“જૂનુંએટલુંસોનુ”, શું આ સાચી વાત છે ?

કહેવતો કે રૂઢી પ્રયોગો નાના હતા ત્યારે શાળામાં ગુજરાતી વ્યાકરણ ભણતી વખતે શીખ્યા હતાં,એમાંની  ઘણી ક્હેવતો તો દાદા કે દાદીના મો એ રોજ સાંભળવા મળતી ,કહેવતો અને રૂઢી પ્રયોગોનો ઉપયોગ તો કોઈ પણ વાતને સરળતાથી લોકોને સમજાવી સકાય તે માટે કરવામાં આવતોઅને કારય છે કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે ક્યારેક કહેવત સચોટ રીતે છાપાના પહેલા પાનાના સમાચારના મથાળા સાથે વપરાતી હોય છે,કહેવતોની ખૂબી એ છે કે સાંભળનાર કે વાંચનારના મન પર એ સીધી જ જઈને ચોંટી જાય છે,પણ હવે આ કહેવતોનો ઉપયોગ ઓંછો થતો જાય છે એવું લાગી રહ્યું છે,સમય સાથે બધું જ બદલાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આમ હોય છે ? શું આ સાચી વાત છે ?

મિત્રો હવે પછીની બેઠકનો વિષય છે -શું આ સાચી વાત છે ?

કહેવત અથવા રૂઢી પ્રયોગ ) -શું આ સાચી વાત છે ?

​દાખલા તરીકે- 

દીકરીને ગાય દોરે ત્યાં જાય -શું સાચી વાત છે ?​

જુનું એટલું સોનું -શું સાચી વાત છે ?

તો મિત્રો આપણા દાવડા સાહેબે લખી મોકલેલ આ લેખ વાચો આપણા વિષયને અનુરૂપ છે,જે લેખકોને માર્ગદર્શન રૂપ રહેશે। 

જુનું એટલું સોનું ,

ખુબ જાણીતી કહેવત ,આ સત્ય છે કે માનસિકતા ,નવું ન અપનાવી શકતું માત્ર માનસ ,દરેક વસ્તુ કયારેક તો જૂની થવાની તો જુનું થયા પછી જ એનું મહત્વ કેમ ?  નવાને   વધવો…ત્યાં …સ્વીકાર છે….આપણા સમાજમાં એવરેજ માનવીની મનોદશા જૂનાને જ સોનું માને છે આપણે પ્રાચીનતા અને પવિત્રતા અને શુદ્ધતા ને જાણે જોડી દીધી છે ,જૂની વિચારસરણી ,માન્યતામાં થી બાહર નીકળવાનું ,તો જ નાવા ને વધાવ્યું કહેવાશે ,આપણા મન આજે ઝડપની સાથે તાલ મિલાવવા માટે ખુબ ધીમું છે ,પરિવર્તન કુદરતનો નિયમ છે સ્વીકાર ની માત્ર જરૂર છે આ સૃષ્ટિમાં એક જ વસ્તુ કાયમી છે, પરિવર્તન…આપણને ગમે કે ન ગમે જીવનમાં નવું નવું બનતું જ રહેવાનું છે. પરિવર્તન આવતું જ રહેવાનું છે. જે નવાને ન સ્વીકારે તેમાં જડતા પ્રવેશવા માંડે નવી વસ્તુ આવે ત્યારે તેનો વિરોધ થાય છે પછી ધીમે ધીમે તેનો સ્વીકાર થઈ જાય છે અથવા તો નવી આવેલી વસ્તુ જૂની થઈ જાય છે અને બદલાઈ જાય છે અથવા તો તેમાં કશો દમ ન હોય તો નાશ પામે છે. આજની તાજી વસ્તુ આવતી કાલે વાસી થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે વાસી વસ્તુ સોનું કેમ હોય શકે ?સગડી વાપરતા લોકો કયારે ગેસ અપનાવી લીધો તેની નોધ પણ નથી….આધુનિકતા ખોટી નથી,જરૂર છે એને અપનાવવા માટે વિવેક દ્રષ્ટિ કેળવવાની.અમુક પેઢી અને આપણે  કાગારોળ કરવામાં પણ હોશિયાર છીએ.સાચી સમજણ કેળવવાની જરૂર છે. .સમજણ એજ શુદ્ધતા,જે  મેળવવા ઉગતા સુરજને બે હાથે સ્વીકારો।.. જીવન ક્યારેય ઊલટું ચાલતું નથી કે ગઈકાલ માટે થોભી જતું નથી.

