પ્રેમ એટલે કે પ્રેમ …. નિહારિકા શશીકાંત વ્યાસ

IMG_1997

મિત્રો 
 
નિહારીકાબેન પહેલીવાર જ બેઠકમાં આવ્યા અને ખુબ સરસ રજૂઆત કરી આ લેખ આપની સમક્ષ રજુ કરતા હર્ષ અનુભવું છું….જીવનમાં વત્તે કે ઓછે અંશે દરેક વ્યક્તિ પ્રેમનો અનુભવ કરે જ છે. માસીએ પણ જે અનુભવ્યું તે જ શબ્દોમાં મુકી રજુ કર્યું છે। …કુદરત માં પ્રેમના તત્વની વાત લાવ્યા છે જીવન-મરણના મીઠા સંબંધ પ્રેમ  માત્ર માનવીઓ વચ્ચે નહિ પરંતુ સમગ્ર પ્રકૃતિ અને માનવી વચ્ચે હોય છે.  બસ આજ વાત માસીએ સરળ શબ્દોમાં કહી…. ..કે કુદરતને પણ જોવો વૃક્ષ તથા પક્ષી વચ્ચે પણ એક વિશિષ્ટ સંબંધ રહેલો છે. વૃક્ષનું વૃક્ષત્વ પક્ષીઓના કલરવથીજ મહોરી ઉઠે છે….પ્રેમની અનુભૂતિ કંઈક એ રીતે આપણાં રોજીંદા જીવન સાથે જોડાયેલી છે કે માનવજીવન સાથે સંકળાયેલી હવા-પાણી-ખોરાક જેવી અનિવાર્ય જરૂરિયાતો સાથે આપણે પ્રેમને પણ સાંકળી શકીએ છીએ.પ્રેમ કોઈ વ્યાખ્યામાં બાંધી ન શકાય. એ જે સ્વરૂપે આપણી સમક્ષ આવે એ જ સ્વરૂપે એનો સ્વીકાર કરવો એજ પ્રેમનું સાચું સન્માન છે. તો માણો નિહારીકાબેનને 

પ્રેમ એટલે કે પ્રેમ …. નિહારિકા શશીકાંત વ્યાસ

 પ્રેમ એટલે કે પ્રેમ માટે કહેવાના ઘણા વિચારો છે તેમાંથી હું તેની વાત કહીશ કે જેમણે જગતને જીવંત રાખ્યું છે  પ્રેમ તત્વ કયા નથી સબસે ઉચી પ્રેમ સગાઇ પ્રેમ ની સાચી સગાઇ તો આપણને ધરતી પરના કુદરતી તત્વો સાથે જોવા મળે છે ધરતીને આપને માતા કહીએ છીએ માતા પોતાના બાળકોની જરૂરિયાત ને પૂરી કરી જીવનદાન આપે છે ફળ, ફુલ,વૃક્ષ, વેલીઓ , એ એમના પ્રેમના પ્રતિક છે એટલું જ નહિ વાતાવરણ માંથી કર્બોનડાયોક્સાઈડ લઇ ઓક્સીજન આપે છે અને દરેક જીવમાત્રમાં જીવન બક્ષે છે  આ પ્રેમની ઉદારતા ન બોલેલું સત્ય છે અપ્રેમજ વૃક્ષને ધરતી સાથે જોડી રાખે છે

આમ જોવા જઈએ તો કુદરતના દરેક તત્વોમાં પ્રેમ કયા નથી ?દરિયાના મોજા નિરંતર ઉછળીને ધરતીને મળવા કેટલા ઉત્સુક હોય છે તો નદી સાગરને મળવાની પોતાની તત્પરતા ક્યાં છુપાવી શકે છે? આ વહેતી રહેતી નદીમાં પ્રેમી સાગરને મળવાની અવિરત ઝંખના છે  …..આ પક્ષી ના કલરવમાં પ્રેમ નો અહેસાસ છે તો વરસાદમાંથી પડતા પાણીના બુંદમાં પ્રેમના ત્યાગની ઝલક છે। ….મોરના થનગનાટમાં ,કોયલના ટહુકામાં ,કબૂતરના ઘુઘુઘુ  માં, ચકલીના ચી,ચી,ચીમાં ,વહેતા ઝરણામાં…  આ ચાંદ તારા નક્ષત્રો બધાજ સંપીને રહે  નહીતો તૂટીને બધા ખરી પડે। ..સૃષ્ટી ના દરેક તત્વમાં પ્રેમ અને માટે જ કુદરતે આપને પ્રેમ કરતા શીખવ્યું। ..બધાજ નિસ્વાર્થ પ્રેમના પ્રતીકો સાચો પ્રેમ આપણને આવા તત્વો પાસે થી મળે છે કારણ ત્યાં સમપર્ણ અને ત્યાગ છે માત્ર આપવાની ભાવના। ……હવા પાણી પ્રકાશ બધું જ કુદરત તરફથી આપણને મફત મળે છે આપવું છે બસ। ..કોઈ અપેક્ષા વગર સાચા પ્રેમનું બીજું નામ છે ત્યાગ અને સમર્પણ

મનુષ્ય સૃષ્ટિને જોતો નથી મનુષ્ય સ્વંય એક કુદરતનું પ્રેમનું સ્વરૂપ છે તો  પોતાના પ્રેમને સ્વાર્થથી બાંધી અભડાવે છે?……સાચો પ્રેમ સૃષ્ટી પાસે થી કુદરતી રીતે જ મળે…. આ પ્રેમ ને લીધે જ સમગ્ર સૃષ્ટી જીવંત છે ..આ પ્રેમ એ માત્ર અનુભવથી જ મળે હું તો કહીશ કે એક દ્રષ્ટી કરો અને જો જો શું મળે છે……….

જ્યાં જ્યાં નજર કરો તમારી (સૃષ્ટી પર )

ત્યાં બસ પ્રેમ એટલે પ્રેમ જ છે ……

નિહારિકા શશીકાંત વ્યાસ

મિલ્પીટાસ ,કેલીફોર્નીયા

4 thoughts on “પ્રેમ એટલે કે પ્રેમ …. નિહારિકા શશીકાંત વ્યાસ

 1. જ્યાં જ્યાં નજર કરો તમારી (સૃષ્ટી પર )

  ત્યાં બસ પ્રેમ એટલે પ્રેમ જ છે ……

  એક વધુ સરસ લેખ પ્રેમ વિષય ઉપર .

  પ્રેમના વિષયમાં તો જેટલું લખીએ એટલું ઓછું પડે .

  પ્રેમની અનુભૂતિને શબ્દોમાં કેદ કરી શકાતી નથી .

  મીરાંએ પણ મને વાગી કટારી પ્રેમની એમ કહીને કૃષ્ણ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો .

  Like

 2. માનનીય પુષ્પાબેન આપ હંમેશા શબ્દોનાસર્જન પર આવો છો અને પ્રોત્સાહન આપો છો પણ આપનો સંપર્ક કેમ કરવો ?……….આભાર

  Like

 3. પ્રેમ અને સ્વાર્થ એ એક લાંબી લીટીના બે છેડા છે. મનુષ્ય જન્મીને એની વચ્ચોવચ ઊભો હોય છે. બસે કઈ દીશામાં જાય છે એ જ જોવાનું રહે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.