કુટુંબ-– પી. કે. દાવડા

મિત્રો ,

દાવડા સાહેબ ફરી એકવાર   સંવેગાત્મક સ્વીકાર  ની વાત લઈને આવ્યા છે ,આમ જોઈએ તો સંબંધને લગતો જ વિષય છે સ્વીકાર પહેલા નો ભાવાત્મક સંઘર્ષ બધાજ અનુભવે છે અને ખાસ અહી પરદેશમાં પરંતુ એ સાથે હું કુટુંબ નું મહત્વ છે એ જરૂર કહીશ…..ભૌતિકવાદના પ્રલોભનો અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને કારણે સ્પર્ધાના આ યુગમાં લોકો સ્વતંત્ર કુટુંબ તરફ વળ્યા છે પણ સંયુક્ત કુટુંબમાંથી મળતી હૂંફ, પ્રેમ અને લાગણીની સુગંધ તમારા જીવનને તરબર કરી નાખશે. જિંદગી તમને જીવવા જેવી લાગશે ગેરેંટીથી.પશ્ચિમી સંસ્કૃતિના ગાડરીયા પ્રવાહમાં અપનાવાતી અલગતા, એકલતા આપે છે…… અત્યારે નવી પેઢી ની આંખોમાં સપનાઓ છે ……પરંતુ ભાગદોડ અને સ્ટ્રેસની વચ્ચે સેન્ડવીચ થયેલ માનવીને અંતે શાંતિ અને પ્રેરણા તો ઘરેથી જ મળે. તો મિત્રો આપના પણ અભિપ્રાય આપો અથવા લખી મોકલો  હું જરૂરથી મુકીશ। ..

કુટુંબ-ત્રીજી આવ્રુત્તિ

ઉચ્ચ અભ્યાસને બહાને અથવા નોકરીને બહાને, યુવાનો ઘર છોડી સ્વતંત્ર રહેવા જતાં રહે છે. મા-બાપ વિચારે છે, “ શું આપણે છોકરાંઓને આટલા માટે જન્મ આપીએ છીએ? આટલા માટે ઉછેરીને મોટાં કરીએ છીએ કે, તેઓ આપણને સૂનાં મૂકીને જતાં રહે?”આજે બધાં મા-બાપના જીવનમાં આવું બને છે. બધાંનાં સંતાનો દૂર જાય છે. આજના વાતાવરણમાં આ બધું સ્વાભાવિક છે, સ્વતંત્ર જીવન જીવવાની ઈચ્છા યુવાનોમાં ઘર કરી રહી છે. આજે સારો રસ્તો તો એ છે કે  આપણેખુશ થવાનું કે આપણાં સંતાનો પરિપક્વ થતાં જાય છે, સ્વતંત્ર રીતે જીવવા કાબેલ બન્યા છે. છોકરાંઓ ખોટા માર્ગે જશે એનો ડર રાખવાની જરૂર નથી. આજ સુધી એમણે આપણું સાંભળ્યુ છે ને ભવિષ્યમાં પણ સાંભળશે, આપણી સલાહ માનશે એની ખાતરી રાખવી જરૂરી છે.

અલબત જે રીતે આ યુવાનો ઘર છોડવા થનગની રહ્યાં છે; જાણે કે આપણે  એમને બાંધી રાખ્યાં હોય અને એમનો છૂટકારો થવાનો હોય એમ રોમાંચ અનુભવે છે, તે આપણને ખુંચે છે. તેઓ એક પળ માટેય એવું નથી વિચારતાં કે મમ્મી-પપ્પા સૂનાં પડી જશે. આપણાં વગર મમ્મી-પપ્પા શું કરશે?  યુવાનો એમના વિચારોમાં જ મસ્ત છે. આપણા માટે. હવે સંતાનોની પ્રગતિ દૂરથી જોઈ અને ખુશ થવાનું જ સારૂં છે. હવે આ પ્રશ્ન લાગણીનો નથી, પ્રશ્ન આજની પરિસ્થિતિ નો છે. આજના સમયકાળનો છે. આપણે જો આધુનિક યુગમાં જીવવું હોય, સુખથી રહેવું હોય, તો પ્રેક્ટીકલ થવું પડે, સમયની માંગ સમજવી પડે.

