મિત્રો ,
આપણે સહુ જાણીએ છે કે ભગવાન કોઈને મારતા નથી. મનુષ્યનું પાપ મનુષ્યને મારે છે.આ વાત આપણે સહુ જાણીએ છીએ,છતાં અંદરથી આપણને એવું થાય તો….,અને આપણો ડર આવું ન થાય “તો સારું” એમ બોલી ઉઠે છે.આ જ વાત કુન્તાબેને કરી છે. એ સાથે સમર્પણ ની ભાવના કુન્તાબેને “તો સારું” કહી પ્રગટ કરી છે. પ્રેમમાં તમારે તમારી વ્યક્તિની સંવેદનાને સમજવી પડે છે, સાર્થક કરવી પડે છે.કોઈના જીવનમાં પુષ્પ બનવું અને ખીલવું અને મહેકવું એ ખુબ મોટી ભાવના છે.તમારા જીવનમાં પુષ્પ્ બની ખીલું તો સારું,એ વાંચીને કોઈની પ્રેરણા બની શકો તો સારું। ..
–તમારા જીવનમાં પુષ્પ્ બની ખીલું તો સારું
એ પુષ્પની શાખાઓમાં મુજ રક્ષા થકી તુ કાંટો બને તો સૌભાગ્ય મારું
પણ ભાગ્ય કાંટા ના બને તો સારું!
પુષ્પ કયું? ગુલાબ કે મોગરો? નાગકમળ ન બનું તો સારું!
રંગોનો તો કઇં પાર નથી.
લાલ ભલે શુકનિયાળ, ભડભડતો અગાંર ના વરસાવે તો સારું!
પીળો ભલે વસંત સમો, ઊંચ નીચનો ભેદ ના જગાડે તો સારું!
વાદળી ભલે, ગગને વિહરવાની મૌજ કરાવું, આંધી ના પછાડે તો સારું!
લીલો ભલે મારા નીલકંઠ જેવો, ઝેર પચવવાનું ના ભુલીએ તો સારું!
શ્યામ રંગ સર્વ રંગોની ખીચડી, અંધકારમાં જ્યોતિર્મય ઘી થઇ રેલાઉ તો સારુ!
શ્વેત જેવો શુદ્દ્ધ અરંગ નહી. બધી તારી ત્રુશ્ણા ત્રુપ્ત કરીશ, મુજ રંગોનુ સમર્પણ કરીને,
પણ વૈધવ્યનો શ્રુંગાર ન બનુ તો સારુ!
તમારા સિંચનથી હું ખીલું, કરમાવાનું તો છે જ, પણ સુગંધ એની રહી જાય તો સારુ!
તમારા જીવનમાં હું ફૂલ બનીને ખીલું તો સારુ.
તમને મારી પ્રાર્થના સ્વિકાર ના હોય તો કાંઇ નહી,
(જમાના સાથે બદ્લાવું પડે)
કોઇ બીજાના જીવનને સુગંધિત કરીશ
છતાં, તમારી સ્મ્રુતિઓમાં મારી ઝલકની સુગંધ તમને મલકાવે તો સારુ!
કુન્તાબેન શાહ
Je tmne game e hu banu to saru
LikeLike
લાગણીઓના મોજાં અને શબ્દોનો તરંગો આનંદ આપે એવા છે.
LikeLike
કુન્તાબેન , ગુજરાતી ભાષા પર ઘણું સારું પ્રભુત્વ છે . સરસ લખ્યું છે.
LikeLike
તમારા સહુની પ્રેરેણા માટે આભાર. તમારા જેવું વિચારતી થઇશ ત્યારે મારી કલમમાંથી કૈંક વિષેશ જ લખાશે.
LikeLike
Kuntaben, Juvannu pushpa kevi bhavnathi thavu aee tame bhahu saras rite kahu che.
LikeLike