું બધાં બોલ્યાં છતા સાંજે નિર્ધારિત સમય કરતા બે કલાક વધુ એ બેઠક ચાલી. તે ઘટનાને માણતાં ૯૫ વર્ષનાં વરિષ્ઠ હરિકૃષ્ણ મજમુદાર અને પ્રેમલતાબહેન મજમુદારનો હર્ષ પ્રજ્ઞાબહેન પાસે વ્યક્ત થયો. “આ છે ભાષા સવર્ધનનું સાચું કામ. આવું કાર્ય જે ભાષામાં થતું હોય, તે ભાષા ચિરંજીવી જ હોય છે”.

khaalipana no ahasaasછેલ્લો પ્રયોગ હમણાં પ્રવિણાબેને કર્યો. તેમની નવલકથા ‘ખાલીપણાનોઅહેસાસમાં કથા એક, પાત્ર ચાર અને લેખક ચાર. દરેક લેખક તે પાત્ર બની તે ઘટનાના પાત્ર તરીકે સંવેદનાઓ લખે અને વહાવે, જેમાંથી ઉપજ્યું નવતર પોત. એક પાત્ર ભરેલાથી ખાલીપણા તરફ વહે છે, જયારે બીજું પાત્ર ખાલીપણાથી ભરેલા તરફ. પ્રયોગ છે તેથી એકની એક ઘટના એક કરતાં વધુ વાર આવે તેથી રસક્ષતિનો અહેસાસ રહે, પણ લેખકોની કલમનો કસબ ઉપસ્યા વિના રહેતો નથી.

રાજુલ બહેને તેમના લેખના અંતે પ્રગટાવેલી આશાની જ્યોત અહીં ફરી પ્રગટાવતાં ટાંકું. “પરદેશમાં રહીને વાંચનભૂખ તૃપ્ત કરવા લાયબ્રેરી ક્યાંથી લાવવી ? પણ વેબ જગતે આ દ્વિધાનો પણ અંત આણી દીધો. વાંચનપિપાસુઓ માટે તો કુબેરના ખજાના જેવો ખજાનો હાથ લાગ્યો. વાચકો માટે તો આ એક અફાટ દરિયો છે. દેશવિદેશ રહેતા માતૃભાષાના પ્રેમીઓ માટે તો એ આનંદની વાત છે કે આજે માતૃભાષાના સંવર્ધન માટે પરદેશમાં રહીને પણ સાહિત્યની સરિતા સતત અને અવિરત વહેતી જ રહી છે અને રહેશે.”

સહિયારા સર્જનની પ્રક્રિયા એ લોકભોગ્ય સ્વરૂપે દરેકમાં છુપાયેલા માતૃભાષા પ્રત્યેના પ્રેમને બહાર કાઢી વાચા આપતો પાયાનો સ્તુત્ય પ્રકાર છે. સંગીતમાં જેમ રિયાઝ જરૂરી હોય છે, તેમ સર્જનપ્રક્રિયામાં આ જરૂરી કવાયતો છે. લખો..મઠારો..ફરીથી લખો… એમ કરતાંકરતાં સર્જાતું હોય છે, સહિયારુ સર્જન. સાહિત્યકાર અને કવિમિત્ર અંકિત ત્રિવેદી જ્યારે હ્યુસ્ટન આવ્યા હતા, ત્યારે કહેતા હતા કે દરેક ગામમાં આવું કાર્ય થવું જ જોઈએ. આમાંથી જ કેટલાંય ધરુ આવતી કાલનાં ઉમદા સર્જકો બનતાં હોય છે.

– વિજય શાહ (હ્યુસ્ટન- અમેરિકા)

સંપર્ક : –

 ઈ મેઈલ: vijaykumar.shah@gmail.com
ફોન – 001-281-564-5116

       બ્લૉગ – વિજયનું ચિંતન જગત

[મૂળ વડોદરા (ગુજરાત)ના વતની અને હાલમાં હ્યુસ્ટન (અમેરિકા)માં વસતા વિજયભાઈ શાહ ગુજરાતી ભાષાના વિકાસ અને ગૌરવ માટે અહર્નિશ ચિંતિત રહે છે. ગુજરાતી સાહિત્યસરિતાના માધ્યમે તેમણે વિદેશમાં વસતા કેટલાય ગુજરાતીઓને પોતાના બ્લોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે પોતાનાં અનેક પુસ્તકો લખવા ઉપરાંત સહિયારા સર્જનના પ્રયોગો પણ કર્યા છે. ‘ટહુકા એકાંતના ઓરડેથી’ તેમની પત્રસ્વરૂપે લખાએલી પ્રયોગશીલ નવલકથા છે. અત્રે મુકાએલો તેમનો પ્રયોગાત્મક એવા સહિયારા સર્જન ઉપરનો લેખ તેમના એ દિશાના પ્રયત્નો અને તેમની ફલશ્રુતિને ઉજાગર કરે છે. વેબગુર્જરી માટે આ લેખ મોકલવા બદલ તેમને ધન્યવાદ. – સંપાદક]

