કાકુ મારો ખાતો નથી-પી. કે. દાવડા

હસે તેનું ઘર વસે. ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે..આજે કોઈ વસ્તુની અછત હોય તો એ ‘સેન્સ ઓફ હ્યુમર’ની છે.હસવું દરેક વ્યક્તીને ગમે છે, પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી.કહેવાય છે કે દરરોજનું ૩૦ મીનીટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે.માણસ જેમ જેમ આધુનિક બનતો જાય છે એમ એમ એનું હસવાનું ઘટતું જાય છે.આપણે કુદરત થી દુર થતા જઈએ છીએ। તો જિંદગીનો ભાર ઘટાડવા મિત્રો હસવા માંડો હાસ્ય એ અકસીર ટૉનીક છે,હાસ્ય મગજના જે હોર્મોન્સ આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય છે તેમને  દુર કરી મગજને મુળ અવસ્થામાં લાવી દે છે.ઘણી વાર વ્યક્તી ઉપરછલ્લું જ  હસી શકતી હોય છે આંતરીક શાંતી મેળવવી હોય તો તંદુરસ્ત હાસ્ય જરુરી છે.ઘણાને હસવા માટે મહેનત કરવી પડે છે ,અથવા તો હાસ્ય ને માણી જ શકતા નથી બધે એમને તકલીફ જ છે। …મેં એક ભાઈને  કહ્યું કે ભાઈ હસવું સારું ,હસે એનું ઘર વસે  તો મને કહે ઘર વસાવ્યા પછી કેટલા હસ્યા ?…..મિત્રો હસશો નહીં તો ચહેરા ઉપર પણ કાટ લાગી જશે. હાસ્ય વસંતની જેમ તમારા જીવનને ખીલવશે  તો ચાલો માણીએ દાવડા સાહેબ ની હાસ્ય કવિતા ..

કાકુ મારો ખાતો નથી

            (ઢાળઃ ઊંટ કહે  સમામા…)

ભાભુ   કહે  સુણ  બેના,  કાકુ  મારો   ખાતો  નથી,

કોણ  જાણે  શું  થાવાનું”, બીજી કોઈ વાતો નથી.

થોડી  ખાયે  દાળભાતથોડી   રોટી   થોડૂં  શાક,

એનાથી  શું પેટ ભરાયેશક્તિ  આવે  એથી ખાક?

થોડી બરફીપેંડા થોડાબદામ પિસ્તા ખાતો થોડા,

થોડા  લાડુ  ને મોનથાળખાયે તો હું માનું  પાળ;

થોડું  દુધ ને  થોડું દહીંથોડી  બાસુંદી પણ  સહી,

બેના  કહે  ને શું  હું  કરૂંકાકુને   કેમ ખાતો  કરૂં?

બેના કહે સાંભળ ભાભુઆથી વધુ જો ખાય કાકુ,

પેટ મટીને થઈ જાય ઢોલબીજું શું કહું ભાભુ બોલ?

પી. કે. દાવડા

(કચ્છી કવિ કારાણીની કવિતાથી પ્રેરિત)

..

5 thoughts on “કાકુ મારો ખાતો નથી-પી. કે. દાવડા

 1. દરેક મનુષ્યનું જીવન એક કામ કરતા મશીન જેવું હોય છે . મશીનમાં ઘસારો પડે તો એના બોલ બોલબેરીંગમાંથી
  અવાજ આવે છે.એને અટકાવવા માટે એમાં પીંજણ – લ્યુબરીકન્ટ – નાખવામાં આવે છે .
  એવું જ આ જીવન મશીનરીનું છે .એમાં તનાવ રૂપી અવાજ દુર કરવા માટે હાસ્ય રૂપી પીંજણની જરૂર પડતી હોય છે .દાવડા સાહેબની હાસ્ય અંગેની વાત બિલકુલ સાચી છે . હશે એનું ઘર વસે .

  કાકુને ખવડાવવાનો પ્રશ્ન આજે ઘર ઘર નો પ્રશ્ન છે . ખાવાનું પુષ્કળ હોય છે પણ કાકુને ભૂખ નથી હોતી .
  અમારા જમાનામાં છોકરાઓને વધુ ન ખાય એ માટે ટોકવા પડતા હતા !

  Like

 2. મઝા આવઈ … આભાર ‘પીકેજી”
  ” બબી ભેણ જી બબલી બૌ બોલબોલ તી કરે !” વર્ષો પહેલાં કોઈક પાસે સાંભળેલું ..

  તમને યાદ આવે યા ..ક્યાંકથી મળે તો મૂકજો ..

  *< SHARING ENRICHES"… Just DO IT.*
  *Love is sharing. love is expansion. You can’t but love because you want to
  expand. And nature of life is to expand. But we have learned and cultured
  all our habits to restrain ourselves and that is why the Divine Love is not
  manifesting in our life fully.]** SS R.Shankar
  *

  *La’KANT,[L.M.THAKKAR , Res.Phone:0251-2450888] / 09320773606 .*….
  *[.Please don’t accept a second friendship demand from me, I have only one
  account.]*

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.