તો સારું। …જયવંતીબેન પટેલ

jayvantibenમિત્રો ,
ભીખુભાઈ પટેલને વાંચ્યા અને બેઠકમાં સાંભળ્યા પછી તેમના પત્ની જયવંતીબેન કહે…. કે “તો સારું” ના સારા અને  ખરાબ અહોભાવ માનવીના મનને પ્રદર્શિત કરે છે, અને એ એમણે  એમનેમ તારણ  નથી કાઢ્યું, પોતાના જ જીવનને અને મનને ઝાંખી ને લખ્યું  છે.તો  એક પક્ષીના ખાલી માળા ની વાત,  મુક સન્નાટોની વાત “તો સારું” સ્વરૂપે રજુ કરી છે. તેઓ આશાવાદી છે, હહ.. કયારેક મન ની ગાડી પાટા  પરથી ઉતરી જાય તો( u) યુ  ટર્ન લઇ આગળ વધતા પણ આવડે છે, . ફરી એજ મારે કૈક કરવાનું છે ,કે પછી મારે ઘણી બધી વસ્તુઓ કરવી છે….એક નમતી સાંજે એ ઉડતા પણ શીખી ગયા છે… અને કહે છે હું યોગમાં જાઉં, હું મારી જાતે શરીરને સાચવું “તો સારું”  કારણ એમને ખાબર છે “તો સારું” માનવીના મનના ભાવ છે જેમ વાળીશ તેમ વળશે  ખુબ મોટી વાત સરળ શબ્દો અને દાખલા આપી રજુ કરી છે.આફિકામાં રહ્યા છતાં પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વ લહે છે.  તો આ લેખ જરૂર વાંચજો જેથી કોઈવાર તમને કયાંક પાછા વળવું પણ પડે તો ખચકાટ નહિ અનુભવો અને હા અભિપ્રાય દેવામાં કયાંય ખચકાટ નહિ કરતા હો। ….. 
 
 
તો સારું। …જયવંતીબેન પટેલ 
તો સારું એ શબ્દ એક જાતની આશા પ્રગટ કરે છે,દરેકને આશાવાદી બનાવી દે છે. માનવી સ્વપ્નની દુનાયામાં રહેતો થઇ જાય છે. કેટકેટલી કલ્પનાનાં રંગમાં રંગાઈ જાય છે તરંગો કરતો થઇ જાય છે. 
જીવનમાં ઘણી વાતો અને વસ્તુઓ એવી હોય છે કે આપણને એમ લાગે કે આને બદલે આમ હોત તો  કેટલું સારું !આમ જોવા જઈએ તો। …. “તો સારું” આપણો  પીછો છોડતું  નથી. 
પતિ પત્નીનાં  જીવનમાં શરૂઆત પ્રેમ, અને આનંદ ઉત્સાહ અને કરી છુટવાની લાગણીથી થાય છે. એમ વખત જાય તેમ સંજોગો બદલાતા જાય ….નોકરી શોધવાની જરૂરિયાત ઘર લેવાની તમન્ના,પછી બાળકો તેના ઉછેરની યોજના,સમય ઝડપથી વધવા માંડે. …બાળકો મોટા થઇ જાય  અને એક દિવસ પરણી  પોતાના પોતાના ઘરમાં ઠરી ઠામ પણ થઇ જાય  અને કિલોલ કરતા માળામાં રહી જાય આપણે  બે…… ત્યારે એકલતામાં  મન પાછલા જીવનમાં ડોકિયું કરવા માંડે  અને રહી રહીને એક જ વાત સામે આવે આમ થયું હોત “તો સારું”.….જુવાનીમાં “તો સારું”  એક આશા હતી તે જીવનની પાછલી જીંદગીમાં “તો સારું” સરવૈયું  બની નિશાશા બની…આંખનું આંસુ  બની સરે આમ થયું હોય તો સારું……..  
 