 

મિત્રો ,
 
બેઠકમાં આપ વારંવાર વિજયભાઈનો ઉલેખ સંભાળતા રહો છો,તેમજ તેઓ ફોન પર આપણને પ્રોત્સાહિત કરતા હોય છે ​​આપણી બેઠકના એક જાણીતા લેખક પી.કે.દાવડા સાહેબે ​વિજયભાઈ સાથે વાતચીત કર્યા બાદ લેખ લખેલ છે જે 
આ લીંકમાં પણ તમને એ જ લેખ વાંચવા મળસે.

મળવા જેવા માણસ-શ્રી વિજયભાઈ શાહ

https://shabdonusarjan.wordpress.com/

પાઠશાળા-2

મિત્રો,

આપણી  આવતી બેઠકનો વિષય છે “પ્રસ્તાવના” અને ઘણાએ લખી મોકલાવી છે તો ઘણાને એ મુંજવતો પ્રસન છે તો ચાલો તેનો પણ ઉપાય છે  આપણી બેઠકના અનુભવી લેખીકા તરુલાતાબેને મદદ આવ્યા છે તો એમનો લાભ લઇ લઈએ ,પ્રસ્તાવના વિષે અમુક ખાસ વાત જણાવી છે જે આપણને સહુ ને ઉપયોગી અને માર્ગદર્શન રૂપ થશે। ..

પ્રસ્તાવના એટલે શું ?—

વિષય કે ગ્રંથનો પરિચય આપવાની ક્રિયા, વિસ્તૃત ભૂમિકા….ગ્રંથવસ્તુનિર્દેશક શરૂઆતનો લેખ; પૂર્વકથન,

.સરળ શબ્દોમાં કહું તો। ..આપણી બેઠકમાં પધારેલ  કવિ કે મહેમાનનો પ્રજ્ઞાબેન અથવા બીજું કોઈ પરિચય આપે છે

.આ પૂર્વપરિચય કે ભૂમિકા તે જ પ્રસ્તાવના,

 • હવે આ ભૂમિકા માપસરની હોવી જોઈએ કારણ કે શ્રોતાઓ  કવિને સાંભળવા ઉત્સુક હોય છે.

 • તમે જે કૃતિ વાચી હોય તેની જ પ્રસ્તાવના લખી શકાય,નહી તો આંધળાએ જોયેલા હાથી જેવું થાય.હાથીના એક અંગનું વર્ણન કરે.

 • તમે નવલકથા,આત્મકથા ,જીવનચરિત્ર સફર કથા ,વાર્તા સંગ્રહ કાવ્ય સંગ્રહ કોઈ પણ પુસ્તકરૂપે છપાયેલી સાહિત્ય કૃતિની પ્રસ્તાવના લખી શકો.

 • જે   પુસ્તક પસંદ  કરો તેના  લેખકનો ટુકમાં પરિચય આપવો જોઈએ

 • એટલું યાદ રાખજો કે અંગત ગમા-અણગમાને કે પોતાના વિચારો અથવા ઊર્મિઓ થી તટસ્થ રહેવાનું છે.

 • લેખકને શું કહેવું છે,એ કેવા પાત્રોની રજૂઆત કરે છે,વિકાસ ,ચઢતી પડતી દર્શાવે છે,તેનો અંગુલિનિર્દેશ કરવાનો છે

 • કોઈ નવલકથાની વાર્તાનો સાર કહી દેવો એ યોગ્ય નથી.

 • વાર્તામાં જે રહસ્ય હોય અંતની ચરમસીમા હોય તેને અકબંધ રાખવાથી વાચક નવલકથા જિજ્ઞાસાથી અંત સુઘી માણશે,

 • કૃતિની કથાવસ્તુનો આછો પરિચય આપી,તેની વિશેષતા જણાવી શકાય।લેખકે એની માવજત કેવી રીતે કરી છે.તે બતાવવાનું ,(દરરોજ અનેક જાતના સારા ખોટા કરુણ,હસવાના આઘાત આપે તેવા સમાચાર જોઈએ છીએ,તે કાઈ વાર્તા,નવલકથા કવિતા કે નાટક નથી.)