મિત્રો આજે દાવડા સાહેબ આવી જ વાત લઈને આવ્યા છે તો તમે પણ તમારા અભિપ્રાય જાણવો।..

જૂનું એટલું સોનું-શુંઆસાચીવાતછે?

જૂનું એટલું સોનું, આ કહેવત કોણે નથી સાંભળી? સમયના પ્રત્યેક તબ્બકે લોકોને આઅગાઉનો સમય સારો હતો એમ શા માટે લાગે છે? જૂનાગીતો, જુનાચલચિત્રો, અગાઉનો ખોરાક, અગાઉનાવસ્ત્રો અનેપહેલાની કારીગરી સારી હતી એમ લોકો શા માટે બોલે છે? ખરેખર અગાઉનો સમય સારો હતો?પહેલાનાશિક્ષકો, પહેલાનીશાળાઓઅનેપહેલાનુંશિક્ષણસારૂંહતું? પહેલાનું ફર્નિચર જાજરમાન હતું? પહેલાના ધરવિશાળ અને સગવડ ભર્યા હતા? અગાઉ બાળકોની રમતો નિર્દોષઅનેતંદુરસ્તી માટે સારીહતી? કોણજાણે આ સાચું છે કે ફેશનમા બોલાય છે?લોકો કહેછે કેઆકાશવાણીની તો વાત જન્યારી હતી. કેવામજાના કાર્યક્રમો અને તે પણ જાહેરાતો વગર! ભલે બેકલાકનું પ્રસારણહતું, પણ દૂરદર્શનની મજા કંઈક અનોખીજ હતી. રમણ,વીણામિશ્રા, મીનુ, સરલામહેશ્વરીવગેરે રોજ રાત્રે સમાચાર આપતા ત્યારે સાંભળવાની કેવી મજા આવતી? પહેલાના સંબંધોમા સચ્ચાઈ વધારે અને સ્વાર્થ ઓછો હતો.આપણી આવાત સાઈકોલોજિકલ છે, કે ખરેખર આ સાચી છે?સમય ઝડપથી બદલાઈ રહ્યો છે.જીવન મુલ્યો ઘટી રહ્યા છે. આજે સરળતાને બદલેસ્માર્ટનેસને વધારે ઉપયોગી ગણવામા આવે છે.આજે લોકો વધારે સાવધ, વધારે શંકાશીલ અને વધારે ચીડચીડા થઈ ગયા છે.આજે સગવડોમા અનેક ઘણો વધારો થયોછે પણ સુખમા એટલો વધારો થયો છે એમ ચોક્ક્સપણે કહી ન શકાય. માનસિક સંતોષ અને આનંદમા તો કદાચ ઘટાડો થયો છે.પહેલા લોકો આશાવાદી હતા અને વિશ્વાસ રાખતા. લોકોને વિશ્રામ માટે સમય હતો. કોઈ વસ્તુ ન હોય તો તેનો અભાવ કઠતો ન હતો.લોકોમા ધીરજ હતી. ગરીબાઈમા પણ લોકો આનંદના મોકા શોધી કાઢતા. આપસના લડાઈ ઝગડા આગેવાનોની સમઝાવટથી સુલટાવી લેવામા આવતા.કુદરતી આફતો દરમ્યાન લોકો સ્વેચ્છાએ આગળ આવી મુશ્કેલીમા મુકાયેલા લોકોને મદદ પહોંચાડતા. અડોસપડોસના સંબંધોમા ધર્મને વચ્ચે આવવાન દેતા. વિશાળ સંયુકત કુટુંબોમા પણ મહેમાનોનો સમાવેશ થઈ જતો અને મહેમાનને વધારે દિવસ રોકાઈ જવા આગ્રહ કરાતો.લોકોના હાસ્ય સચુકલા હતા. લોકોસગાસંબંધીઅનેઓળખીતાલોકોનેઉધારઆપતા. કોઈવાર મુશ્કેલીને લીધે કોઈ ઉધારી ચૂકવી ન શકે તો માંડી વાળતા. ડોકટરો ઉધાર રાખી દવા આપતા.સમયને સીમાના બંધન ન હતા, જીવન મુલ્યોમુલ્યવાન હતા અને સિધ્ધાંતોની સધ્ધરતા હતી.આજની હકીકત મારે કહેવાની જરૂર નથી. આપણે બધાએ જાણીએ છીએ.છતાં પણ પૂછુંછું કે “જૂનુંએટલુંસોનુ”, શું આ સાચીવાત છે-