અને ફરી મન વર્તમાનમાં જોડાય જાય। …. ફરી એજ મારે કૈક કરવાનું છે ,કે પછી મારે ઘણી બધી વસ્તુઓ કરવી છે -આ શરીર સારું રહે માટે યોગા કલાસમાં જવાય તો સારું -તબિયત સારી રહે તો સારું -ચાલવા જવાય તો સારું -ખાવામાં કાળજી રાખીશ તો સારું -બધું જેટલું સહેલું લાગે છે તેટલું બધું સહેલું નથી પહેલા જેટલી શક્તિ હવે નથી તો આ બધું કરવાની  શક્તિ મળે તો સારું  ……
અને ફરી મન સામાન્ય માનવીની જેમ ભગવાનને દોષ દેવા માંડે છે  . પ્રભુએ બાળપણમાં શક્તિ ,જુવાનીમાં જોમ આપ્યું તો ઘડપણ માં જ શક્તિ વધારે જોઈએ તો અત્યારે કેમ ઓછી પડે છે !ભગવાને આની વ્યવસ્થા કરી હોત તો ઘરડા લોકોને આટલી તકલીફ ન પડતને !
મન કયારે સંતોષ નથી થતું  …સર્જનહારનો પણ વાંક કાઢે છે  ત્યારે “તો સારું” આશાવાદી શબ્દ બળવો પોકારે છે અને કહે છે ભગવાને આ પરિસ્થિતિ ઉભી જ ન કરી હોત તો સારું  … જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સજા સમા જ રહીએ અને સ્વીચ દબાવી જોઈતું સર્વ મળે તો સારું 
 
હવે સમજાયું ને હું શું કહું છું ? જગતમાં આ બધા “તો સારું” ના સારા અને  ખરાબ અહોભાવ માનવીના મનને પ્રદર્શિત કરે છે માણસના મનમાં સારા અને ખરાબ બન્ને તત્વ રહેલા હોય જ છે મૈત્રી ,પ્રેમ દયા અને આશા પ્રગટે ત્યારે શુભ ભાવો પ્રગટે અને જીવન પુલકિત થઇ જાય  એજ તો સારું  વેર ઝેર ,ક્રોધ ,ઉપેક્ષા અને નિષ્ઠુરતા બની આવે ત્યારે આંતક ફેલાવે 
તો ત્યારે હ્રદય માંથી એક જ પ્રર્થના ઉદભવે  કે માનવ કોઈનું બુરું ન ઈચ્છે તો કેવું સારું !મન વચન  કયાંથી કોઈનું અહિત ન થાય તો કેવું સારું !અને બધા જ આવું વિચારતા થઇ જાય તો કેવું સારું ! અને આ પૃથ્વી જ સ્વર્ગ બની જાય તો કેવું સારું ! 

-જયવંતીબેન પટેલ-

3 thoughts on “તો સારું। …જયવંતીબેન પટેલ

 1. જયવંતી બેન ,
  તમે ” તો સારુ’ ના ઘણા સુન્દર સંયોગો દર્શાવ્યા છે.
  ફુલવતી શાહ

  Like

 2. Mananaa bbhavo ni to vatonu ant ane annat jane enej khabar che, bachpan ma balak ne ramade che sahu koi, thodu motu thata shkhvade che sahu koi, sixak shkhvade che vidyyarthine, pan hakikartma shikhine jivanma utare che kon? Guru banva mage che sahu koi, pan bhagvan shu che jane to khabar, enu aacharan ghanuj kathin che , na samjay na game to lade (jagde) shu koi, asanithi male ene mane eni value koi na kare, pan jananarn kon aa duniyama, vandha vachka dakha karta eno aabhar mano ke anmol khiyama jiv jive che, badhuy che pan pamya vagar sntosh na male, kabir kahe che, bachapn khoyaa khelme, javani khoyi nid me bhudape me rog satave evi vat che. Dost banavo andarvalne je n dekhay chatay aape che directly indirectly. Ene jano toy aanan.

  Like

 3. આ પૃથ્વી જ જો સ્વર્ગ બની જાય તો આપણે બધા સ્વર્ગવાસી થઈ જશું ઃ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.