આજની પ્રાર્થના

મિત્રો,

છેલ્લા કેટલા વખતી કોઈને કોઈ સ્વજન, મિત્ર કે આપણી કોઈ વ્યક્તિ કહી શકાય તેમના મૃત્યુના સમાચાર  મને મળે છે,આજે જ અચાનક બે એરિયાના કેલીફોર્નીયા ગુજરાતી  સમાજના મોભી એવા નારણજીભાઈ પટેલના અવસાનના સમાચાર આવ્યા.

લાડ લડાવનાર અને માથે હાથ ફેરવનારસ્વજન/માતૃ/પિતૃ/સ્વજનનેગુમાવવાની ખોટ કોઇપણ રીતે પૂરી કરી શકાય એવી નથી હોતી.આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય , બે હાથ અચાનક જોડીને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને મનને અચનાક વિચાર કરતા મૂકી દે…

આજે “મૃત્યુ” વિષે વાચેલું અને વિચારેલું પ્રસ્તુત કરું છું.

મહાભારતમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે જેમાં યક્ષ પ્રશ્ન પૂછે છે કે

દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ?

अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम्।

शेषा: स्थावरमिच्छन्ति किमाश्चर्यमत: परम्॥

(–મહાભારત, વનપર્વ)ત્યારે યુધિષ્ઠિર ઉત્તર  આપે છે કે “આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ મૃત્યુ પામે છે ). છતાં બાકીના મનુષ્યો એવી આશા સાથે વર્તે છે કે પોતે અમર છે અને શાંતિથી જીવે છે એથી બીજું આશ્ચર્ય શું હોઇ શકે ? “

દરેક મનુષ્ય જાણે છે કે “મૃત્યુ” એક અનિવાર્ય અંત છે ગરુડ પુરાણમાં વર્ણન  છે કે जातस्य हि र्ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च|| ६ (अ) – (અગિયારમો અધ્યાય) અર્થાત : જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ નિશ્ચીત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ અવશ્ય છે. કાળ કોઈને છોડતું નથી.અને કડવું સત્ય એ છે કે જીવનની એ ક્ષણ સાચવવી બહુ જ કઠીન છે.  જો વિશ્વાસ ન થતો હોય તો આ સ્થિતિનો વિચાર કરી જુઓ….અહી મૃત્યુ થી ડરવાની કે ડરાવવાની વાત નથી। …સજાગ થવાની વાત છે ,અટકવાની વાત છે …શું મેં કોઈને દુભવ્યા છે ? શું હું કોઈની માફી માંગતા અટકી છું ?,કે પછી કોઈએ માફી માગી હોય પણ મેં મારા અહમને પોસતા એમને માફ નથી કર્યા ?  શું મારી પાસે કોઈ એવો સમય રહેશે જેમાં હું મારી જાતને પાછી વાળી  શકીશ?

પ્રકૃતિના નિયમ અતૂટ હોય છે. તેમાં દરેક પ્રાણી બંધાયેલો છે.પ્રભુ દરેક વ્યક્તિને કોઈ કામ સોપી અહી મોકલે છે તો એ કર્યો પુરા કરવા અને પુરા કરતા રાગ દ્વેશ થી દુર રહેવું,હવે એમ વિચાર આવે કે “જાગ્યા ત્યારથી સવાર” .

આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેધ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી,અચળ, સ્થિર તેમજ સનાતન છે.

નારણકાકા સમાજ માટે બધું કરી છુટ્યા,જે કંઈ સમાજ તરફથી મળ્યું તે વ્યાજ સહિત જીવનના અંતિમ પડાવ સુધી પાછુ આપવાની કોશિશ કરી…હે પ્રભુ, નારણકાકાની જેમ  પ્રેમ કરતા અમને શીખવજે.અમે સારા કર્મ કરીએ.મારી પાસે  ગમે તે શક્તિ , સત્તા કે સામર્થ્ય આવે પણ નમ્રતા ન જાય તેવું બળ આપજો.

હે, પરમેશ્વર, આપ દયાળુ પણ છો. અમારા ઘવાયેલા દિલની અને અંતરની લાગણી આપ હરહંમેશ સાંભળો જ છો, અમને એવો વિશ્વાસ છે. હે પ્રભુ, જે આત્માને અમારા સ્વજનના શરીરમાંથી આપે લઇ લીધો છે, તે આત્માની આગળની ગતિ સુખમય, આનંદમય અને પ્રગતિકારક બનાવો.ભક્તિમાં મન રાખીએ,નિર્લેપતાથી જીવીએ અને અંત:કરણથી સ્વજન ને વિદાય આપીએ કારણ જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !   બસ આ વાતનો સ્વીકાર થશે તો…મૃત્યુ બહુ આકરું નહિ લાગે

 

 

9 thoughts on “આજની પ્રાર્થના

 1. નજીક નાં સ્વજન નું મૃત્યુ એટલે તેઓની યાદોનું મોટૂ વંટોળીયુ આવે..યાદ એટલું જ રાખવાનું કે સદગતનાં પૂણ્ય કાર્યો વાગોળ્વા અને તેમન આદર્યા અધુરા પુરા કરવા..તેમના કુટુંબી જનો ને દુઃખ સહેવાની શક્તિ પ્રભુ અર્પે તેવી પ્રાર્થના

  Like

 2. પ્રભુ તેમના આત્માને શાંતિ આપો

  સામે છે મોત તો ય સતત ચાલતી રહે
  આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ

  Like

 3. નારણજીભાઈ એટલે સદાય હસતો ચહેરો અને સાથે મજાક પણ…….જયારે પણ હું મળ્યો ત્યારે મને પ્રેમથી જ મળ્યા છે….કદીયે ના ભૂલાય તેવી હુંફ …શબ્દો ઓછા પડે છે હવે….કોઈકે સાચુજ કહ્યું છે કે…….ખાયી, પી અને મરી જાય તેનું મરણ થાય અને સારા કામ કરીને આ દુનિયા છોડીને જાય તેનું સદાય સ્મરણ થાય…..

  ગુજરાત ડે ના દર વર્ષે થતાં પ્રોગ્રામો માં અમે ખુબ મળતા અને તેમનો સ્વભાવ અને સરળ વ્યવહાર દિલ ને ખુબ સ્પર્શી ગયો…..શું લખવું હવે? પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્મા ને પરમ શાંતિ અર્પે એજ અભ્યર્થના

  – રાજેશ શાહ, ગુજરાત સમાચાર

  Like

 4. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
  न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।।

  ઇશ્વર સદગત આત્માને ચીર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના.

  Like

 5. નારણ્ભાઇના જીવન અને કર્તવ્ય માટે કોઇ પણ શબ્દો પુરતા નથી. પ્રભુ એમના આત્માને શંતી આપે એવી પ્રર્થના. પ્રભુ એમના કુટુંબને અને આપણા સમાજને એમની ખોટ સહન કરવાની શક્તી આપે એ પ્રાર્થના. ખાત્રી છે કે ભાગ્ય એમને જ્યાં પણ લઈ જાય ત્યાં એ સમાજ સેવા કરતા રહેશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.