ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે “બેઠક “લોકોની હાજરીમાં પુર વરતાયું

   evite

ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે  “બેઠક “લોકોની હાજરીથી પુર વરતાયું

to saru bookબે એરિયામાં મળી ગુજરાતી બેઠક,વરસાદ અને વાવાજોડાની આગાહી હોવા છતાં છત્રી કોટ સાથે લોકો ઉમટ્યા ,RSVP કરતા વધુ માણસોની ની હાજરી ,અને ખીચો ખીચ ઓરડામાં “તો સારું “પુસ્તકનું થયું વિમોચન માનનીય કનુભાઈ શાહ ને હસ્તક ….

બે એરિયામાં ગુજરાતીઓ ને હજી માતૃભાષાની પ્રવૃત્તિ ગમે છે,મહિનાના ચોથા શુક્રવારે મળતી બેઠક માં છેલ્લી બેઠકના ફળ સ્વરૂપે “તો સારું” પુસ્તક એમેઝોન પર પબ્લિશ કર્યું જેનું વિમોચન એક વખતના સક્રિય સમાચાર પ્રતિનિધિ જેમણે અનેક છાપાઓ જેવા કે સંદેશ ,મુંબઈ સમાચાર ,જન સત્તા ,જન્મભૂમીવગેરે  માં પોતાની સેવા આપી છે એવા કનુભાઈ શાહ એ કર્યું ,વરસાદને લીધે લોકો આવશે કે નહિ તે પણ એક શંકા હતી ,પરંતુ અહી બેઠકમાં લોકોની હાજરીને લીધે ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે લોકોની હાજરીમાં પુર વરતાયું

પ્રોગ્રામની શરૂઆત પ્રજ્ઞાબેન દાદભાવાળા બધાને આવકારી કરી ,અને દરેક લખનાર લેખકોને અભિનંદન આપી ,કનુભાઈ શાહનો પરિચય આપી પુસ્તકનું વિમોચન કરવાનું આમંત્રણ આપ્યું.

માનનીય કનુભાઈએ પુસ્તક વિષે વાત કરતા ,બેઠકની પ્રવૃતિને આવકારી અને પ્રોત્સાહન પણ આપ્યું ,અને ઉમેરી કહ્યું કે બેઠક દ્વારા માતૃભાષાનું જતન કરી ,અને મતૃભાષા દ્વારા સર્જનશક્તિ ,કલ્પનાશક્તિ ખીલવવાનો અને ભાષા દ્વારા સંસ્કૃતિ સાચવવાનો આપનો આ પ્રયાસ ખરેખર આવકાર્ય છે. કનુભાઈ શાહ એ જાતે આ પુસ્તકમાં જોડણી સુધારવા માટે મદદ કરી અને કહ્યું કે આમાં જો ભૂલ હોય તો તેની જિમ્મેદારી હું લઉં છું ત્યારબાદ સમાજના મોભી સમાન દાદા હરિકૃષ્ણ મજમુંદારએ કહું કે સમાજમાં થતા આવા દરેક કાર્યમાં અમારો સાથ છે અને આશીર્વાદ પણ છે,અમેરિકામાં ન્યુજર્સી ,હુસ્ટન ,વગેરે આવી ભાષાને લગતી અનેક પ્રવૃત્તિ થાય છે તો બે એરિયા માં પણ થવી જોઈએ ,પુસ્તિકા પ્રગટ કરીને નવી પ્રતિભાને કલમ ઉપાડવાની તાકાત આપી છે ,તેજ પ્રમાણે લેખિકા પ્રેમલેતાબેન (બા )એ પણ પુસ્તકને નવાજ્યું ,ઘણા વર્ષો પહેલા અમે આવી સાહિત્યને લગતી પ્રવૃત્તિ કરતા અને ફરી આ શરુ થતા આનંદ વર્તાય છે અને બધાને અભિનંદન આપ્યા ,

તરુલતા બેને અભિનંદન આપતા કહ્યું કે માતૃભાષામાં માં અભિવ્યક્તિ કરવાનો એક અનોખો આનંદ હોય છે ગુજરાતી ભાષાને ચેતના અને બળ આપવાનો આ પ્રયાસ અભિનંદનિય છે બેઠકે લેખક લેખિકાને આંગણું આપ્યું છે નવી તાજી કલમોને સ્થાન આપી પુસ્તક સ્વરૂપે મુકવા બદલ અને પ્રજ્ઞાબેનની મહેનત માટે ખાસ અભિનંદન ,નવી પેઢી સુધી  તમારા કાર્યના આવા પડઘા પડે તેવી મારી શુભેચ્છા.

