આવ્યો છું -હેમંત ઉપાધ્યાય

મિત્રો 
ઉપાધ્યાય સાહેબ હોય કે કલ્પનાબેન ,અથવા તો દાવડાસાહેબ જેવા બીજા અનેક આપણા વડીલો વતન થી દુર આવ્યા પછી પોતાના વ્યક્તિત્વ ને શોધતા ફરે છે,અમેરિકામાં આવ્યા છે પરંતુ ભારત છુટ્તું  નથી..અને એટલેજ ભારતીયપણું અને  ગુજરાતીપણું તેમના લખાણો દ્વારા કે કવિતા દ્વારા જાળવી રાખ્યું છે..   અને આ ઉમરે બદલાવ સ્વીકારવો અઘરો પણ છે, સંબધ ની વાત હોય ,કુટુંબની વાત હોય કે વતનની વાત હોય ,બધાનો માનવી સાથે અને તેની સંવેદના સાથે નાતો છે એમાં કોઈ શંકા નથી ,બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. છે..  નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી. …આમ વિચારી દાવડા સાહેબની જેમ આગળ વધે છે તો  ..કયારેક વડીલોને વિચારો છનંછેડી જાય….આવું જ હેમંતભાઈની કવિતામાં છે આ પહેલાની કવિતામાં હેમંતભાઈ એ કહ્યું હતું કે પરદેશને સ્વીકારી લે… તો ફરી પૂર્વ તરફની બારી ઉઘડતા વતનના ભણકારા અને સુષુપ્ત સંવેદનાઓ જાગી ઊઠે તો મિત્રો માણો  આ કવિતા અને તમે પણ આવું જ કંઈક અનુભવતા હો તો તમારી ભાવનાઓને શબ્દ્સ્વરૂપ આપો ….અથવા અભિપ્રાય જરૂરથી આપશો.  
 
વતન   થી  અહીં   આવ્યા  પછી  ની  મનોદશા  પર  એક  કવિતા 
ફ્રિમોન્ટ   મંદિર માં સીનીયરો ની મિટિંગ  માટે …..
 આવ્યો  છું 
સ્વજનો ના સંબધો પર , અલ્પ  વિરામ મૂકી ને    આવ્યો  છું
અને ઘર માં જ મહેકતા એકાંત ની સુગંધ લેવા   આવ્યો  છું
વાણી ના વૈભવ સમા  , હોઠ પર  આવી ગયેલા    શબ્દો ને
બસ  હૃદય ની ઊંડી  ગુફા ઓ માં, ધકેલવા     આવ્યો  છું
ભારત  ના સંસ્કારો વિસરી જાય , એવા  લોકો ની  ભીડ   માં
નાનો પણ વતન ના સનાકારો નો દીપ , જલાવવા  આવ્યો  છું
વતન ની લાગણીઓ  અને યાદો ને  મન ની કબર માં દફનાવી ને
ધબકતા શ્વાસો  માં  વતન  ની , મહેક ભરી ને  આવ્યો  છું
દાન ધરમ , માનવ સેવા  ના અનેક વિકલ્પો  છોડી   દઈ ને
નિજી  સ્વાર્થ ની ઝોળી  અહીં    ,છલકાવવા    આવ્યો  છું
સ્મરણ માં  રહે છે  આપ ,સહુ સ્વજનો ની યાદ  સદા
બસ  જલ્દી આવીશ એવો વિશ્વાસ  દઈ ને   આવ્યો  છું
હૃદય ના ખૂણે   પડ્યા  છે , કેટલાય  દર્દો  આ દેશ  માં
તેથી જ વતન ની સુંગધ નું ઔષધ  લઇ ને   આવ્યો  છું
સંપત્તિ  ને સમૃદ્ધિ  કરતાંય  ,આરોગ્ય  સચવાય  સહુ નું
બસ એજ પ્રર્થન  સહુ દેવો ને ,  કરવા  માટે   આવ્યો  છું
ઓમ   માં  ઓમ
હેમંત   ઉપાધ્યાય
669 666  0144

 

3 thoughts on “આવ્યો છું -હેમંત ઉપાધ્યાય

 1. “દાન ધરમ , માનવ સેવા ના અનેક વિકલ્પો છોડી દઈ ને
  નિજી સ્વાર્થ ની ઝોળી અહીં ,છલકાવવા આવ્યો છું”

  કોઈ કબૂલ કરે કે ન કરે પણ આ પંક્તિઓમાં ૧૦૦ ટકા સત્ય છૂપાયલું છે. નિજી સ્વાર્થ વગર પોતાનો દેશ છૉડી નવો વસવાટ શોધવાની જરૂરત શા માટે હોય?

  બહુ સરસ અને સાચી વાત કહી છે તમે.

  Like

 2. મોટી ઉંમરે ભારતથી આવેલા વડીલોના અનુભવનો નિચોડ આ કવિતામાં છે. ધન્યવાદ

  પદ્માબેન અને કનુભાઈ શાહ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s