આપણે જો સંતાનોને બાંધી રાખીએ તો એમનો વિકાસ રૂંધાઇ જાય. છોકરાંઓ દૂર રહીને વિકાસ સાધે એ જ ઉત્તમ છે, સંતાનોના હિતમાં છે.આજની વિચારસરણી જ એ જાતની છે. આપણાં સંતાનો આ વાતાવરણમાં મોટાં થયાં છે. આજના જીવનની આ વાસ્તવિકતા છે. આપણાં સંતાનો આપણી સાથે નથી રહેવાનાં એ આપણે પહેલેથી જ જાણતાં હતા પછી આ હાયવોય શું કામ?

સંતાનો આપણાં જીવનનાં કેન્દ્ર સ્થાનેથી દૂર જાય છે એટલે આપણું જીવન પૂરું નથી થઇ જતું નથી. જીવન એની મેળે માર્ગ કરી લે છે. મન એની મેળે શોક, સંતાપ, ગૂંગળામણથી ઉપર ઉઠે છે. જીવન સમસ્યા નથી, જીવન તો અણમોલ લ્હાવો છે.

– પી. કે. દાવડા

 

10 thoughts on “કુટુંબ-– પી. કે. દાવડા

  1. મન એની મેળે શોક, સંતાપ, ગૂંગળામણથી ઉપર ઉઠે છે. જીવન સમસ્યા નથી, જીવન તો અણમોલ લ્હાવો છે.

    શ્રી દાવડાજી નો એક બીજો સુંદર મનનીય લેખ

    Like

  2. પ્રક્રુતિદત્ત સંસ્કારો અને સ્વભાવ મુજબ પૂર્વગ્રહો અને અંગત મત-માન્યતાઓથી ગ્રસિત દ્રુશ્ટી-ભેદની વાત છે .
    આમાં સ્નજોગો-ઘટના ક્રમ અને અન્ય સંકળાયેલા લોકો નો પૂરતો વિચાર કરી વ્યક્તિગત નિર્ણય અને નિશ્ચય
    થૈ શકે .જનરલાઇઝ ન કરી શકાય ,હા, આદર્શ -“શુ હોવુ જોઇયે”એ વિશે ચર્ચાઓ-ડીબેટ તુંડે-તુંડે મતિર્ભિન્ન: ની રુએ અન્ત-હીન વાતો-મુદ્દા આવે શકે ..

    Like

  3. આવી અંગત બાબતોમાં સ્વાર્થ રહિત ખૂલ્લું મન લઈને વિચારવાથી કદાચ બેહ્તર નિશ્કર્શ પર ચોક્કસ આવે શકાય .

    Like

  4. ← “સંબંધ એક માત્ર વહેવાર” + “આવ્યો છું -હેમંત ઉપાધ્યાય :→…..

    કુટુંબ-– પી. કે. દાવડા // Posted on ડિસેમ્બર 17, 2013 [કુટુંબ-– પી. કે. દાવડા]

    અહીં , બધ્ધુંજ ” દૃષ્ટિ સાપેક્ષ, આપણે વસ્તુ,ઘટનાને કેમ જોઈએ-મુલવીયે છીએ એના પર જ આધાર !
    … આદર્શ વાતો … વિચારવી ,પ્રચાર પ્રસાર માટે સારી, આપણે પોતે કેટલા ‘સહિશ્ણું ? અને મૂળ તો,
    અનુસરણ,અમલીકરણ માગે છે. ” હું કરું છું ,કરી શકું છું” ના કર્તુત્વ ભાવમાં રાચતા,માનતા બહુજન સમાજ-જમાતના લોકો માટે ….. સાચું !
    બાકી , ‘જે શરુ થાય છે ,તે નો ‘અંત’ પણ હો ય જ ! સંબધો ” કર્માનુબંધ ને, ઋણ કે ઘન ” અનુબંધને કારણે જ
    હોતા હોય છે , ટકે કે ,અટકે કે પૂરા થતા હોય છે ! ‘કર્તુત્વ ‘- પુરુષાર્થ બિલકુલ કામ ન આવે એમ નહીં ! પણ,
    “-દ્વન્દ્વના આ કુદરતી ‘સેટ-અપ’ /વ્યવસ્થામાં , ” દ્વીપક્ષીપણું “એટલોજ મહત્વનો ભાગ ભજવે છે !

    આ કોઈ વિરોધ નથી ,પણ ,સ્વતંત્ર મત છે ,અનુભવગત ,ને ” અંતત: જવાબદારી તો અંતે ,માનનારનીજ, કરનારની જ ! મારી જ ! [ મને ગમે કે ન ગમે ,એ વાત જુદી જ !]

    શું સરસ કે અઠીક એ તો ‘આપણો/કોઈ એક કે અનેક વ્યક્તિઓનો સ્વતંત્ર અંગત મત નહીં?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.