” તો સારુ…” -ફૂલવતી શાહ.

મિત્રો ગઈ કાલની બેઠક ખુબ સરસ રહી  …..35થી વધુ લોકોની હાજરી રહી,  એ કરતા પણ વધુ, ઘણાએ પોતાની કલમ ઉપાડી અને અંદરના લેખકને જગાડ્યો ,ઘણા હાજર ન રહી શક્યા  તો લખી મોકલ્યું ,ફુલવતીબેને પણ ઉમરા ઓળંગી પોતાના વિચારોને શબ્દ્સ્વરૂપ આપ્યું ,આજે પહેલીવાર એમના લખાણ ને આપની સમક્ષ રજુ કરું છું ,તો પ્રોત્સાહન આપી આવકારજો ,ફુલવતી બેન આપનું સ્વાગત છે, 

 Displaying Mom 75th birthday.png

મારા પ્રિય ભાઈ બહેનો,

આજે હુ તમારી સમક્ષ પ્રત્યક્ષ હાજર નથી રહી શકતી  પરન્તુ  મારા શબ્દો  દ્વારા  આજ ની  “બેઠક’ માં હાજરી આપુ છુ. સૌને મારા સ્નેહ વંદન.

આજની બેઠક નો વિષય છે ” તો સારુ…” એક જ અક્ષરનો કા’નો અને માત્રા  વાળો શબ્દ ” તો “નું કેટલું મહત્વ છે એ વિચારશો તો સમજાશે. આપણી ગુજરાતી ભાષા માં એક જુની કહેવત માં ” તો ” ને તોતેર  (૭૩) મણ નો “તો” આવુ કહેવા માં આવતું. જો આ “તો ” વ્યક્તિથી જીતાય તો જ ધાર્યુ કાર્ય સંપુર્ણ થઈ શકે. જો તે કાર્ય કરવાનુ હોય તો કરીને,અથવા ન કરવા જેવુ કાર્ય હોય તો અટકાવી ને સફળતાને આરે પહોંચી શકાય.આજે હું આ “તો” શબ્દ વ્યક્તિગત, કૌટુમ્બીક, સામાજીક કે રાજકીય ક્ષેત્રે ક્યાંઅને કેવી રીતે સ્પર્ષે છે તેનો વિચાર રજુ કરીશ.

વ્યક્તીથી  કુટુંબ બનેલુ છે અને કુટુંબથી સમાજ રચાયો છે. એજ રીતે સમાજ થી રાષ્ટ્રો અને વિશ્વ રચાયું છે. આમ વિશ્વ નો એકમ વ્યક્તિ પોતે છે. અને માટે જ દરેક વ્યકતિ પોતાના વર્તન અને ગુણદોષને નિહાળે “તો સારુ…”પરીણામે કૌટુંબિક , સામાજિક,રાજકીય અને  વિશ્વ માં શાંતિ  ફેલાય. દરેક વ્યક્તિ પોતે પહેલા પોતાના વર્તન માં  સુધારો કરે.પોતાનાં વિચારો અને વર્તન બીજાને દુઃખ દાયક નહીં થાય એનો વિચાર કરી અમલ કરે. જીવનમાં  નીતિ નિયમોનું પાલન કરે અને સાત્વીક વ્રુત્તિથી જીવન જીવે.અને  પછી”તોસારુ” જ પરિણામ મળશે. આજે આપણે સૌ મળી સંકલ્પ કરીએ  અને એના પરિણામે …” તો સારુ …’  ફળ મેળવીએ.વ્યક્તિઓના અરસપરસના સબંધોએ કુટુંબો રચ્યાં. માતા પિતા ઇછ્છે કે આપણા બાળકો સારો અભ્યાસ કરી ઉજ્જવલ કારકિરર્દી બનાવે.અને તે જ બાળકો યુવાન વયે પુત્ર, પુત્રી, પુત્રવધુ કે જમાઈ ના રુપે વૃધ્ધ માતા પિતાની  ખુટતી  શક્તિ ના પુરક બને. આવા કુટુંબો પરોપકારી  ભાવના  પ્રગટાવી સમાજ સેવા કરી સામાજિક રુણ પણ અદા કરી શકે. આવુ થાય તો કેવુ સારુ!

નિઃસ્વાર્થ ભાવે નિષ્ઠાવાન નાગરિકો રાજકારણમાં ભાગ લઈ સમાજ અને દેશની ઉન્નતિ અને પ્રગતિ ના કાર્યોમાં સહાય રુપ થાય.યોગ્ય વ્યક્તિ લોક સેવા અને સ્વદેશપ્રેમની ભાવનાં પુર્વક રાજકારણમાં પ્રવેશે. લાંચ અને રુશવત જેવા શબ્દો સદન્તર ભુંસાઈ જાય અને ચોરી, લૂંટફાટ, અપહરણ, બળાત્કાર અને ખુન જેવા શબ્દો સમાચાર પત્રો માંથી  બાકાત થઈ જાય. અને ફરી ” રામ રાજ્ય”ની સ્થાપના થાય

તો કેવું સારુ!

.

ફૂલવતી શાહ.                                        

 

2 thoughts on “” તો સારુ…” -ફૂલવતી શાહ.

Leave a reply to P.K.Davda Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.