જીવનમુલ્યો–પી.કે.દાવડા

મિત્રો ,
 
આજે દાવડા સાહેબ એક નગ્ન વાસ્તવિકતા લઈને આવ્યા છે,જે સત્ય છે અને સત્ય કડવું હોય છે. પરંતુ આ વાત જો સ્વીકારાય તો પ્રગતી દુર નથી,દાવડા સાહેબ ભારતને પ્રેમ કરે છે, માટે જ લખે છે કે સામાન્‍ય લોકોની ભાગીદારી હશે તો આ દેશ પ્રગતિ પામશેઃ વાત સામાન્ય છે પણ ખુબ મોટી,અધ્યાત્મિક વારસો  ને ભૌતિક પ્રગતિ વચ્ચે જોલા ખાતા આપણે એવી કફોડી હાલતમાં છીએ કે કયાંય નથી.બીજી દાવડા સાહેબે સરસ વાત કરી છે. કે આપણે જો પ્રગતિ કરવી હોય તો  માનસિકતા બદલવી પડશે,માનસિકતા કરોડરજ્જુ સમાન છે,આધુનિક વિચારસરણી સાથે સંકલન કરી આપણી સંસ્કૃતિ જાળવી સમાજને કર્મશીલ, ગતિશીલ બનાવવો એ બધાનું સહિયારું કામ છે.જવાબદારી લેવી,પશ્ચિમ નું અનુકરણ યોગ્ય રીતે થાય તો પરિણામ દેખાશે હું પણ આવું જ માનું છું. પણ  દાવડા સાહેબની વાત તો સાંભળો। ……
 

 

જીવનમુલ્યો

સમાજની પ્રગતિ માટે જીવનમુલ્યો જરૂરી છે. મનુષ્ય એકલો જીવતો રહી શકે પણ સમાજમાં એકલો ન જીવી શકે. સમાજમા રહેવા  માટે સ્વાર્થ અને પર્માથ વચ્ચેસમન્વય સાધવો જરૂરી છે. આ સમન્વય જીવનમુલ્યો લાવી શકે. સમાજના ભલા માટે થોડા ત્યાગની વૃતિ જરૂરી છે.આ જીવનમુલ્યો એટલે સમાજ પ્રત્યેનું વર્તન, વિશ્વાસ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા.  સમાજ માટે થોડો સ્વાર્થ જતો કરવાની તૈયારી જ સમાજનીપ્રગતિ શક્ય બનાવે છે.

જીવનમુલ્યોના બે મુખ્ય આધાર છે કુટુંબ અને સમાજ. માત્ર એક ઉપર જ ધ્યાન આપવું એ પુરતું નથી. જે સમાજના લોકો આ બન્ને ઉપર લક્ષ આપે છે, એ સમાજપ્રગતિ કરે છે.આપણે ત્યાં કુટુંબ પ્રત્યેની વફાદારી તો ખૂબ જોવા મળે છે.  મા-બાપ પોતાના બાળકો માટે બહુ મોટા ત્યાગ આપે છે, બાળકો પગભેર થાય ત્યાં સુધીની જવાબદારી મા-બાપ સંભાળે છે. બાળકો પણ મોટા થયા પછી મા-બાપની સંભાળ રાખવી એને પોતાની ફરજ સમજે છે. ભાઈ બહેન પણ એકબીજા માટે બધું જ કરી છૂટે છે. લગ્નને તોપવિત્ર સમજવામા આવે છે, પતિ-પત્ની જીવનભર એકબીજાના થઈને રહે છે. સંયુક્ત કુટુંબ, કુટુંબની ભલાઈ માટે એકઝુટ થઈ કામ કરે છે. આ કુટુંબ ભાવના એઆપણી એક મોટી તાકાત છે.

 કમનશીબે આપણી સમાજ પ્રત્યેની ભાવના આપણી કુટુંબ ભાવના જેવી નથી.આપણે ગમેત્યાં કચરો ફેંકીએ છીએ, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલીએ છીએ, કરેલા વાયદામાથી ફરી જઈએ છીએ. ટુંકમા સમાજ પ્રત્યે બેદરકાર છીએ.પશ્ચિમના લોકો આપણા કરતાં સમાજ પ્રત્યે વધારે જવાબદાર છે. ત્યાં લોકો બીજાની સગવડ અગવડ પ્રત્યે પૂરતું ધ્યાન આપે છે. રસ્તા, બાગ બગીચા વગેરેમા કચરોફેંકતા નથી. પબ્લીક ટોઈલેટ્સ પણ સ્વચ્છ હોય છે, એમા ગંદા લખાણો લખતા નથી. નાની નાની વાતોમા પણ આપણે લાંચ રૂશ્વતનો સહારો લઈએ છીએ, દા.ત.સિગ્નલ તોડી હવાલદારને દસ રૂપિયા આપી છટકી જઈએ છીએ, પશ્ચિમમા આવું શક્ય નથી, કારણ કે ત્યાંની પોલીસ સમાજના ભલાને વધારે મહત્વ આપે છે. આવીજ રીતે ત્યાં બધા સરકારી ખાતાઓમા લાંચ આપ્યા વગર જ, તમારૂં કામ, જો કાયદેસરનું હોય તો, થઈ જાય છે.

