.પદ્મા -કાન

માતૃદેવો ભવ-પદ્માકાન્ત શાહ ​

                                          શ્રી  ગણેશાય  નમઃ                                                                                                     ઓમ

શ્રી  સરસ્વતીએ  નમઃ

                                   માતૃદેવો  ભવ

મધર્સ ડેની શુભકામના

પહેલો ગુરૂ  માં  ,સો  શિક્ષક  બરાબર  એક  મા

જન્મ્યા  ત્યારથી  શરૂ  થયું  કામ શીખવાનું જાતજાતનું

પ્રથમ ,સ્તન મોઢામાં  મૂકતા મા  ,શીખી  ગયી હું  ચૂસતાં

દાંત  આવતાં  શીખી  હું ચાવતાં ,જાતજાતના સ્વાદ  કરાવે  માતા

પાપા ડગલી  મામા  ડગલી  ભરી ,શીખી  ગઈ  હું  ચાલતાં

થોડી હું  મોટી  થઇ ત્યાં  નખરા  શરુ  થયા  ,ભાવવા  ન  ભાવવાના

શિસ્તમાં સખત  માત  મોરી ,નાળીયેરના  ઉપરના  પડ  જેવી

શ્વેત ,પવિત્ર  ,મીઠું ,મધુર હર્દય  હતું  અંદરથી

માત  વિનાની  તેની  બે  પુત્રવધુને  રાખતી  હતી ખૂબ  પ્રેમથી

ન  ભાવે  એ  વસ્તુના  કોળિયા  પહેલાં  ભરાવે  જમવામાં

ના ખાઉં  તો ભાણેથી  ઉઠાડે , છોડે  ના  ખાધા  વિના

હસતાં  ખાવ  કે  રડતા  ખાવ , ખાવા  પડતાં લાડવા ,લાપસી , ને  કોળિયા  શીરાના

ખાતાં  ના  શીખવ્યું  તારી  માએ/ એ  શબ્દ  ન  સુણવા  માંરે  કાને

ને  ખરેખર /સાસરીયે  આવતાં પ્રથમ  શીરો  પીરસાયો  ભાણામાં /

માની શિખામણ  યાદ  આવતાં ,આવી  ગઈ  સાનમાં ,

ને  આમ  કરતાં  શીખી  ગઈ લાડવો, લાપસી ને શીરો  ખાતાં  આવી  ગઈ  પૂરા  ભાનમાં

વર્ષો  વીતી ગયા  ને આવી  ગઈ હું  ફોરેન  દેશ  અમેરિકામાં ,

નાનપણમાં  તો  હતી  એકજ  માં  જેની  સામે કરતી  હું  રીસામણા  મનામણા

અહિયાં  તો બે  બે  પુત્રવધુ  તેની  સામે  શું  કરું  રિસામણા  કે  મનામણા /

હોંશેહોંશે  બન્ને  બનાવે  નવી  ડીશ ,ચાય ફૂડ  ને  થાય ફૂડ

કેમ  કરીને  ખાવું  મારે  માય  ફૂડ /

અડધું  અંદર  ને અડધું લટકે બહાર , ખાતાં  ન  ફાવે  મુજને ,

છરી  કાંટાનું , નાનુંશું  યુધ્ધ લાગે  ,ત્યાં  ભય  લાગે  કોઈ  જોઈ  જાશે  મુને/

માની  કેળવણીમાં  ચાલશે ,ફાવશે ,ગમશે ,ને  ભાવશે ,

એ  શબ્દોને  વણી  લીધાં  હતાં જીવનમાં

વાર  ન  લાગી  મુજને બે  બે  પુત્રવધુમાં એડજેસ્ટ  થતાં  અમેરિકામાં

માતાએ  શીખવ્યું  બાળપણમાં ,પુત્ર્વધુઓયે શીખવ્યું  ખાતાં ઘડપણમાં

કક્કો બારાખડી મા શીખી નહોતી ,પણ  બીજાને ભણાવવાનો આગ્રહ  રાખતીહતી

પ્રયત્ન કરતાં  વિષ્ણુસહસ્ત્રનામ ,અને મહિમ્ન જેવા સ્તોત્ર  સહુ  સાથસાથ એ બોલતી હતી

