” તો સારું”-હેમંતભાઈ ઉપાધ્યાય

મિત્રો,
 આપણા શિધ્ર કવિ હેમંતભાઈ ઉપાધ્યાય એ વિષયને વળગી રહી એક નહિ બે કવિતા રજુ ક.રી  સર્જનાત્મક શકિતના દર્શન કરાવ્યા હતા ,તેઓ કવિ છે પરંતુ કૈક નવું કરી જીવન જીવવાની ખેવના  રાખે છે ,જે જોઈ પ્રભુ પણ મલકાઈ ઉઠે ….અને કયારે શક્ય બને જયારે માબાપના ચહેરા પર સ્મિત જોવા મળે .બહુ ઉંચી ભાવના આખા કાવ્યમાં રજુ કરી છે ,તો બીજા કાવ્યમાં અંદર છુપાયેલા પ્રેમીના દેખાય છે,પ્રેમી  પામવા ની ખેવના માં…બીજા જન્મ લેવા તૈયાર છે  એને પામવા ની ખેવના માં,. આ જીવન ને. પણ દેકારો આપતા કહે છે …..
“ખુદા  ઈશ્વર કે પયગંબર,બધાય ને આજીજી ઘણી કરી ,
હવે કશું  નહિ તો મારા શ્વાસ   થંભી   જાય  તો સારું”
​….​

બેઠક-hemantbhai

રોજ મલકાવાય  તો સારું 

સરકતા  જતા સમય ને  બાંધી શકાય તો  સારું
ને તૂટેલા  બે હૃદય  ને સાંધીશકાય તો   સારું

સહારો થઇ શકાય અન્ય નો  રસ્તે  જતાં જતાં
કોઈક  ગમગીન ચહેરા ને હસાવી  શકાય તો સારું

પુણ્ય ના ભાથા  તીર્થો  મંદિરો માં  ઘણા કર્યા
હવે માનવ સેવા   થી મહેકી જવાય  તો સારું

સહુ ને કર્મ ના ફળ  મુજબ મળે છે જીંદગી
આ  જીંદગી ને અણમોલ ઉપહાર બનાવાય તો સારું

જીંદગી આવે  ને જતી રહે , નોંધ  કોઈ ના  લે
હરખાય  ઈશ્વર પણ એવું જીવન જીવાય   તો સારું

જીવન ઝરુખે  ઝગમગે સત કર્મો ની દીપમાળા
ક્ષમા  , પ્રેમ ,અને કરુણા ,  અપનાવાય  તો સારું

જન્મ  આપી જેણે જીવન સજાવ્યું છે  આપનું
એ માત પિતા નું  મુખડું રોજ  મલકાવાય  તો સારું

ઓમ માં ઓમ
હેમંત  ઉપાધ્યાય
૬૬૯  ૬૬૬ ૦૧૪૪

પ્રેમી ની   વેદના 
 

એકવાર   નજર થી નજર   મળી  જાય તો સારું
અને  નયનો થી  સઘળું   સમજી  જાય તો  સારું

શબ્દો મારા સીમા ઓ માં, બંધાઈ જાય  તો સારું
ને મૌન માં જ બધું    કહેવાઈ      જાય  તો સારું

લાગણી ના મોજા  હવે શમી     જાય  તો સારું
અને આ દરદ   સહન થઇ    જાય  તો સારું

રાત અને દિવસ હૃદય  માં કોતર્યું છે નામ  જેનું
એ સ્મરણો  માં થી હવે ખોવાઈ   જાય  તો સારું

શ્વાસે  શ્વાસે સતત નામ  ગોખ્યું   છે મેં  જેનું
એ નામ ધબકારા  માં હવે તણાઈ    જાય  તો સારું

ખુદા  ઈશ્વર કે પયગંબર,બધાય ને આજીજી ઘણી કરી
હવે કશું  નહિ તો મારા શ્વાસ   થંભી   જાય  તો સારું

આ જન્મ  માં જે પ્રેમ પામી ના શક્યો   હું
આવતા  જન્મે  એ જ પ્રેમ મળી જાય  તો સારું

ઓમ માં  ઓમ

હેમંત   ઉપાધ્યાય
૬૬૯  ૬૬૬  ૦૧૪૪

5 thoughts on “” તો સારું”-હેમંતભાઈ ઉપાધ્યાય

 1. પ્રેમ તરલ હોય છે એને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતો નથી એ જાણવા છતાં જુઓ

  હું આ શબ્દોમાં એ જ કરી રહ્યો છું !

  Like

 2. આપનું પ્રથમ કાવ્ય ઘણું સુંદર છે .બીજા કાવ્ય માં થોડી દેખાતી નિરાશાની છાપ જીવન માં ન આવવા દેશો .

  Like

 3. બહેનશ્રી, પ્રજ્ઞાબેન, આપની આ બેઠક પ્રવૃત્તિ મનભાવન અનુભવાય છે…….સ………..રસ. ભાઇશ્રી કવિશ્રી હેમંતભાઇ ઉપાધ્યાયની એક કવિતા મને ખૂબ સ્પર્શી ગઇ, મે આ રીતે  વહેંચી ( શેયર કરી ).

  Like

 4. બન્ને રચનાઓ વાંચતા જ ગમી જાય એવી છે. પહેલી રચનામાં પરોપકારની ભાવના ભારોભાર ભરેલી છે તો બીજી રચનાઓમાં નિષ્ફળતાનું દુખ વર્તાય છે. તો સારૂં વિષયને પૂરતો ન્યાય મળ્યો છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.