રૂશ્વતખોરીએ ભારતના આત્માને શૂન કરી દીધું છે. ટેક્ષ ચોરી, છેતરપીંડી, રૂશ્વતખોરી વગેરે હવે આપણા માટે સામાન્ય થઈ ગયા છે. પૂરા પૈસા લઈને પણ કોંટ્રેકટરોરસ્તા, પૂલો, મકાનો વગેરેમા હલકું કામ કરી, સમાજના પૈસા ઘર ભેગા કરે છે. લોકો આ ચલાવી લે છે. પૈસા લઈ ઓછી પાત્રતાવાળા લોકોને નોકરી આપવામા આવેછે, પૈસા આપી ડીગ્રી સર્ટિફીકેટ્સ ખરીદવા આવે છે. પરિણામે સમાજની પડતી થાય છે.સામાજીક પ્રશ્નોની ઉપેક્ષાને લીધે સમાજની પ્રગતિ ધીમી ગતિથી થઈ રહી છે. આપણને સમસ્યાઓની જાણ છે, પણ એના ઉકેલ માટે આપણે સમય કે ધન ખર્ચ કરતાનથી. પશ્ચિમના લોકો સામાજીક સમસ્યાઓ પર ધ્યાન આપી, એમને સમય રહેતા દુર કરે છે. આપણે જો પ્રગતિ કરવી હોય તો આ માનસિકતા બદલવી પડસે. જેમણેપ્રગતિ કરી છે તેમની પાસેથી શિખવું પડસે.

એક બીજી વાત પણ આપણે પશ્ચિમના દેશો પાસેથી શિખવાની છે, અને તે છે જવાબદારી. તમે ગમે એટલા મોટા માણસ હો તો પણ તમારી બેદરકારી માટે તમનેજવાબદાર ગણી તમને સજા થવી જ જોઈએ. આપણા દેશમા તમે જેટલા મોટા માણસ, તેટલી તમારી ભૂલ માટે સજા થવાની શક્યતા ઓછી.

પશ્ચિમના લોકો કામ કરવામા ગર્વ માને છે, પછી ભલે એ કામ કોઈ પણ પ્રકારનું હોય. તેઓ મહેનતની કમાઈથી આત્મસંતોષ અનુભવે છે. ભારતમા અમુક કામ હલકુંઅને અમુક કામ ઊંચું એવી ગણત્રી ખૂબ સામાન્ય છે. ભારતમા લોકો એંજીનીઅર, ડોકટર અને વકીલોને સાહેબ માને છે. ખરેખર તો સમાજની પ્રત્યેક વ્યક્તિ મહત્વનીછે. એક કંપનીમા સી.ઈ.ઓ. પોતાનું કામ કરે છે તો સ્ટાફને ચા આપતો પટાવાળો પણ પોતાનું કામ કરે છે. બન્ને જો પોત પોતાનું કામ ઈમાનદારીથી કરે તો જકંપનીની પ્રગતિ થાય.

ભારતમા ઓળખાણ લાગવગને બહુ મહત્વ આપવામા આવે છે. સિફારસવાળાનું કામ જલ્દી નિપટાવવામા આવે છે, ભલે એનાથી આગળના બધા વાટ જોતા હોય !!ભારતમા ઓળખીતાની ભૂલ ચલાવી લેવામા આવે છે જ્યારે વગર ઓળખીતાને સજા કરવામા આવે છે. પશ્ચિમમા એવું નથી, ઓળખીતાને પણ એની ભૂલની સજાઆપવામા આવે છે.સમય સાચવવામા પણ આપણે કાચા છીએ. સામો માણસ આપણી વાટ જોતો હશે એની આપણે ઓછી ચિંતા કરીએ છીએ. સામા માણસના સમયની આપણે કોઈકીમત કરતા નથી. આપણા મોટા ભાગના કામો પણ સમયસર પૂરા થતા નથી. આપણે આ બધું ચલાવી લઈએ છીએ.

કાયદાનું પાલન કરવામા આપણે પછાત છીએ. આપણું ધ્યાન પકડાઈ ન જઈએ એ રીતે કાયદો તોડવા પાછળ વધારે હોય છે.

એકવાર ગાંધીજીએ કહ્યું હતું, “આપણી પાસે બધાને પુરૂં થાય એવું બધું જ છે, માત્ર બધાની લોભી વૃતિને પુરૂં થાય એટલું નથી.

-પી.કે.દાવડા

(શ્રી નારાણમૂર્તિના પ્રવચન ઉપર આધારિત)

 

 
 

4 thoughts on “જીવનમુલ્યો–પી.કે.દાવડા

 1. જીવન મુલ્યો સિવાયનો સમાજ માંદલો છે .

  શ્રી દાવડાજીનો એક વધુ મનનીય લેખ। ધન્યવાદ

  Like

 2. ભાઈશ્રી પી.કે.દાવડા ,
  આપનો લેખ વાંચી ને ઘણો આનંદ થયો..વ્યક્તિગત સુધારા થી કુટુંબ સુધરે , કુટુંબ થી સમાજ સુધારણા થાય..અને પરિણામે દેશનો પણ વિકાસ થાય.
  અભિનંદન .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.