“તો સારું “-ભીખુભાઈ પટેલ

 
P1000004
“તો સારું “
મિત્રો ભીખુભાઈએ નવા વિષય પર કલમને ઉપાડી ,જ્યારથી પુસ્તક પરબ શરુ કર્યું ત્યારથી ભીખુભાઈની હાજરી હંમેશા રહી છે  એમને વાંચવાનો શોખ છે પરંતુ પુસ્તકપરબને લીધે  લખવા પણ માંડ્યા છે ,ઘણીવાર કહે છે મારું ગુજરાતી સાહિત્યના ટોચનું નથી કારણ જીવન વહેવારમાં હું અંગ્રજી નો ઉપયોગ કરું છું ,પરંતુ પુસ્તકપરબ અને બેઠકે મને મારી માત્રુભાષા  સાથે ઓળખ કરાવી છે.” તો સારું” વિષય પર લખતા સાઇકાયટ્રિસ્ટની જેમ કહે છે “ તો સારું” શબ્દ માનવ મનની અપેક્ષાવૃતિ નિર્દેશક છે.  બીજી તરફ..માનવીની વૃતિ વિષે કહે છે કે “તો સારું “માનવીનું દિવાસ્વપ્ન છે.  એને તો એની સામે પ્રશ્ન ઉઠાવી ભીખુભાઈ કહે છે  …. તો સારું કહી બધું જોઈએ છે પરંતુ જવાબદારી કોણ લેશે ? અને અંતમાં ખુબ સરસ વાત સહજતાની કરી છે કે.. “તો સારું ની” અપેક્ષા વૃતિને પોસવા કરતા જીવનને સહજ રીતે જોતો થઇ જાઉં તો સારું …….મિત્રો પહેલીવાર એમનું લખાણ મુકું છે તો આપના અભિપ્રાય આપી પ્રોસાહન આપજો.
 
તો સારું 
 
તો સારું શબ્દો ,માનવ મનની અપેક્ષાવૃતી નિર્દેશક છે ,માનવ અને જનાવરમાં ભગવાને આત્મારૂપી વસવાટ કર્યો છે ,તેમજ શારીરિક અને માનસિક શક્તિઓ મૂકી છે ,તફાવત ફક્ત વ્રુતિઓનો છે.
એક શારીરિક જરૂરિયાતની પૂર્તિમાં સંતોષ અનુભવે છે. જયારે માનવ આવતી કાલનો પણ વિચાર કરતો હોય છે -આવતી કાલ સારી જાય -ન જાય ,તેની માનસિક ચકાસણી કરતો થઇ જાય છે,ધંધો લીધો છે,સરસ ચાલે છે,કોઈ હરીફાય ન આવે “તો સારું”,…… કાયદા કાનુનમાં બદલાવ ન આવે “તો સારું”…  ,માનવીની તૈયારીઓનો કોઈ અંત નથી -એક મરઘીમાંથી અનેક મરઘીઓ,અને તેના ઈંડા વેંચીને તવંગર થઇ જઈશ -અને દિવાસ્વપ્નો જોતા થઇ જઈએ છે. 
 આ પ્રદુષણ  આપણી જીવન દોરી ટુંકાવી ન દે” તો સારું  ” આવું બધા બોલતા હોય છે પરંતુ પ્રદુષણ ન થાય તે માટે ની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી .સારું કહી બધું જોઈએ છે પરંતુ જવાબદારી કોણ લેશે ?
હવે આંતકવાદ બંધ થાય તો સારું ,આંતકવાદ કહેવો કોને ?ઘરમાં જગડે એને કે બીજા સાથે બાખડે એને ?કોઈ શારરિક રંગ થકી ,કોઈ વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો વળી કોઈ ધાર્મિક વિચારોમાં  સુમેળ નહિ હોવાથી ,તો વળી કોઈ ધાર્મિક વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો કોઈ વળી સીધી સાદી ઈર્ષા થકી ,કોઈ પોતાના દેશમાં ,કોઈ પરદેશમાં -કોને આંતકવાદ કહેવો ?
ધરતીમાતાએ પોતાના બાળકોને જુદી જુદી જગ્યાઓ પર રહેઠાણ આપ્યું છે ,ભૌતીક તથા હવામાનના કારણે રીત-રસમ બની ,શારરિક દેખાવ બન્યો ,તેમજ જીવન -નિર્વાહનના સાધન બન્યા ,એક-બીજાની જરૂરીયાતને સમજવાની વાત છે બધા સમજે “તો કેટલું સારું” !
“સત્ય મેવ જયતે” – આપણું રાષ્ટ્રીય વાક્ય ,જુઠાણું હોય તે બદલતું રહે છે ,સત્ય હમેશાં એક  હોય છે  હિન્દુસ્તાન (ભારત )નો ઈતિહાસ બદલતો રહે છે ,પહેલેથી સત્ય લખ્યું હોત “તો સારુ”ને !
અને છેલ્લે બે પંક્તિ …..
જીવન દુઃખનો દરિયો માનવા કરતા ,
ઉમંગોનો ઉછળતો મહાસાગર જોતો થઇ જાઉં- “તો સારું” 

-ભીખુભાઈ પટેલ 

મિત્રો, આપણી  બેઠકનો અહેવાલ-દિવ્યભાસ્કરમાં આવ્યો છે ,જેની મુલાકાત લેજો  http://www.divyabhaskar.co.in/article/NRG-USA-bay-area-gujarati-group-meet-4514305-PHO.html?seq=1 

2 thoughts on ““તો સારું “-ભીખુભાઈ પટેલ

  1. સાંપ્રતિક કાળમાં શું શું થાય તો સારૂં એની સરસ ગણત્રી કરાવી દીધી છે. બહુ સારૂં.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.