“બેઠક”નોઅહેવાલ.”મને ગમે છે”..

 બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ, ગુજરાતી “બેઠક” માં ઉખેળ્યા સાહિત્યના પાના …..,

  મિત્રો

 ઇન્ડિયા કોમુયુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે યોજાઈ​ “બેઠક”

28મી માર્ચની “બેઠક” ખુબ સરસ રહી….હાજરીની સાથે ઉત્સાહ વર્તાયો .”મને ગમે છે” …વિષય પર એક પછી એક રજૂઆત દેખાતી મહેનત હતી, નવા લેખકો પોતાની વિચાર ધારાને આગળ વધારી, કલમને કેળવતા, ગુજરાતી સાહિત્યના પાના ઉખેડતાં સાહિત્યકાર કવિ લેખને યાદ કરતા હતા ,જેમાં મને બેઠકનો હેતુ સિદ્ધ થતો દેખાતો હતો ,એક વાત અહી પુરવાર થતી હતી કે ગુજરાતીના મૂળમાં રહેલી ભાષા લોકો ભલે કહે પણ હજી પણ જીવંત છે અને રહેશે ,પ્રદર્શિત કદાચ ન થાય તો પણ જાણે કાલની બેઠકમાં બધાજ કવિ લેખો જાણે હાજર હતા,કોઈ કલાપી તો કોઈ ઉમાશંકર ,કે કોઈ આદિ કવિ નરસિંહ ને લઈને આવ્યા હતા,

-kuntaben-mahesh-bethak

7વાગ્યા પહેલા સહુ હાજર હતા ,પ્રોગ્રામની શરૂઆત સરસ્વતી વંદનાની  સાથે કલ્પનાબેનના માની વિદાય ની પ્રાર્થના  સાથે કરી,શરૂઆત બેઠકના ખાસ મહેમાન કવિ ,ગઝલકાર મહેશભાઈ રાવલ (http://drmahesh.rawal.us)નો પરિચય પી.કે.દાવડા સાહેબે પોતાની આગવી છટાથી આપતા કહું કે મહેશભાઈ વ્યવસાયે ડૉ છે પરંતુ દવા જયારે કામ ન લાગે તો ગઝલથી લોકોને સાજા કરી શકાય એમ માની લખવાનું શરુ કર્યું હશે,એમની ગઝલમાં પણ દવાની જેમ સત્યની કડવાસ સાથે માનવીની સંવેદના પીરસે છે.ત્યારબાદ મહેશભાઈ રાવલએ પોતાની રજૂઆત કરી લોકોને તરબોળ કરી દીધા અને વાહ વાહ થી રૂમ ગુંજી ઉઠયો ,ત્યારબાદ કલ્પના બેને દેવીકાબેનનો( http://devikadhruva.wordpress.com/)પરિચય આપી. હ્યુસ્ટન થી મોકલાવેલ તેમની રચના પ્રસ્તુત કરી દેવિકાબેન હાજર ન હોવા છતાં હાજર રહ્યા.

_DSC0035-bethak-bethak-વિષયની શરૂઆત રાજેશ ભાઈ શાહે  “મને ગમે છે”.. હરિભાઈ કોઠારી એમ કહી કરી અને  એક પછી એમની  એક પછી  પંક્તિઓ સંભળાવી અધ્યાત્મનું માહોલ ઉભું કરી દીધું તો કલ્પનાબેન જનની જોડ સખી ગાઈ અને માની સ્વંદના શબ્દોમાં વ્યક્ત કરી,આ રચના જયવંતીબેન પટેલે પણ તેમની દ્રષ્ટિથી રજુ કરી આમ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરને યાદ કરી તેમને સજીવન કર્યા.ત્યાર બાદ વસુબેન શેઠ તેમની સાથે ઇન્દુલાલ ગાંધી ને જાણે લઇ આવ્યા  અને નાનપણ થી સાંભળતા આવ્યા હતા તે રચના અને તેમને કેવી રીતે સ્પર્શી ગઈ તે પોતાની ભાષામાં રજુ કર્યું..માંધુરીકાબેને ગંગાસતી ના ભજન સાથે આધ્ત્મિકતા નો તેમનો ચીંધેલો માર્ગ દેખાડ્યો,તો કુંતાબેને રે પંખીને પથરો ફેકતા ફેકી દીધો એ રજુ કરી કવિ કલાપી જે જીવંત કર્યા,

દર્શનાબેન અને નરેન્દ્રભાઈ શુક્લ એ હાજરી આપી બેઠકને પ્રોત્સાહન આપ્યું  તો પ્રેક્ષકોએ દર્શનાબેનના સ્વરમાં માંડી તારું કંકુ અને રૂપને મઢેલી આવી રાત સાંભળી સંગીતમાં ભીંજાયા,બેઠકનો દોરઆગળ વધારતા ભીખુભાઈએ કનૈયાલાલ મુનશી ને યાદ કરતા “ગુજરાતનો નાથ”પુસ્તક ની વાતો રજુ કરી ,નિહારીકાબેન અને દાવડા સાહેબે અખા ભગત ને ખુબ પ્રેમથી યાદ કર્યા ,નહારીકાબેન ના પ્રિય કવિ અખાને યાદ કરતા આનંદ સાથે ઉત્સાહ અને ગૌરવ વર્તાયો અને ખુબ માહિતી સભર રજુઆત કરી તો દાવડા સાહેબે જાણે પોતામાં અખાને અનુભવી ,’અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા વર્ણવી,વખાણ તો કર્યા સાથે પોતે લખેલા છપા પણ રજુ કર્યાં ,બ્યાસી વર્ષના પદ્માબેન કાન્તે મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ જુનું રે થયું રે દેવળ રજુ કરી બાળપણમાં સાંભળેલી પ્રાર્થના ના સંભારણા ને વાગોળતા મીરાંબાઈને રજુ કર્યા ,રમેશભાઈ પટેલે બાળપણની કવિતા ગાઈ સરસ રજૂઆત કરી તો પિનાકિનભાઈએ ઉમાશંકર ને યાદ કરી હાજર કર્યા,હેમંતભાઈ અને જયાબેનની ઉપાધ્યાય ની ખામી વર્તાણી ,સાથે બીજા અનેક ને યાદ કરતા  પ્રજ્ઞાબેન દાદભાવાળાએ જે નોહતા આવ્યા અને લખાણ મોકલ્યા હતા તેવા દરેકને યાદ કર્યા અને  મેઘલાતાબેન ની નરસિંહ મહેતાની રજૂઆતની એક ઝલક આપી ,આભાર સાથે દરેકને પ્રોત્સાહન આપી બીજી બેઠકનો વિષય “પ્રસ્તાવના” આપ્યો.