છતાં પણ પૂછુંછું કે “જૂનુંએટલુંસોનુ”, શું આ સાચી વાત છે?

-પી.કે.દાવડા

 

1 thought on ““જૂનુંએટલુંસોનુ”, શું આ સાચી વાત છે ?

  1. કહેવતોના શબ્દાર્થ લેવામાં આવે તો કહેવત અને રુઢીપ્રયોગનો અર્થ માર્યો જાય છે. કહેવત અને રુઢીપ્રયોગનો ભાવાર્થ લેવો જોઈએ.

    જુનુ એટલું સોનું કહેવતને શબ્દાર્થ તરીકે લેવામાં આવે તો જાણે પ્રત્યેક જુની વસ્તુ સોનું બની જાય તેવો શબ્દાર્થ થાય જે વાસ્તવિક રીતે સાચુ નથી. જો તેનો ભાવાર્થ લેવામાં આવે તો જુનું એટલે કે કાળના પ્રવાહ સામે ઝીંક ઝીલીને અણનમ રહેલું. જે કાળના પ્રવાહ સામે જીક જીલી શકતું નથી તે તો જુનું થતાં પહેલા જ નાશ પામે છે.

    પરીવર્તન પ્રકૃતિનો નીયમ છે. પ્રકૃતિના આ ત્રણે ગુણો સતત પરીણામ પામતા રહે છે એટલે તો આ સૃષ્ટીરુપી મૃગજળ ટકી રહે છે. જે સમયે પરીવર્તન અટકી જાય એટલે કે પ્રકૃતિ તેની સામ્ય અવસ્થામાં આવી જાય તે જ સમયે પ્રલય થઈ જાય. શ્વાસ અને ઉચ્છવાસથી શરીરમાં પ્રાણ સતત પરીભ્રમણ કરે છે અને શરીરમાં નીરંતર પરીવર્તન થાય છે તેથી જ જીવન ચાલે છે. જે ક્ષણે આ પરીભ્રમણ અને પરીવર્તન બંધ થઈ જાય તે જ ક્ષણે મૃત્યું આવીને આપણને ઝડપી લે છે.

    આ સતત પરીવર્તન પામતા પ્રાણ, શરીરના કણો, મનના વિચારો, બુદ્ધિના નિર્ણયો, ચિત્તના સંસ્કારો, ઈંદ્રીયોના વ્યાપારો અને હું હું કરતો અને લઘુ ગુરુ થતો અહંકાર તેની લીલા નીરંતર ભજવે છે. તે બધાની વચ્ચે આત્મા રુપી પુરાણ પુરુષ હંમેશા અવિચળ રહે છે કે જેના જેટલું જુનું કોઈ નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.