ત્યાર બાદ આજની બેઠક નો વિષય “પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…”ની શરૂઆત હુસ્ટન થી વિજયભાઈ શાહ થી કરી ટેલીફોન દ્વારા એમને બધાને અભિનંદન આપ્યા .આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાંમાં સૌથી મોટું યોગદાન વિજયભાઈ શાહનું હતું ,તેઓ ત્યાં બેસીને મેન્ટોરનું કાર્ય કર્યું ,શબ્દોના સર્જન થી શરૂઆત કરી…. પુસ્તકની પ્રસદ્ધિ સુધી જોડેને જોડે રહ્યા અને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા ,એમણે ફોન પર  કરસનદાસ લુહાર ” સુંદરમ”નું કાવ્ય “તું હ્રદયે વસનારીથી રજુઆત કરી અને શુભેચ્છા આપી રજા લીધી ,બેઠકનો દોર શરુ થયો પ્રથમ પદ્માબેન શાહ જેમણે કનુભાઈ સાથે પુસ્તકમાં મદદ કરી તેઓ ઉમરનો બાધ ભૂલી કાર્યને પ્રેર્યું ,એમણે પ્રેમ વિષની ખુબ સરસ રજૂઆત કરી ,ત્યાર બાદ પત્રકાર રાજેશભાઈ શાહ એ એમના પ્રિય લેખક તુષારભાઈ શુક્લને યાદ કરી  પ્રેમ પર ખુબ સરસ વાત કરી,લોકોને હસાવી પ્રેમની વાસ્તવિકતા રજુ કરી,તો કલ્પના બેને રાધા કૃષ્ણ નાપ્રેમને શબ્દસ્વરૂપ આપી વેહેતા પ્રેમની ધારા વહેરાવી લોકોને તરબોળ કર્યા પછી એક એકપછી એક રજૂઆત આવતી ગઈ ,જયવંતી બેન પટેલ ,ભીખુભાઈ પટેલ કુંતા શાહ ,હશુબેન શેઠ પદ્માકાન્ત શાહ,બેઠકના નવા લેખિકા નિહારિકાબેન વ્યાસ, પી કે દાવડા સાહેબ એ વાતાવરણ ને ખુબ હળવું બનાવ્યું અને તેમની જુદી જ શૈલી થી પ્રેમને રજુ કર્યો ,તો જયાબેન ઉપાધ્યાય અને હેમંતભાઈ ઉપાધ્યાય એ દર વખતની જેમ  ખુબ સરસ રજૂઆત કરી ,પલક  વ્યાસે સરસ્વતીની સ્તુતિ સાથે પ્રેમ પર ગીત ગાઈ વાજિંત્ર વગર વાતાવરણને સંગીતમય બનાવ્યું  ,તો રેડિયો જિંદગી ના જાગૃતિ બેન શાહે બધાની રજૂઆત રેડિયો પર હું રજુ કરીશ તેવું વચન આપ્યું અને પ્રેમ ની બેચાર પંક્તિ સંભાળવી. રહી રહી ને નૈમેષ અનારકટે ટેકનોલોજી નો ઉપયોગ કરી SMS દ્વારા આવેલા પ્રેમના સંદેશા વાંચી લોકોને હસાવ્યા ,વાસંતીબેન ની હાજર ન હોવાછતાં પ્રવિણાબેને તેમનું લખાણ વાંચી હાજરી પુરાવી.વચ્ચે પ્રજ્ઞાબેને તેમના પતિ શરદભાઈ દાદભાવાળા ને સંબોધી  તેમના પ્રેમ ને કવિતામાં અંકારી તો શરદભાઈ એ મારા ભોળા દિલનો ગાઈ સંગીતમાં પ્રેમ વ્યક્ત કર્યો ,કલ્પનારઘુના પતિ રઘુભાઈ શાહએ વ્યવસાય એ ડોક્ટર હોવાથી મેડીકલ ભાષામાં પ્રેમને રજુ કર્યો પીનાકીન ભાઈએ ટેકનોલોજી નો સાથ લઇ કોમ્પુટરની ભાષામાં કોઈ કવિની લેખેલી કવિતા રજુ કરી