 • મારી સમજ પ્રમાણે માણસના શરીરમાં જે ચેતનતત્વ છે,પ્રાણ કે આત્મા છે,તેવું કૃતિમાં રસનું મહત્વ છે.ગમે તેવી કઠિન કે સરળ વાંચનયાત્રા વાચક રસના હલેસાથી કરે છે.નવ રસોમાંથી કોઇપણ રસ હોઈ શકે.કરુણ,હાસ્ય વીર ભયાનક શાન્ત નિર્વેદ ભક્તિ,વાચતા એટલો રસ પડે આનદ આવે કે બઘુ ભૂલી જવાય।

 • તમે પ્રસ્તાવનામાં આ રસ સ્થાનો બતાવાય તો સારું,

 • કૃતિમાં વાતાવરણની જમાવટ હોય અને પાત્રોને અનુરૂપ ભાષા હોય તેનું સોંદર્ય બતાવવું જોઈએ ,ગામડાના પાત્રો દલિત પાત્રો શહેરી પરપ્રાંતીય કે પરદેશી ગમે તે હોય તેને અનુરૂપ વાતાવરણ અને ભાષા છે કે નહી તે મૂલવવાનું

 • ,લેખકની સિઘ્ધી અને નબળાઈ બતાવી શકાય।

 • પ્રસ્તાવના લખવાનું પ્રયોજન લેખકની ખૂબીઓ બતાવી વાચકને વાચવા માટે પ્રોત્સાહન આપવાનું છે,

 • સાહિત્યની આવી અનેક કૃતિઓ વાચકની રાહ જુએ છે.

 • મિત્રો,સરસ લખો.તમારી પ્રસ્તાવના એવી જીવંત હશે કે સૌ વાચવા પ્રેરાશે,

 • તમે જે પુસ્તકનો પરિચય આપશો એ તમારી પણ ઓળખાણ હશે.

 

જય ગુર્જરી ગિરા

તરુલતા મહેતા 13મી અપ્રિલ 2014.

 

(માત્ર જાણ ખાતર

ભરત મુનિએ નાટકની પ્રસ્તાવના પાંચ પ્રકારની કહી છે: ઉદ્ઘાતક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રર્વતક અને અવગલિત)

પાઠશાળા

મિત્રો,

 હમણાં જે બેઠક યોજેલી તેમાં હ્યુસ્ટનથી આવેલ દેવિકાબેન ધ્રુવ અને બે એરિયાના મહેશભાઈ રાવલે ગુજરાતી ગીત, કવિતા, અને ગઝલ વિશે માહિતી આપી..દેવિકાબેને કહું કે  શબ્દો સાથે વ્યાયામ કરવો જોઈએ, લખવાનું ચાલુ રાખવાથી કલમ ની કસબ કેળવાય છે.અને તેજ વાત મહેશભાઈએ પણ કરી….. તો મિત્રો મેં એક શીખવા ખાતર મારી રચના મે મહેશભાઈને લખી મોકલાવી। ..મિત્રો મહેશભાઈએ તેને મઠારી મને પાછી મોકલી ત્યારે શબ્દોની  અને અનુભવી કલમની તાકાત મેં અનુભવી તે આપની સમક્ષ રજુ કરું છું ,અને એક વિચાર આવ્યો કે એક વર્કશોપ મહેશભાઈ સાથે ગોઠવ્યો હોય તો કેમ ?

મારી રચના આમ હતી……

નથી ઔપચારિકતા ,આ બેઠકમાં આમારી

બે ખુલ્લા હાથે મહેમાનને આવકાર,ને સ્વીકાર છે

અહી વાંચન ,સર્જન દ્વારા ભાષાનો આવિષ્કાર છે

એમાં આપનું આગમન બસ કલગી સમાન છે

વિચારો છે,પ્રયત્ન ને સંઘર્ષ પણ પાયા સમાન છે

પણ નાની કલમોનું ભવિષ્ય, ઉજળું બસ વર્તાય છે

પ્રતાપભાઈ વિજયભાઈ ની હાજરી, હજૂર વર્તાય છે

નહી તો પુસ્તકો આમ થોડા  વંચાય ને છપાય છે?

