તો સારું …. વિનોદભાઈ પટેલ

vinod patel

મિત્રો ,

સેન્ડીએગો કેલીફોર્નીયાથી આપણી બેઠકના વિષયને અનુરૂપ એક સુંદર કાવ્ય વિનોદભાઈ પટેલે મોકલ્યું છે ,તેઓ ખુબ જાણીતા લેખક અને અને બ્લોગર રહ્યા છે આપણા શબ્દોના સર્જન પર વારંવાર પોતાના પ્રોત્સાહનભર્યા અભિપ્રાય આપતા હોય છે ,ખુબ સરળ છે અને ઉંચી ભાવના સાથે લખે છે, તેમના શબ્દોમાં વાંચો…. .એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં….માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી…..અંધારાં ઉલેચતો ઘરદીવડો થવ. તો સારું ….

તો સારું ….

જીવનમાં બધું સારું જ બનશે એવું હંમેશાં બનતું નથી

જ્યારે ખોટું બને ત્યારે મનથી ભાંગી ન પડાય તો સારું

 જીવન  એક દોડની હરીફાઈ જેવો ખરાખરીનો ખેલ છે

ભય કે નિરાશાથી દોડ છોડી ભાગી ન જવાય તો સારું

 પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ એક નિયમ છે

માટે ધ્યેય પ્રાપ્તિ માટે  હંમેશાં ઝઝૂમતા રહીએ તો સારું

 અમેરિકા એ અનેક દેશની સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે

અતડા ના રહેતાં દેશના મુખ્ય પ્રવાહમાં ભળીએ તો સારું

 નવી પેઠીને ગુજરાતી શીખવામાં બહું રસ જણાતો નથી

ભૂલકાંઓથી જ ગુજરાતીની શરૂઆત કરાવીએ તો સારું

 સાહિત્ય સરિતાનો પ્રવાહ હંમેશાં વહેતો રહેતો જ હોય છે

એમાંથી ખોબલે સાહિત્ય રસ પીને તૃપ્ત થઈએ તો સારું

 આ દેશમાં ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર સરળ નથી

બ્લોગ જગતમાં ડોકિયું કરતા-કરાવતા રહીએ તો સારું

 સૌને ગુજરાતી ભાષા માટે સરખો રસ ન હોય એમ બને

                                        એમ છતાં સાહિત્યની બેઠકોમાં હાજરી આપીએ તો સારું .

વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to તો સારું …. વિનોદભાઈ પટેલ

 1. P.K.Davda says:

  શબ્દોનું સર્જનમાં તમારૂં સ્વાગત છે. શરૂઆત જ ખૂબ સારી કરી છે. બસ હવે તમારા જ્ઞાનનો લાભ અમને આપતા રહેજો.

  Like

 2. himmatlal says:

  પ્રિય વિનોદભાઈ
  બહુ મજાનું સમજવા જેવું તમારું કાવ્ય છે .
  અમેરિકા અતડા ન રહીએ અને ભળી જઈએ તો સારું કેવી સચોટ વાત કરી .
  આ દેશમાં ઓલી કહેવત પ્રમાણે
  સબ ભૂમિ ગોપાલકી જામે અટક કહા
  જિસકે મનમેં અટક રહી વોહી લટક રહા
  જેનીએ જવાની વાપરી (જવાની વીતી ગઈ હોય તેથી શું થયું જવાન જેવા થઈને રહેવાનું ) મોકળા મેલ્યાં મન
  એવાજ અમેરિકા જેવા દેશમાં કલોલું તા કરન છું

  Like

 3. nabhakashdeep says:

  Kahuna jack Sara’s
  Ramesh Patel(Aakashdeep)

  Like

 4. Jayvanti Patel says:

  Vinodbhai, You have said many things in a very matter-of-fact way which is very appealing. I enjoyed reading your poetry on “To Saru”.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s