કનુકાકા એ જોડણી પર ભાર દેવાની ખાસ સલાહ આપી ,તો પદ્માંબેને પ્રજ્ઞાબેનને  અને એના કાર્ય ને નવાજી શાલ આપી અભિનંદન આપતા કહું કે હું  અને અમે બધા તમારે માટે ગૌરવ લઈએ છે ભગવાન આવા કર્યો કરવા માટે તમને બળ આપે…,અંતમાં રાજેશભાઈ શાહ ના પત્ની જયશ્રીબેન ના હાથના મગની દાળના ભજીયા ,સાથે જયવંતીબેન બેન અને  ઉર્મિલાબેન પટેલના હાથના ખમણ ઢોકળા ચટણી ,મરચા સાથે આદુના બિસ્કીટ ,અને ચા બધાએ માણી ,પુસ્તક પરબના પુસ્તકો વાંચવા લઇ ગયા ,રઘુભાઈ એ બધાને ફોટો અને વિડીયો માં  ઝડપી લીધા ,તો દરવખતની જેમ દિલીપભાઈ શાહે માઈક સંભાળી અવાજ બેઠક માં પ્રસરાવ્યો ,સમય જાણે બેઠકમાં થંભી ગયો। .. 5.30 શરુ થયેલ પ્રેગ્રામ 10.30 વાગે પૂરો થયો સમયનું કોઈને ભાન ન રહ્યું છતાં સભા એક બંધ રહી ,જલ્દી જવાની રાજા માંગનાર વ્યક્તિ સંપૂર્ણ પ્રોગ્રામ સુધી બેસી રહી દરેકના ચહેરા પર ખુશી વર્તાણી પંચાણું વર્ષના દાદા અને બા અંત સુધી બેઠક ને માણી  ત્યારે વાતાવરણ માં હતો માત્ર પ્રેમ એટલે પ્રેમ અને માત્ર  પ્રેમ પ્રેમ પ્રેમ। ……

અહેવાલ :પ્રજ્ઞા દાદભાવાળા

7 thoughts on “ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે “બેઠક “લોકોની હાજરીમાં પુર વરતાયું

  1. Dear Pragnaben,

    I am very happy to connect with you all. I feel you all are doing great
    service to our Matrubhasha Gujarati.

    I take this opportunity to introduce nyself as Vinod Ganatra, an
    independent Documentary & Children film maker from Mumbai. My Gujarati film
    HARUN-ARUN won Prestigious American Award called LIV ULLMANN PEACE PRIZE in
    Chicago in 2009. I am sending my brief ‘ About the Director ‘ for your
    ready reference.

    Regards.

    Vinod

    Like

  2. અહેવાલ બહુ સરસ રીતે રજૂ કર્યો છે. આ કાર્યક્રમનો આડકતરો લાભ લોકોને હળવા મળવાનો થાય છે. ગુજરાતી વાનગીઓ ખાવા મળે એ બોનસ.
    ધન્યવાદ.

    Like

  3. વરસાદ અને વાવાજોડાની આગાહી હોવા છતાં,RSVP કરતા વધુ માણસોની બેઠકમાં હાજરી સાથે બે એરિયાના ગુજરાતીઓમાં ઉત્સાહનું પુર આવ્યું એનો અહેવાલ વાંચીને ખુશી થઇ .

    આ બેઠકનો અહેવાલ વાંચીને અહીં દુર હોવા છતાં આ બેઠકમાં હાજર હોઈએ એવો અહેસાસ થયો .

    આ બેઠકમાં પ્રેમ વિષેની રચનાઓ રજુ થઇ અને એમાં યુવાન-વૃદ્ધ સૌ એ જે ઉમળકાથી ભાગ લીધો એમાં ગુજરાતી સાહિત્ય પ્રત્યે સૌના પ્રેમનાં દર્શન થયાં !

    બેઠકમાં હાજર રહેનાર ગુજરાતી પ્રેમીઓ અને કાર્યકર ગણને અભિનંદન .

    Like

  4. Ati sunder Pragnaben.as I present there, no words to say.Your ahevaal is perfect.Congratulations for such success and well organized program.Keep it up.All the best for future ‘BETHA’.

    Like

  5. Dear Pragnaben

    Congratulations for such a nice job. The report also came so fast
    which shows your activeness. I am egerly waiting to receive the
    book. My son has already paid you for this. Kindly send the same to me
    at following address.
    Hemant Upadhyay
    1065 w. HILL CT
    CUPERTINO ca 95014
    Thanks Again

    Hemant

    Like

  6. પ્રેમ ..પ્રેમ..પ્રેમ વિષય પર ખુબ જ સુંદર કાર્યક્રમ ના આયોજન માટે પ્રજ્ઞાબેન અને સર્વે ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ ને અભિનંદન અને શુભેચ્છાઓ

    વિષય ની પસંદગી અને બધીજ તૈયારીઓ માટે પ્રજ્ઞાબેન ને અભિનંદન….. સાથે સાથે ઇન્ડિયા કોમ્યુનીટી ને તેના સહકાર માટે પણ ખુબ અભાર

    વિષય ખુબ રસિક અને નવા નવા લેખકો નો ઉત્સાહ અને ઉમળકો પણ અનેરો

    બસ, આવાજ સુંદર કાર્યક્રમો થતા રહે અને બધાજ ગુજરાતી સાહિત્ય પ્રેમીઓનો સાથ – સહકાર મળે તો સોના માં સુગંધ ભળે

    રાજેશ શાહ,
    પ્રેસ રીપોર્ટર, ગુજરાત સમાચાર, યુએસએ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.