પ્રેમ એટલે પ્રેમ
“પોથી પઢી પઢી જગ મુઆ પંડિત હુઆ ન કોય
ઢાઈ અક્ષર પ્રેમ પઢે સો પંડિત હોય”-કબીર
આવો સરળ સહેલો અને સહજ પ્રેમ બસ આ અઢી અક્ષરમાં સમાયો છે આ પ્રેમ આપવા અને પામવા હૃદયના ભાવ અને ઉમંગ જોઈએ બીજું કઈ નહિ અને પછી જે આત્માનંદ મળે તે અમુલ્ય છે.
પ્રેમ મેળવવા માટે કયાંય ભણવા કે માગવા જવાનું હોતું નથી એતો અંતરની શુદ્ધતા અને પવિત્રતાથી જ પ્રગટે છે અને પામીએ છીએ આને કહેવાય પ્રેમ એટલે પ્રેમ,…..પ્રેમ પૈસાથી ખરીદાતો નથી એને એ પામ્યા પછી તો જેટલો વહેચશું તેટલો વૃદ્ધિ પામશે “ખર્ચે ના ખૂટે બાંકો ચોર ના લુટે દિન દિન બઢત સવાયો”મીરાનું પદ આજ સૂચવે છે.
નરસિંહ,તુલસી,મીરાં ,સુર કે કબીર આ સંતોએ આ અનમોલ પ્રેમ રામ,કૃષ્ણ વગેરેનો મેળવ્યો।.. તે પોતાની જાતની કે સમાજની પરવા કર્યા વિના પ્રભુમાં જ લીન સમર્પણ થઇ ગયા
પ્રેમ એટલે શું એવો પ્રશ્ન કોઈ પૂછે તો તે સમજવા માટે પહેલા પોત પ્રેમમય બની જાય અને પછી એટલું જ કહેશે કે “પ્રેમ એટલે પ્રેમ”અને એ પ્રેમની કોઈ વ્યાખ્યા નથી….. એતો અનુભવે જ પ્રગટે છે અને પ્રાપ્ત કરી શકાય અને એ પ્રેમ પામ્યાનો આનંદ એવો હોય કે મનમાં અનહદ ઢોલ વાગે અને મીરાની જેમ નાચવા લાગીએ આવા સત્ય પ્રેમની વીણા અનુપમ વાગી રહે છે……. બસ આ જ છે પ્રેમ એટલે પ્રેમ
ચંદ્રિકા પી. વિપાણી
બેઠક ના ફોટા અહી જોવા મળશે …….
Ati sunder
LikeLike
બહુ સુંદર અને સચોટ લખાણ.
પદ્માબેન કનુભાઈ શાહ
LikeLike