યાદ તાજી થાય છે કમ્પ્યુટર શીખવા જયારે પુત્ર ,પૌઉત્ર ,કે પુત્રવધુ પાછળ હું લાગું છું

જોડાક્ષર ના ઉચ્ચાર માં બરાબર ના બોલે ત્યારે થોડી હું અકળાતી હતીઃ ,માં કાઈ બોલતી નહોતી ,

ઠોઠ નીશાળીઓ હું છતાં મારી સાથે ના કોઈ અકળાય છે

બલ્કે પોતાના કામમાંથી સમય આપી ,મને પ્રોત્સાહિત કરે છે

પ્રોત્સાહન આપવામાં પ્રજ્ઞાબેન પણ ન રહે પાછ્ળ સીનીયરમાં

તારા પાડ નો ના પહાડ કરું ,તારું પોઝીટીવ થીંકીંગ હર પલ મનમાં ધરું

પોઝીટીવ થીન્કીન્ગનો ખઝાનો લુંટાવું સહુ માતને

પાઠવું શુભેચ્છા શુભ આ માતૃદીને

ના કોઈ ફરિયાદ કરું ફરીફરી તને યાદ કરું બસ યાદ કરું

તારી દીકરીપદ્માના પ્રણામ

પદ્મા -કાન

જયશ્રી કૃષ્ણ

મિત્રો,

આજે બ્યાસી વર્ષના આપણી બેઠકના હકારાત્મક અભિગમ સાથે જીવતા પદ્માબેન શાહ ની રજૂઆત લઈને આવી છું,માસી ની અંદર ની ધરબી રાખેલી લેખિકાને એમણે બેઠક દ્વારા જગાડી છે,એમને માત્ર લખવું નથી પણ ભાષા અને સાહિત્ય નવી પેઢી ને સોપવું છે,એમણે બેઠક દ્વારા પોતાની ભાષાની અભિવ્યક્તિ જાણે પાછી મેળવી છે. સૌથી વધુ આ ઉમંરે પણ સમાજને કૈક દેવું છે તેવી ભાવના રાખે છે ,આજે પણ કહે છે ફુલની પાંખડી સ્વરૂપે મારી ભાષા અને સાહિત્યને હું કંઈક પ્રદાન કરી શકું “તો સારું”. એમણે ઉંબરા ઓળંગી હિમંત દેખાડી છે, તો આપણી ફરજ છે કે આપણે એને પ્રોત્સાહન આપીએ …..

padma- kant

 

 

 

 

