તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા

મિત્રો 
આજ નો લેખ એક સદવિચાર ગણી શકાય  …..હમણા થોડા વખત પહેલા મારા હાથમાં 
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટનો એક લેખ હાથમાં આવ્યો ખુબ સરસ વિચાર હતા……

બધું કરી શકતો હોય એ પણ 

જતું નથી કરી શકતો

જતું કરવા માટે જીગર જોઈએ. બધાં લોકો જતું કરી શકતા નથી. આપણો અહમ્ આપણને રોકતો હોય છે. કંઈક થાય ત્યારે આપણને આપણા લોકો કહે છે તું એટલું જતું નથી કરી શકતો? આપણી પાસે દલીલ હોય છે કે હું શા માટે જતું કરું? દર વખતે મારે જ જતું કરવાનું? મારે જ ઇમોશનલી કૂલ બનવાનું? હું કંઈ બોલું નહીં એટલે લોકો મારો ફાયદો જ ઉઠાવતા રહે છે. બસ, બહુ થયું. હવે મારે સારા નથી રહેવું. સારા રહીને મને શું મળ્યું?

માણસ બધું જ કોઈને બતાવવા અને બતાડી દેવા કરતો રહે છે.માનવી કયારે પણ વિચારતો કેમ નહિ હોય કે હું આ મારા માટે કરું છું  માટે બીજા ની અપેક્ષા કેમ ?​..ગુસ્સો, નારાજગી, ક્રોધ, ડર અને આવું ઘણું બધું ખરાબ છે, એવું આખી દુનિયા જાણે છે છતાં કોઈ કેમ એને છોડી શકતું નથી? કારણ કે બધાને બતાવી દેવું હોય છે. કોઈને જતું કરવું હોતું નથી.માણસની અશાંતિનું સૌથી મોટું કારણ એ હોય છે કે એ જતું કરી શકતો નથી. જે માણસ જતું નથી કરતો એ ક્યારેય મુક્ત થઈ શકતો નથી……લોકોને ડરાવવા, ઝુકાવવા, ધમકાવવા અને ધાકમાં રાખવાને ઘણાં લોકો પોતાની તાકાત સમજતા હોય છે.

 ​અને સાથે ઉમેરે છે….માણસ આપઘાત પણ કોઈને બતાવી દેવા માટે કરતો હોય છે. ​
અહી મહેશભાઈ રાવલની બે ચાર પંક્તિ ઉમેરીશ।……
 ​
“હજારોવાર જોયું છે અમે,અમને ઉઘાડીને”…કેટલી સરસ વાત કહી છે.
અને બીજી એક પંક્તિમાં કહે છે 

“પ્રથમ ખુદને મઠારી,અન્યને ઢંઢોળતા શીખ્યા”…(.આ વાત વિચારવા જેવી ખરી .

 ​ ​
“તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા.”…..ઘણીવાર માનવી મન મુકીને જીવી પણ નથી શકતા મોકળા થતા પણ આવળવું જોઈએ 
અને એક પંક્તિમાં આખી વાતનો સાર નીચોવી ને પીરસી દીધો જાણે 

“હતું જે કામનું-રાખી,નકામું છોડતા શીખ્યા…..”

​..
તમે જ્યારે જતું કરો છો ત્યારે તમે પણ મુક્ત થઈ જાવ છો. માત્ર જતું કરી દો, પછી તમારે ઘણું બધું નહીં કરવું પડે.
મિત્રો ,
 

આ એક એક પંક્તિ મૂકી છે અહી જેનો અર્થ આપણા  વિષય ને સાથે મેળ  ખાય છે પરંતુ મહેશભાઈની આખી ગઝલ વાંચશો તો વધુ મજા આવશે..તો આ વેબ સાઈડ  પર જઈ જરૂર થી વાંચશો।

મન ખોલતાં શીખ્યા…

..http://drmahesh.rawal.us/

 કૃષ્ણકાંત ઉનડકટ 
Thanks

 

3 thoughts on “તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા

  1. Dear Pragnaji,

    What a great message on Christmas Day! I was delighted to read it and also read it loudly for my friends with whom I am spending Christmas in Ahmedabad. With best wishes,

    Dinesh O. Shah, (Padmaben Kanubhai Shah’s brother)

    Like

  2. કૃષ્ણકાંત ઉનડકટ લાંબા સમયથી ખૂબ જ પ્રેરક વિચારો રજૂ કરે છે. સરળ ભાષામાં ઉદાહરણૉ આપી પોતાની વાત સમજાવે છે.
    તમે એમની વાત અહીં રજૂ કરી એ ખૂબ આનંદની વાત છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.