આપ ની મુલાકાત જ્ઞાન સભર જાજરમાન છે

નહીતો મહેશભાઈની દવા હાજર હજૂર જ ઉપચાર છે

માણશું  આજ શબ્દોની રમજટ  ગઝલો થી મિત્રો

આવી મહેફિલ અમથી અમથી થોડી થાય….

આપને આવકાર છે…. આપને આવકાર છે….

બેઠક નાની પણ સાહિત્ય પરિષદજ સમાન છે

 

 હવે કેટલી સુંદર લાગે છે તે જુઓ……. 

  તો  મહેશભાઈએ મને આપેલો  પહેલો પાઠ અહી રજુ કરું છું,જેથી આવતી બેઠકમાં આટલું જાણ્યા પછી, છંદ અને છંદમાં લખાય તો શું નિખાર આવે એ સમજવા બધાને પ્રોત્સાહન મળી શકે,
તમે જે પંક્તિઓ લખી મોકલી છે એ જોયા પછી એને માટે કયો છંદમાં લઈ શકાય એ નક્કી કરવું પડે !
મારા અનુભવ પ્રમાણે મને જે છંદ યોગ્ય લાગ્યો
એ છંદમાં લખી છે. થોડા શબ્દો નવા ઉમેરવા પડ્યા છે…
અહીં મેં લીધો એ  હજઝ છંદ છે.
U – – – ,  U – – – ,  U – – – ,  U – – –
લગાગાગા,લગાગાગા,લગાગાગા,લગાગાગા
લ એટલે લઘુ અને ગા એટલે ગુરૂ અક્ષર
જેની માત્રા ૨૮ છે.
તમારી જ પંક્તિ થોડા ફેરફાર સાથે એ છંદમાં લખી બતાવું – જુઓ,
U – – – ,  U – – – ,  U – – – ,  U – – –
નથી રાખ્યો, અમે કંઇ ઔ,પચારિક ભાર બેઠકમાં
બધાનો છે,અહીં ખુલ્લા, દિ લે આવકા,ર બેઠકમાં
-આ પંક્તિમાં ન,અ,પ, અને ર, લઘુ અક્ષર છે(કાનામાત્રા વગરના અને હ્રસ્વાઇ આવતી હોય એ બધા.બીજા ઘણી રીતે લઘુ-ગુરૂ અક્ષર નક્કી થતાં હોય છે – (વધુ “બેઠક”માં !)
-“બેઠકમાં” શબ્દ  છે એ રદિફ કહેવાય (અને એ, ગઝલના પહેલા શેરની બન્ને પંક્તિમાં રિપિટ કરવો પડે)

-બીજી પંક્તિમાં  “સ્વીકાર” શબ્દ છે એ કાફિયા કહેવાય (દરેક શેરની બીજી પંક્તિમાં એના પ્રાસમાં આવતો શબ્દ લેવો પડે)
હવે જુઓ…મેં લખી એ આખી ગઝલ

નથી રાખ્યો અમે કંઇ ઔપચારિક ભાર બેઠકમાં
બધાનો છે અહીં ખુલ્લા દિલે,આવકાર બેઠકમાં
વધાવી છે અમે ભાષા અહીં, વાંચન ને સર્જનથી
બધાની લાગણીનો છે સહજ, સ્વીકાર બેઠકમાં
વિચારો છે પ્રયત્નો છે અને સંઘર્ષ પાયામાં
કલમ સહુની, કરે છે શબ્દને શણગાર બેઠકમાં
પરબ છે પુસ્તકોનું, ને ભર્યો છે જ્ઞાનનો દરિયો
સતત ઉભરાય છે ઊર્મિ તણો ભંડાર બેઠકમાં 
ભરાતી હોય છે જાણે અહીં સાહિત્યની પરિષદ
ગઝલ ને ગીતનો ગુંજી રહ્યો રણકાર બેઠકમાં
લખો,લખતાં રહો કાયમ, લખાવો અન્ય પાસે,બસ
મારો એજ આગ્રહ હોય છે, હર વાર બેઠકમાં
કલમ જો કેળવાશે તો પછી, એ તમને કેળવશે
અને અભિવ્યક્તિમાં પણ આવશે નિખાર, બેઠકમાં 
ડૉ.મહેશ રાવલ
–.અને તમને પણ એક હોમવર્ક આપું કે, તમે મોકલેલી બીજી ગઝલ – વહાવી દો – આજ છંદમાં લખવાનો પ્રયત્ન કરી જુઓ. મેં લખી મોકલી એ ગઝલને નજરસામે રાખીને ચોક્કસ લખી શક્શો.

