આ વખતે શુક્રવારે સાંજે 31મી jan 2014 આપણે સહુ 5.30 વાગેપુસ્તક પરબ માટે ICC મળશું .દર મહીને icc (India Community center Milpitas) માં બપોરે મળતી આપણી બેઠક નો સમય હવે ત્રીજા શુક્રવારે સાંજે 31 jan 2014 icc માં જ 5.30 વાગે મળશે લોટસ હોલમાં ,આ બેઠકને આપણે નવું સ્વરૂપ આપશું.અત્યાર સુધી આપણી બેઠકમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો પુરતા માર્યાદિત હતા,હવે તેને મોટો મંચ આપશું,
જેમાં જે કોઈએ વાચ્યું હશે તે અથવા પોતાનું લખાણ રજુ કરશે, તેમજ હવે ” શબ્દોનાસર્જન” માં લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશું..હવે પછી ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવી કે લોકસંગીત,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય ભાગ લેશે.
એટલે “બેઠક ” ટુક માં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -એટલે ”બેઠક “
મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જઆવતા હોય છે. જોઇએ છે…….બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવોઆવે કે ‘મંદી ન આવે તો સારું’………… વર્ષનાં અંતે સારું બોનસ મળે એવીઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે ‘પગાર ન કપાઇ જાય તો સારું’……….. સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતોહોય કે ‘ગંદકી ન હોય તો સારું’……સોદો સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય,પણ વિચાર એવો આવતો હોય કે ‘હું છેતરાઇ ન જાઉ તો સારું,……તંદુરસ્તી જોઇતીહોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે, માંદા ન પડાય તો સારું.’…….
ઇચ્છા એવી હોય કે ઇન્વેસ્ટમેન્ટનું શ્રેષ્ઠ વળતર મળે પણ મનમાં વિચારએ ચાલતો હોય કે ‘રૂપિયા ફસાઇ ન જાય તો સારું’. …….
.આવી બધી ફોર્મેલીટીની જરૂર છે? ન રાખો તો સારું,……..
સાનમાં સમજે તો સારું, ……….તમારાજીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,…
.મારા જીવનરૂપીસમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,……..
દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદીપાણીને વિસરી જાય, પણ તમે મારાથી કદી વિસરો નહીં..તો સારું, ……………
તેમના વિષે એવી ઘણી બાબતો છે, જે હું જાણતો હોત તોસારું।…..
..હવે આ આંતકવાદ બંધ થાય તો સારું। ……………..આવી ચડ્યું છે આ જન લોકપાલ કેરું જાળું…હવે સમજો તો સારું ….ચડસાચડસીમાં ન ચડો તો સારું ..અને હવે અહમને ન પોસો તો સારું। …સાથે કામ કરો તો સારું …….ઝઘડામાં ના પડો તો સારું…..ભાગલા પાડી રાજ ન કરો તો સારું। …સ્વતંત્રતા મળી છે તો સાચવી રાખો તો સારું ..કારણોમાં ના પડો તોસારું, ……………તારણોમાં ના પડો તો સારું,., ……..લફડામાં ના પડો તો સારું।…..પ્રશ્નો એનાથી નહિ ઉકલે, ……..આ અડચણોમાં ના પડો તો સારું……મિત્રો વિષય છે” તો સારું ” માટે: તો સારું” નો ઉપયોગ લેખ વિચાર ,કવિતા ગમેતે સ્વરૂપે રજુ કરી શકાય.
બસ મિત્રો આમાંથી કોઈ વિષય આપી 3થી 4 મિનીટ બોલી શકો છો
પ્રતાભાઈ પંડ્યા અને બેએરીયા ગુજરાતી સમાજ દ્વારા મળેલ પુસ્તકો વાચવા મળશે। ……