આમ “બેઠક”માહિતીસભર,સાહિત્યના પાના ઉખેડતી ,નવા લેખકોની કલમની તાકાત માણતી,ઉત્સાહ અને આનંદથી મૈત્રી સભર રહી.રઘુભાઈ એ ફોટા અને વિડીયો લઇ સહુને આનંદ માણતા ઝડપી લીધા, તો દિલીપભાઈ એ  સાઉન્ડ સીસ્ટમ સાંભળી બેઠકની શાન વધારી,પ્રવિણાબેનનો નાસ્તો ,સાથે કોઈએ લાવેલી જલેબી માણી અને જાગૃતિ બેનના અને ભારતીબેન મહેતાના પાઉંવડા ખાઈ સાથે પુસ્તકો લઇ સહું છુટા પડ્યા 10 વાગ્યા તેની કોઈને નોંધ પણ ન રહી.

પ્રજ્ઞા દાદભવાળા -USA-  California

7 thoughts on ““બેઠક”નોઅહેવાલ.”મને ગમે છે”..

 1. બેઠકનો અહેવાલ વાંચવાની મઝા આવી. સાહિત્યના સાગરમાં ડુબીને જુદી જુદી વ્યક્તિઓએ,જુદી જુદી રીતે મોતી લાવવાનો જે પ્રયાસ કર્યો તે પ્રશંસનીય છે. આપ સૌને ધન્યવાદ. પ્રજ્ઞાબેન અને કલ્પનાબેન બંનેનો આનંદ સહ આભાર કે તેમણે મારી રચના પણ સૌને સંભળાવી.

  Like

 2. આટલું સુન્દેર કાર્ય કરી ને બધા ને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર પ્રજ્ઞાબેન ને ખુબ ખુબ અભિનંદન. કાશ ! અમેરકા ના દરેક શહેર માં એક પ્રજ્ઞાબેન હોત !

  Like

 3. શ્રી પ્રજ્ઞાબહેન

  ભાષા ને જિવંત રાખવાના ઉદેશ્ય સાથે “મને ગમે છે ” બેઠક્નો

  અહેવાલ વિગવાર વાંચી આનંદ થયો

  આપને તેમજ સહ કાર્યકરોને ખોબલા ભરી અભિનંદન

  Like

 4. અકબરનાં અને વિક્રમાદિત્યનાં દરબારમાં નવ રત્નો હતાં. પરંતુ પ્રજ્ઞાબેનની ‘બેઠક’માં લેખક-કવિનાં અનેક રત્નો હતાં, જાણે સાહિત્યનો અન્નકુટ સર્જાયો ના હોય !! ધન્યવાદ પ્રજ્ઞાબેન અને તમામ વક્તાઓને.

  Like

 5. “મને ગમે છે ” બેઠક્નો વિગતવાર અહેવાલ સરસ બનાવ્યો છે . સાહિત્ય રસિકોના ઉત્સાહમાં દરેક બેઠકમાં
  વધતો જતો ઉત્સાહ ગુજરાતી ભાષા માટે એક શુભ ચિન્હ છે . આ માટે પ્રજ્ઞાબેનને એમના સફળ પ્રયત્નો માટે અભિનંદન .

  Like

 6. બે એરિયામાં રહેતા સાહિત્યપ્રેમી ગુજરાતીઓની, ગુજરાતી સાહિત્યને જાણવા-માણવા અને વિસ્તારવાના અભિગમ સાથે આરંભ થયેલી “બેઠક”માં ઉપસ્થિત રહી, મારી ગઝલો રજૂ કરવાનો અવસર મળ્યો.
  પ્રજ્ઞાબેનની માતૃભાષા પ્રત્યેની સુ-નિષ્ઠા અને એમના માર્ગદર્શન હેઠળ કેટલીય કલમની અભિવ્યક્તિની સરવાણી, જે સમય,સંજોગ અને સાંસારિક વ્યસ્તતાવચ્ચે લગભગ સુષુપ્ત થઇ ગયેલી,એને ફરીથી નવા જોમ અને ઊર્મિઓના વહેતા ઝરણાંની જેમ વહેતી અનુભવી.
  સહુનાં સહિયારા પ્રયત્નથી રંગ એવો જામ્યો કે, “બેઠક”માંથી ઊઠવાનું મન ન થાય એવી સરસ અને સાહિત્યસભર રહી….!
  સહુને, સ-રસ કાર્યક્રમ બદલ અભિનંદન અને મારી ગઝલ પ્રસ્તુતિને બિરદાવવા બદલ આભાર….ગઝલપૂર્વક !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.