પ્રાર્થના

DSC_2264

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય કનુભાઈ શાહ  હવે આપણી વચ્ચે નથી.

ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે  પ્રભુ શરણ પામ્યા છે .

 એમની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .– પરમાત્મા તેમના પૂણ્ય  આત્માને પરમ શાંતિ અર્પે.

એમના કાર્યને બિરદાવવા…કહીશ કે ચુપચાપ પોતાનું કાર્ય કરનાર . સાદુ અને સંસ્‍કારી જીવન જીવનારા,કનુભાઈ  નિડર, નિખાલસ અને નિ:સ્વાર્થી ગુજરાતી નાગરિક  હતા.કોઈની પણ સાચી અને સચોટ હકીકત રજુ કરતા તેઓ અચકાતા નહિ. સાથે સાથે મિતભાષી અને સદાય હસમુખા હતા.  દરેક પ્રસંગે કરૂણા તથા પરોપકારના ઉત્‍કટ ભાવ સાથે પોતાનો સઘળો વ્‍યવહાર
કરનારા, સમાજના તમામ વર્ગના લોકો તેને હૈયાના ઉમળકાથી વધાવતા. સાચા શબ્દોમાં વડીલ હતા. 

 જોડણી શુદ્ધિ અને સાહિત્‍યમાં તેમની ઊંડી સૂઝ હતી,અને એટલેજ એક જમાનામાં ખુબ જાણીતા સમાચાર પત્ર જન્મભૂમી ,મુબઈસમાચાર,જેવા અનેક સમાચાર પત્રના  – પારંગત, પાવરધા ને કુશળ પત્રકાર પ્રતિનિધિ હતા.સીલીકોન વેલીમાં રહીને પણ માદરે વતન ગુજરાતને અને ગુજરાતી ભાષાને, સાચી ​જોડણીના આગ્રહ ​દ્વારા સાચી ગુજરાતી ભાષાની ઓળખ આપવામા તેમનો ફાળો હતો

​કનુભાઈ બધા અમેરિકામાં વસતા ગુજરાતીઓને કહેતા કે..”ગુજરાતી ભાષાને ઘરના વડીલ પુરતી સીમિત ન રાખે” વનાર પેઢી પણ ગુજરાતી ભાષાથી સમૃદ્ધ બને એ માટે પોતે સક્રિય પગલા રૂપે જાતે,“ડગલો” “પુસ્તક પરબ”,”ગુર્જરી સભા” ,“બેઠક”,જેવી સંસ્થાઓને ,સર્જકોને કલાકારોને, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા. તેમના શબ્‍દમાં ઉત્તમ જીવનના સંસ્‍કારોના પ્રભાવી પડઘા પડતા… સમાજમાં  રહીને તથા લોકો વચ્‍ચે ઉજળુ જીવન જીવીને સહજ રીતે તથા સરળ રીતે  નગારા વગડ્યા વગર નવી પેઢીને લખવાનું અને રજુ કરવાનું પ્રોત્સાહન આપીને માતૃભાષાનો પ્રવાહ લોકો સુધી પહોંચાડ્યો છે.તેમના સહકારથી “ડગલો” “શબ્દોનુંસર્જન” અને “બેઠક”ડીખમ ઊભા છે આથી મોટો પુરાવો બીજો કયો હોઇ શકે?.કનુભાઈનું  સમાજને આ સૌથી મોટું તથા મહત્‍વનું પ્રદાન છે.

પદ્માબેન સાથેનો તેમનો સ્‍નેહ તથા બન્‍નેનો અરસપરસનો વ્‍યવહાર આજે પણ આનંદ અને ગૌરવનો ભાવ કરાવે તેવા છે.આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે .પદ્માબેનને અને પરિવારના સૌને આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના  સહ ………..

વિજયભાઈ શાહ Houston થી આ સાથે મોકલેલ કાવ્ય દ્વારા સમગ્ર પરિવારના દુઃખમાં સામેલ થયા છે

Vijay Shah - YaYa VaRઅને શ્રધાંજલિ આપવા એક પ્રાર્થના રાખશું  … જેની વિગત શબ્દોના સર્જન પર મુકવામાં આવશે

12 thoughts on “પ્રાર્થના

 1. Our heartfelt condensed to Vadil Padmaben and family!
  Very shocking and sad news… May his soul
  rest in peace!

  Asim, Madhvi
  Rashmikant, Meghlata

  Like

 2. Our heartfelt condolences to Vadil Padmaben and family!
  Very shocking and sad news… May his soul
  rest in peace!

  Asim, Madhvi
  Rashmikant, Meghlata

  Like

 3. Pingback: અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય કનુભાઈ શાહ હવે આપણી વચ્ચે નથી. | વિજયનું ચિંતન જગત-

 4. આ સમાચાર જાણી દુખ થયું . બેઠકોની સભાઓમાં એમના ફોટા જોયા હતા .
  તમોને સૌને એમની ખોટ જરૂર સાલશે .
  ફૂલ ગયું ફોરમ રહી ગઈ
  પ્રભુ મુ.કનુભાઈના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના .

  Like

 5. ખૂબજ દુઃખદ સમાચાર. ‘શબ્દોનાં સર્જન’ પર હમેશા તેમની ખોટ લાગશે. પ્રભુ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદ્ગતનાં આત્માને શાંતિ આપે, તેજ પ્રાર્થના.

  Like

 6. shbdo ane sath khute , v miss lot, ruk jao jane vale jane kese jate hai kaha, shbdo jode jivi janar lokoni kkhot purvi etli aasan nthi, prabhu emni aatmane shanti aape ej prathana.

  Like

 7. પ્રભુ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતનાં આત્માને શાંતિ આપે, તેજ પ્રભુ ને પ્રાર્થના.

  Like

 8. બેઠકે એક વડિલની છત્રછાયા ગુમાવી છે. ઈશ્વર એમને ચીર શાંતિ બક્ષે.

  Like

 9. ખૂબજ દુઃખદ સમાચાર
  પ્રભુ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે
  અને
  સદ્ગતનાં આત્માને શાંતિ આપે,
  તેજ પ્રાર્થના.
  સદગતને શ્રદ્ધાંજલી

  Like

 10. જાણીને દુઃખ થયું. ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવાર જનોને શક્તિ બક્ષે એ જ મારી પ્રાર્થના.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.