ગુજરાતી ગઝલ ની બેઠક

ગુજરાતીના ગૌરવ ને બે અરિયા માં ટકાવી રાખનાર અને ગુજરાતી ભાષા ને જીવંત રાખનાર બધાના લાડીલા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ હમણાં જે બેઠક યોજેલી તેમાં હ્યુસ્ટનથી આવેલ દેવિકાબેન ધ્રુવ અને બે એરિયાના મહેશભાઈ રાવલે ગુજરાતી ગીત, કવિતા, અને ગઝલ વિશે માહિતી આપી અને સુંદર ગઝલો બોલી બધને તરબોળ કરી દીધા.

pen and ink

pen and ink (Photo credit: Cast a Line)

દેવિકાબેને તો શબ્દો સાથે વ્યાયામ કર્યો છે,પછી સોનેરી સાંજે એ એક નહિ અનેક વાતો લાવી શકે તેમ છે. એમણે ગઝલ ઉપર માહિતી આપતા કહ્યું “લખવાનું ચાલુ રાખવાથી કલમ ની કસબ કેળવાય છે અને પછી તેમાં સંવેદના ઉમેરાય ત્યારે ગઝલ બને છે. ગઝલ ના નક્કી થયેલ સ્વરૂપ જાણવા પડે અને સતત પ્રયાસ કરતા રહેવું પડે.” તેમણે ગઝલ સંભળાવી:

જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

પ્રજ્ઞા બહેને કહ્યું “હું લખવા બેશુ છું તો ક્યારેક ગઝલ ની બદલે જોડકણું બની જાય છે.” દેવિકા બહેને સમજાવ્યું ગઝલ માં બહાર નું અને અંદર નું સ્વરૂપ હોય છે. અને રદીફ એટલે છેલો શબ્દ મહત્વનો હોય છે. અને તેની આગળનો શબ્દ છે તેને કાફિયા કહેવાય છે. રદીફ અને કાફિયા ગઝલની અંદર ના ભાવ વ્યક્ત કરવામાં વજન આપે છે. કુલ મળીને ચારસો જેટલા છંદો છે . પરંતુ મોટા ભાગ ની ગઝલો માં થોડા છંદો જ વપરાય છે. થાળી માં રંગબેરંગી ફૂલો હોય તે સુંદર દેખાય પણ તેમાં પેટર્ન ગોઠવી અને હાર બનાવીએ તે પ્રમાણે શબ્દો માં થી ગઝલ બને. રંગબેરંગી શબ્દોમાં ભેળવવાની વાત ની ગંભીરતા, કહેવાનો મિજાજ, સવેદના ની લાગણી અને પછી કરવાની શબ્દો ની ગોઠવણ. ત્યારે મહેશભાઈ રાવલે સંભળાવી ગઝલ ઉપર એક જાજરમાન ગઝલ.

સંબંધ ના ઘેરાવા વચ્ચે થી ટપકવાની ગઝલ
અંગતપણાની આડ વચ્ચેથી ટપકવાની ગઝલ
ડૂમો બની ઘૂંટાય ભીતર લાગણી સંજોગવશ
તો, પાપણોની ધાર વચ્ચેથી ટપકવાની ગઝલ
જ્યાં બોલવા જેવું કશું બાકી રહે નહીં, એ પળે
નિઃશબ્દતાનાં તાણ વચ્ચેથી ટપકવાની ગઝલ

હૂં તો કહું છું આ હતી સાંજ વસુલ થઇ જવાની ગઝલ. પરંતુ આ તો હતી માત્ર શરૂઆત. મહેશ ભાઈએ બે ચાર ગઝલ સંભળાવી અને દેવિકાબેને કાવ્ય તથા ગઝલ સંભળાવી. દેવિકાબેને અમેરિકા ઉપર ની ગઝલ સંભળાવી પછી અમેરિકા ના શિસ્ત ને અનુસરી ને સમય પૂરો થયો તે પ્રમાણે ધર્યા કરતા જલ્દી બેઠક નો અણધાર્યો અંત આવ્યો।

શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ,
આભની વીજળી સમુ આ આંજતું નગર જુઓ.
પૂર્વની રીતો અને વે‘વારથી જુદું ઘણું,
માનવીને યંત્ર માંહે શારતુ નગર જુઓ.
રાત દી‘ આઠેપ્રહર ડોલરની દોડધામમાં,
આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.

