પ્રેમ એટલે બસ પ્રેમ!
પ્રેમ વિષે ઘણી બધી ચર્ચા થઇ ગઈ. પ્રેમ વિષે નાં મારા વિચારો બહુ ટુંકાણ માં રજુ કરવા પ્રયત્ન કરીશ .
પ્રેમ એટલે શું? એને રંગ ,રૂપ કે સુગંધ નથી. એને નથી આકાર ! એની ફક્ત અનુભૂતિ જ થઇ શકે. જે મનથી અનુભવાય અને
માનિસક આનંદ ઉપજાવે એવી પરિસ્થિતિ એનુ જ નામ પ્રેમ!
માતા-બાળક , પિતા-પરિવાર , ભાઈ-બેન,પતિ-પત્ની ,ગુરુ-શિષ્ય ,મિત્ર-મિત્ર કે સમાજ નાં બીજા કોઈ પણ સબંધો એકબીજા સાથે
પ્રેમની સાંકળે બંધાયેલા છે. અરે ફક્ત માનવ – માનવ વચ્ચે જ નહિ પણ માનવ અને પ્રાણી વચ્ચે , તેમજ પ્રાણી -પ્રાણી વચ્ચે પણ
પ્રેમ સંબંધ બંધાય છે . પ્રશ્ન એટલો જ છે કે આ સબંધો માં ‘પ્રેમ ‘ ક્યારે ઉદ્ભભવે? મારી સમજ પ્રમાણે ” સમર્પણ અને ક્ષમા” ની ઉચ્ચ ભાવના પ્રગટે તો જ ! અને એનું જ નામ પ્રેમ! પરસ્પર હૃદય પૂર્વક આનંદ આપતું વર્તન કરી એકબીજાને પ્રેમનો સાચો અનુભવ કરાવી શકાય .આ થઇ દુન્યવી પ્રેમ ની વાત.
ભક્ત અને ભગવાનના દિવ્ય પ્રેમની તુલના દુન્યવી પ્રેમ સાથે ક્દાપી ન થઈ શકે. ભક્તનું જીવન પ્રભુની સેવા અને પ્રેરણા રૂપ છે. પ્રભુભક્ત સૃષ્ટિના સૌ જીવ માં પરમાત્માને નિહાળે .હર મનુષ્ય અને પ્રાણી માં પરમાત્માનું પ્રતિબિંબ નિહાળે છે. હંમેશા વિચારે કે પ્રભુ મારું વર્તન એવું કરાવ કે જેથી મારા થકી કોઈને દુ:ખ નાં પહોંચે .મારા થાકી મારા પ્રભુને કષ્ઠ ન પડે એવું વિચારે છે . આવું ઉદાર અને અભિમાન રહિત જીવન દુનિયામાં ” પ્રેમ” ની વર્ષા વરસાવે ! ” સબસે ઉંચી પ્રેમ સગાઇ ” ભજન દ્વારા શ્રી કૃષ્ણ એ પોતે મનુષ્ય સ્વરૂપે ભક્ત માટે કેટલો કષ્ઠ વેઠ્યો અને કેવું વર્તન કર્યું તે કવિ વર્ણવે છે.માટે જ પ્રેમ એટલે પ્રેમી માટે સમર્પણ ભર્યું વર્તન !

Fulvati Shah
ફુલવતી શાહ
Very nice. You are an example of what LOVE is. There is a lot to learn from families like yours.
LikeLike
Thank you Kuntaben
LikeLike
Fulvati Shah’s article has truly summarized what “Prem” means. These few lines from her article portrays the true meaning of “Prem” and I whole heartedly agree with these lines – ” મારી સમજ પ્રમાણે ” સમર્પણ અને ક્ષમા” ની ઉચ્ચ ભાવના પ્રગટે તો જ ! અને એનું જ નામ પ્રેમ! પરસ્પર હૃદય પૂર્વક આનંદ આપતું વર્તન કરી એકબીજાને પ્રેમનો સાચો અનુભવ કરાવી શકાય”
LikeLike
અતિ સુંદર લેખ “પ્રેમ” ઉપરનો — વાત તદ્દન સાચી છે. પ્રેમને કોઈ બંધન યા સીમા હોતી નથી જે સદૈવ નિરાકાર છે, જેને સ્પર્શી ન શકાય.
ફક્ત સ્વ અનુભવેજ સમજાય
પદ્માબેન શાહ
LikeLike
Excellent article! One of the best article I have read on what is Love?
LikeLike