મિત્રો ,
આપણી બેઠક તો શુક્રવારે સાંજે મળશે પરંતુ આપણા વડિલ, મિત્ર વિજયભાઈ શાહ એ હ્યુસ્ટન(અમેરિકા)થી “તો સારું” પર સુંદર કવિતા મોકલાવી છે, તો મિત્રો વિજયભાઈ આપણા માટે હ્યુસ્ટનથી કવિતા મોકલે એ આપણા માટે મોટી વાત છે ….. તો આપ બધા ક્યાય અટક્યા હો અને કલમ ન ઉપાડી હોય તો…આજે તમારી એક સ્વરચિત કૃતિ. રચવા, સ્વની ખોજ સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો” બેઠક ” દ્વારા લાવી છું….તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે અને કાલની બેઠકને આપના વિચારો અને લખાણોથી ભરી દેવાની છે
વિજયભાઈ વિષે લખવા બેસું તો ઘણું લખી શકાય પરંતુ ખાસ જણાવું તો મારા માટે મેન્ટર રહ્યા છે, મને માર્ગદર્શક આપી શબ્દોનાસર્જન ને પ્રોત્સાહન પણ આપ્યું છે ,એમના લખાણ માં સરળતા સાદગી સાથે સહજતા દેખાય છે. ટૂંકમાં જાણવું તો આધુનિક ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ એટલે વિજયભાઈ, માત્ર લખી જાણે છે તેવું નથી બીજાને પ્રોત્સાહન આપી લખાવી જાણે છે.વધુ કંઈ કહું એ પહેલા વિજયભાઈને માણો એમની કવિતા એજ એમની ઓળખ છે… બધાં માટે મનન માંગતુ, વિચાર કરતુ …તદ્દન વાસ્તવિક.. કાવ્ય, …ઓછા શબ્દમાં ખુબ મોટી વાત કહી છે. …..“ના કશું આપે તોય સારું ” એક વાક્ય સંતોષ થી ભરપુર છે, તો “જીવન ઝરણા ની જેમ વહે તો સારુ”કાવ્યની અને કવિની સરળતા સહજતા પ્રગટ કરે છે. આજ એમની લેખન શૈલીની વિશિષ્ઠતા છે,
તો સારુ.
પ્રભુ તુ મને કશું આપે તો સારુ
અને ના કશું આપે તોય સારુ
તારો તો માનવો રહ્યો આભાર જ
બળ બુધ્ધી ને ધન તો દીધા છે
ઝાઝુ શું માંગવુ? કૃપા મળે તો સારુ
જીવન ઝરણા ની જેમ વહે તો સારુ
અપેક્ષા ઘટે ને રહે મન ભક્તિમાં
અંતિમે નામ તારું હૈયે રહે તો સારુ
મિત્રો બેઠકની રજૂઆત અહી જોઈ શકશો –http://youtu.be/hgEfWQUKNkw
Vijay Shah વિજય શાહ
વિજયભાઈએ જે જે વસ્તુઓની અપેક્ષા રાખી છે એ વસ્તુઓ પ્રભુ મારા સહિત બધાને આપે.
બહુ સરસ વાત કહી છે વિજયભાઇએ.
LikeLike
Reblogged this on ગુજરાતી સાહિત્ય સરિતા.
LikeLike
Very humble request to God !
LikeLike
nice and appropriate..true words for Vijaybhai..we r proud of you,vijaybhai..
LikeLike
Pingback: તો સારુ. | વિજયનું ચિંતન જગત-