તો મિત્રો પાછા મળશું આવતા મહિનાની બેઠકમાં। ત્યાં સુધી લખતા રહેશો, વાંચતા રહેશો, અને નીચેના બ્લોગ ને જરૂર માણશો।

-દર્શના નાટકરણી-

દેવિકાબેન ધ્રુવ – http://devikadhruva.wordpress.com/
મહેશ ભાઈ રાવલ – http://drmahesh.rawal.us/
વિજયભાઈ શાહ – http://www.vijaydshah.com/
પ્રજ્ઞાબેન દાદભાવાળા (શબ્દોનું સર્જન) – http://tinyurl.com/lpkvuuv

http://darshanavnadkarni.wordpress.com

અહેવાલ-

_DSC0051

(ડાબેથી- પદ્માકાન્ત શાહ ,કુન્તાબેન શાહ,નિહારિકા વ્યાસ,દર્શના નાટકરણી,વસુ શેઠ,હેમંત અને જયા ઉપાધ્યાય,કલ્પના રઘુ શાહ , દેવિકાબેન ધ્રુવ ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ ,મહેશ રાવલ)

“બે એરિયાની ગુજરાતી “બેઠક”માં સાહિત્યની પાઠશાળા નો કુંભ મુકાયો.”

તારીખ ૯મી એપ્રિલને બુધવારના રોજ ‘બે એરિયા’ના ઇન્ડિયન કોમ્યુનીટી સેન્ટરમાં એક વધારાની ખાસ બેઠક યોજવામાં આવી હતી. પરદેશમાં ગુજરાતી ભાષાથી વિમુખ થતી ગુજરાતી પ્રજાને હ્યુસ્ટનથી આવેલ દેવિકાબેન ધ્રુવે  અને બે એરિયાના મહેશભાઈ રાવલે ગુજરાતી ગીત, ગઝલ  વિશે સરળ માહિતી આપી.  સર્જકોને પ્રવૃત્ત કરવા માટે અચાનક બોલાવેલી આ બેઠકમાં ૩૫-૪૦થી વધારે લોકોએ હાજરી આપી,મહેમાનને વધાવી પોતાનો ઉત્સાહ બતાવ્યો.બેઠકની શરૂઆત હ્યુસ્ટનથી શ્રી વિજયભાઈ શાહના શુભેચ્છા સંદેશથી થઈ. તેમના પ્રોત્સાહજનક શબ્દો  પછી પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બધાનું સ્વાગત કર્યુ. ત્યારબાદ તેમણે બે એરિયાના જાણીતા સાહિત્ય અને કલાપ્રેમી મીરાંબેન મહેતાની વિદાયની વાત કરી. તેમને શ્રધાંજલિ આપતા કહ્યું કે મીરાબેનની વિદાયથી સમાજને મોટી ખોટ પડી છે. સૌએ એક મિનિટનું મૌન પાળ્યું. તે પછી નિહારીકાબેન વ્યાસે સરસ્વતી વંદના રજુ કરી.
પ્રજ્ઞાબેને દેવિકાબેનને આવકારતા કહ્યું …

“નથી ઔપચારિકતા આ બેઠકમાં અમારી, બે ખુલ્લા હાથે મહેમાનને આવકાર ને સ્વીકાર છે,
અહીં વાંચન,સર્જન દ્વારા ભાષાનો આવિષ્કાર છે,એમાં આપનું આગમન બસ કલગી સમાન છે.

(photo-કલ્પના રઘુ શાહ ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ,મહેશભાઈ રાવલ )

_DSC0009

ત્યાર બાદ કલ્પનાબેને ખુબ સુંદર રીતે  પરિચય આપ્યો અને કહ્યું કે, નામ એવા ગુણોથી ઉજળા દેવિકાબેન ધ્રુ્વે ગઝલમાં તેમનો કસબ દેખાડ્યો છે. કલ્પનાબેને દેવિકાબેનને માઈક સોંપી તેમને રજૂઆત કરવા કહ્યું.