ઉપસ્થિત વ્હલા મિત્રો ,

આપ જાણો સહું જાણો છો તેમ દેરક વ્યક્તિમાં અદમ્ય શક્તિ છે, એ શક્તિને ખીલવવાનો પ્રયાસ થાય”તો સારું” જેથી ફુલી ફાલીને પાંગરે ,આપણે બધા ટીવી સિરીઅલ ડાન્સ ઇન્ડિયા ડાન્સ ,સારેગમ ,જોઈએ છીએ ,તે કાર્યક્રમોમાં અવનવા કલાકારો પોતાની ગુઢ શક્તિઓને વાચા આપે છે.તેમના માટે આ પ્રેરણાદાયક મંચ છે.
તેવી રીતે ગુજરાતી ભાષાને જીવંત રાખવા,તથા નીતનવા સર્જકો અસ્તિત્વમાં આવે ,એ શુદ્ધ હેતુ પૂર્ણ થાયતે માટે આ  ”બેઠક”  નો મંચ પણ પ્રેરણાદાઈ છે,આ મંચના પ્રેષકો,સર્જકો,તેને સદાય પ્રગતીશીલ રાખવાના પ્રયાસ કરનાર સર્વ કાર્યકર્તાઓને મારા અંતરના શુભ આશિષ.
હું નાની હતી ત્યારે લખતી હતી, પણ સમયની સાથે કયાં આલોપ થઇ ગયું તે ખબર ન પડી, ભાષાની અભિવ્યક્તિ જાણે ખોવાઈ ગઈ છે…. એટલું” તો સારું” છે કે એ કળા સંપૂર્ણ મુરજાય ન હતી જેથી આજે “બેઠક”માં લખવાની અને બોલવાની હિંમત કરી શકી છું.
તો વિચાર આવે છે કે આ થાય તો સારું ,ન થાય તો સારું ,મળે તોય સારું ,અને ન મળે તોંય સારું…હું મારી પ્રગતી કરવા માટે લખું છું માત્ર મારે મારી જાતે ધ્રુજતા પગે અને હાથે ઉંબરા ઓળંગવાના છે ,તો” યા હોમ કરીને પડો ફતેહ છે આગે “
ગાડી બીજા પાટે લઇ જાઉં તે પહેલા એક વાત કહીશ કે ઘરમાં પડેલા સુંદર પુષ્પોને જોઈ મને પ્રેરણા મળી છે  કે “મમ હૈયાના ગગનમાંહી એવું એ વસતું ,દિનાન્તે આજ સકલ નિજ અર્પી ઝરી જવું। .”સાચા ફુલોના હકારાત્મક અભિગમ જોઇને મારા મનમાં એવી લગની લાગી  કે ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને આપણે પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોપવાનો છે, તો ફુલ નહિ ફુલની પાંખડી સ્વરૂપે મારી ભાષા અને સાહિત્યને હું કંઈક પ્રદાન કરી શકું તો સારું। ….મારું જીવન અંજલી થાય તો સારું।…ધ્રુજતા પણ વણ થાક્યા હાથે આ કલમ માતૃભાષા ને સમર્પિત થાય તો સારું ….

પદ્મા -કાન
પદ્મા કનૈયાલાલ શાહ

4 thoughts on “.પદ્મા -કાન

 1. I am deeply touched by the thoughts and eloquence expressed by my two elder sisters, Padmaben Kanubhai Shah and Fulvatiben Manaharlal Shah under the title ” TO SARU”. May God inspire them to write such thoughts in the days, months and years to come. I am just stunned to see these sparkling jewels and language of the heart! Any one can feel that these are the words expressed by SOUL and not by a pen!

  Dinesh O. Shah, Founding Director, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat, India

  Like

 2. મુરબ્બી પદ્માબેન ,
  તમારો લેખ વાંચી ને ઘણો આનંદ થયો , તમે પણ મારે માટે મારી મોટીબેન પૂ ,પદમાબેન સમાન છો.જ્યારે મળીએ છીએ ત્યારે ઘણો આનંદ થાય છે ખુબ સુંદર રજુઆત કરી છે.લખાણ વાંચતાં જ તમે નજર સામે આવી ગયાં .
  ફૂલવતી શાહ

  Like

 3. પ્રગ્નાબેન કનૈયાલાલ શાહ,
  જય હો .
  તમારા ‘શબ્દોનું સર્જન’ ના અમુક વસ્તુ-કંટેંટ્સ ગમે છે .
  “કઈંક” અલગ પ્રકારની મારી ક્રુતિઓ મોકલવાનુ મન થાય છે .
  આ સાથે જુદી ” એમ.એસ.ઓફિસ-વર્ડમાં સેવ કરેલ ફાઈલ દ્વારા મોકલુ છું
  “પરમ આનંદ”

  *< SHARING ENRICHES"… Just DO IT.*
  *Love is sharing. love is expansion. You can’t but love because you want to
  expand. And nature of life is to expand. But we have learned and cultured
  all our habits to restrain ourselves and that is why the Divine Love is not
  manifesting in our life fully.]** SS R.Shankar
  *

  *La’KANT,[L.M.THAKKAR , Res.Phone:0251-2450888] / 09320773606 .*….
  *[.Please don’t accept a second friendship demand from me, I have only one
  account.]*

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.