_DSC0013

(photo :કલ્પના રઘુ શાહ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા,)

દેવિકાબેને બેઠકનો દોર સંભાળી લીધો. એક પછી એક ગઝલોની રજૂઆત અને  તેનો આસ્વાદ માણતા સર્જકો અને પ્રેક્ષકો ક્યારે પાઠશાળામાં દાખલ થયા, ખબર પણ  ન પડીઔપચારિકવ્યાકરણછંદ અને એની પરિભાષાની માયાજાળથી દૂર રહેતા સૌને સાદી સરળ ભાષામાં પ્રારંભિક સમજ દેવિકાબેને આપી. ફૂલોનો ગુચ્છો પડ્યો હોય તો કોને જોવો ન ગમે ? પરંતુ તેને ગુલાબ મોગરાની હારમાં  ગણતરીપૂર્વક ચોક્સાઈથી ગોઠવી મુકો તો વધુ સુંદર લાગે ને ! બસ ગઝલનું પણ આમ જ છે સંવેદનામાં સજ્જતા ભળે તો સર્જન સરસ થાય. ગઝલ લખવી હોય તો છંદ,રદીફ અને કાફિયા તો શીખવા જ પડે અને તે પછી તમારી પોતાની અભિવ્યક્તિની રીત, યોગ્ય શબ્દોની ગૂંથણી, લયનું માધુર્ય વગેરે તેમાં ઉમેરાય તો ગઝલ બને. સારી ગઝલોના વાંચનની સાથે સાથે અભ્યાસ,આયાસ અને રિયાઝ ખુબ જરૂરી છે. તેમણે એક વાત સર્જકોને ગળે ઉતારી હતી કે ગણિતનો વિષય અઘરો લાગે તો પાઠશાળા છોડવાની ન હોય.પ્રયત્નથી બધું જ શક્ય છે. તેમની ગઝલો સાંભળતા અને માણતા સર્જકોએ  સાહિત્યની પાઠશાળાની નીંવ નાંખી. 

(photo:મહેશભાઈ રાવલ)

 મહેશભાઈએ  પણ પોતાની રજૂઆત સાથે પ્રોત્સાહન અને મક્કમતા દર્શાવ્યા. હેમંતભાઈની રજૂઆત અને પ્રયત્ન સુંદર રહ્યો તો કલ્પનાબેનની રજુઆતમાં સંવેદના સ્પર્શી, મહેશભાઈએ હેમંતભાઈને પ્રોત્સાહન આપતા કહ્યું કે કલમને કેળવશો તો ખુબ સુંદર લખશો. દેવિકાબેને કહ્યું કે બધા જ સરસ લખો છો. બસ, પ્રયત્ન છોડશો નહિ. અંતમાં બધાનો આભાર માનતા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ કહ્યં કે આજની બેઠક ખુબજ જ્ઞાનપૂર્ણ રહીભાષાને જાળવવાનો આપણો આ નમ્ર પ્રયત્ન છે …..મૂળ વિના કશું વિકસતું નથી…..તો   સોંપી દો ભાષાની સંદુક પેઢીને !  ….અનુભવને વહાવી દો……મહોરી ઉઠશે ભાષા નવા પુષ્પો થકી,….બસ એમની   અભિવ્યક્તિને  વધાવી લો..

 (photo:(સતીશભાઈ રાવલ,રમેશભાઈ પટેલ પ્રક્ષકો સાથે )  _DSC0023સમય આગળ વધી રહ્યો હતો ત્યારે બેઠકને સંકેલવા સિવાય છૂટકો જ નહતો. અંતે બધાનો આભાર માનવામાં આવ્યો. ખાસ તો સતીષભાઈનો આભાર કે સાન્ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનથી દેવિકાબેનને રાઈડ આપીને પોતાનો આટલો સમય ફાળવ્યા બદલ અને રઘુભાઈનો ફોટોગ્રાફી માટે આભાર માન્યો. છેલ્લે બિરિયાની સાથે રાયતું અને કુન્તાબેનની ચીપ્સ સાથે દર્શનાબેનની દ્રાક્ષ ખાતા સહુ પરાણે છુટા પડ્યાં…જતા જતા બધાના મનમાં એક જ વાત રમતી હતી કે ભાષાનો પ્રેમ જ આપણને આ બેઠકમાં ખેંચી લાવે છે…. બાકી ચાલુ દિવસે આ રીતે ત્વરિત ગોઠવેલી બેઠકમાં લોકો કેમ ખેંચાઈ આવે !   એક મક્કમ નિર્ધાર કર્યો કે આપણે પ્રયત્ન ચાલુ રાખીને કવિતા અને  ગઝલ જરૂર લખીશું..

”કદમ અસ્થિર હો તેને કદી રસ્તો જડતો નથી. મક્કમ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.”અસ્તુ.

link: મહેશભાઈ રાવલ (http://drmahesh.rawal.us)  link:http://devikadhruva.wordpress.com/

પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા

દેવિકાબેન ધ્રુવની ગઝલનો આસ્વાદ

​મિત્રો, દેવિકાબેન ની આ ગઝલનો આસ્વાદ માણો ​
 

હોવો જોઈએ…

 

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ.
‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ.

ક્યાં કમી છે દોસ્ત થઈને આવનારાની અહીં
પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ.

લો,જુઓ,આ કેટલો ખોટો ગણ્યો છે દાખલો!
એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.

ઓછું ધન હો કે પછી ઘર નાનું હો તો ચાલશે.
પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ.

થાય છે મનમાં કે પૃથ્વી ગોળ શાને થઈ હશે ?
કોઈને રોવાને ખૂણો  એક હોવો જોઈએ!

​દેવિકાબેનની આ ગઝલ નો આસ્વાદ માણતા કલમ કયારે ચાલવા માંડી તે ખબર જ ન રહી,અને આ જ તો સારા કવિની કલમની તાકાત છે ને!જેમ જેમ વાંચતી ગઈ તેમ તેની અનુભવી ,દોસ્તો દુનિયામાં ખુબ મળે છે પણ મિત્રતાને કારણો સાથે સંબંધ નથી,કૃષ્ણ સુદામાની જેવી મિત્રતા કવિત્રીએ એક વાક્યમાં સમજાવી દીધી છે “પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ”આવડા મોટા પ્રભુ જેવા મિત્ર પાસે સુદામાને કયારેય અપેક્ષા ન હતી..મિત્રતામાં ભૌતિક્તાને સ્થાન નથી બાકી મધ હોય ત્યાં માખી કયાં નથી મણમણતી?…..ત્યાંથી આગળ વધતા કહે છે પ્રેમ કયાં નથી ? પરંતુ એની ગણતરીમાં ખોટો પડે છે માણસ !…….એકને એક બે કહી હું હું માં હંમેશા અલગ રહે છે ,……પરંતુ કવિ કહે છે કે એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.આમ છંદમાં લખાયેલી આ ગઝલ અધિકારપૂર્વક પ્રેમમાં આપણાપણાનો અહેસાસ કરાવે છે. …લગ્ન પછી પણ પ્રેમ ની વ્યાખ્યા બદલાય છે જરૂર.. પણ દેખાડવાની રીત સાથે જોડતા કવિત્રી કહે છે,મોટા ઘરમાં પ્રેમ એકબંધ છે તેવું ન માનતા … ઘર સાથે પ્રેમની તુલના ન કરતા અહી આદરની વાત છે.”પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ”ઘણા પ્રેમી લગ્ન પછી છુટા પડતા હોય છે પરંતુ પ્રેમની કદર કરી આબરૂ જાળવી રાખતા હોય છે, જે સાહજીક હોય છે.કાળજી,જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના “ઉત્કર્ષની” ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.આદરની વાત છે….એક અંગત અનુભવના આધાર હેઠળ લખાયેલી આ રચના આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
રોવા માટે કોને ખૂણો નથી જોતો ? ગોળ પૃથ્વી ભલે હોય પણ ટોળામાં ખોવાઈ ગયેલા માણસને અંતે તો રોવા માટે ખૂણો જ જોઈએ છે। ..અહી એક વાત ખુબ સચોટ રીતે કરી છે અને તે છે હૃદયના એક ખૂણા માં હંમેશા કોઈનું સ્થાન હોય જ છે જેના માટે મોટા ઘરની જરૂર નથી તેમ માણસ પોતાનું હૃદય ખોલીને રડવા માટે પણ એક ખૂણો બસ છે તો પછી આ વિવેક આપણે કેમ ભૂલી જઈએ છે ‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ….તો કોઈનું દિલ પણ નહિ દુભાય એ રોવા માટે ખૂણા ની જરૂર પણ નહિ પડે। …પ્રેમ નામનો અઘરો શબ્દને સરળ બોલચાલની ભાષામાં વર્ણવી ગહન વાત આ કલમે છંદમાં આલેખી છે હવે હું વધારે કહું તે પહેલા તમારી જાતે જ કાલે બેઠકમાં આવી માણો તો વધારે આનંદ થશે.
દેવિકાબેન ધ્રુવ તારીખ 9 એપ્રિલ 2014ના કાલે icc માં સાંજે સાત વાગે આવવાના છે આપ સર્વે આવી માણજો. 
પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા

--